Suryakumar Yadav & Gautam Gambhir Visit Siddhivinayak Temple
- Gujarati News
- Sports
- Suryakumar Yadav & Gautam Gambhir Visit Siddhivinayak Temple | T20 World Cup Trophy
સ્પોર્ટ્સ ડેસ્ક20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર શનિવારે T20 વર્લ્ડકપની ટ્રોફી સાથે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા. અહીં બંનેએ ભગવાન ગણેશના દર્શન કરીને ટીમની સફળતા માટે આશીર્વાદ લીધા.
આ પહેલા 8 માર્ચે ચેમ્પિયન બન્યા બાદ તેમણે ટ્રોફી સાથે અમદાવાદના હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. ખેલાડીઓના મંદિર જવા પર પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદે સવાલ પણ ઉઠાવ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્મા પણ 13 માર્ચે જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા અને માતા રાણીના દર્શન કરીને આશીર્વાદ લીધા.
અભિષેકે વૈષ્ણોદેવી યાત્રાની તસવીરો પોસ્ટ કરી
T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન અભિષેકે પોતાની યાત્રાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શન લખ્યું- જય માતા દી. તસવીરોમાં તે સફેદ કુર્તા-પાયજામા પહેરીને, કપાળ પર તિલક લગાવીને અને હાથ જોડીને દર્શન કરતા જોવા મળ્યા.
ફાઇનલમાં 52 રનની ઇનિંગ રમી
અભિષેકે T20 વર્લ્ડકપ ફાઇનલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલ પહેલાની મેચોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું અને તે સતત 3 વખત શૂન્ય રન પર આઉટ થયો હતો. જોકે, ખિતાબી મુકાબલામાં તેણે શાનદાર વાપસી કરી. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં તેણે માત્ર 21 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.
ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું
8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઈ હતી. તેમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનના અંતરથી હરાવીને પોતાનો ખિતાબ બચાવ્યો હતો. ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત આ ટુર્નામેન્ટ જીતી હતી.

ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો.
કેપ્ટન સૂર્યા જીત બાદ હનુમાન મંદિર પહોંચ્યા
વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ 8 માર્ચની મોડી રાત્રે ટ્રોફી સાથે અમદાવાદના હનુમાન મંદિરે પહોંચ્યા. અહીં તેમણે ભગવાન હનુમાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમની સાથે ICC ચેરમેન જય શાહ અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા.

કેપ્ટન સૂર્યકુમાર યાદવ વર્લ્ડકપ ટ્રોફી લઈને અમદાવાદના હનુમાન મંદિરે પહોંચ્યા હતા.
કીર્તિ આઝાદે કહ્યું હતું- ટીમને શરમ આવવી જોઈએ
પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે ટ્રોફીને મંદિરમાં લઈ જવા બદલ ટીકા કરી હતી. 1983માં વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા કીર્તિ આઝાદે કહ્યું હતું કે જીતનારી ટીમમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ બધા હતા પરંતુ ટ્રોફી મંદિર લઈ જવામાં આવી. ભારતીય ટીમને તેના પર શરમ આવવી જોઈએ.
ગંભીરનો જવાબ- આવી વાતો ઉઠાવવાનો કોઈ અર્થ નથી
કીર્તિ આઝાદના સવાલ પર હેડ કોચ ગૌતમ ગંભીરે ANIના પોડકાસ્ટમાં કહ્યું હતું કે આ આખા દેશ માટે ગર્વની ક્ષણ છે અને વર્લ્ડકપ જીતની ઉજવણી થવી જોઈએ. આવી વાતો ઉઠાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેનાથી ખેલાડીઓની સિદ્ધિ નબળી પડે છે.
ગંભીરે કહ્યું હતું કે- જો દરેક નિવેદનને ગંભીરતાથી લેવામાં આવશે તો તેનાથી ટીમના 15 ખેલાડીઓની મહેનત અને સફળતાનું સન્માન ઓછું થઈ જશે.
ઈશાને કહ્યું હતું- કંઈક સારો સવાલ કરો
ઈશાન કિશનને એરપોર્ટ પર કીર્તિ આઝાદની ટિપ્પણી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર તેણે કહ્યું, આટલો સારો વર્લ્ડકપ જીત્યા. તમે લોકો સારા સવાલ કરજો, કે કીર્તિ આઝાદ શું બોલ્યા? તેના પર હું શું બોલું? કંઈક સારો સવાલ કરો.
——————————-
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
ગંભીર 2 ICC ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય કોચ:ગાંગુલીએ કહ્યું-અસલી પરીક્ષા 2027 વર્લ્ડ કપમાં થશે, ટેસ્ટ ક્રિકેટમાં પીચનો મોહ છોડવો પડશે

ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2026 જીતીને પોતાનો બીજો ICC ખિતાબ મેળવ્યો. આ પહેલાં તેમની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. જોકે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ગંભીરની અસલી પરીક્ષા 2027ના વન-ડે વર્લ્ડ કપમાં થશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


