Hardik Pandya Buys Ferrari 12Cilindri After T20 World Cup Win; VIDEO
12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન ટીમે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો. T20 વર્લ્ડ કપની જીતમાં હાર્દિક પંડ્યાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે વર્લ્ડ કપ જીત્યા બાદ એક લક્ઝરી કાર ખરીદી છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના લક્ઝરી કાર કલેક્શનમાં વધુ એક શાનદાર કાર ઉમેરી છે. T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ હાર્દિક પંડ્યાએ ફેરારી 12 સિલિન્ડ્રી (Ferrari 12Cilindri) ખરીદી છે.

નવી ફેરારી ડ્રાઇવ કરી, માહિકા પણ સાથે જોવા મળી
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં હાર્દિક પંડ્યા આ નવી ફેરારી ડ્રાઈવ કરતો જોવા મળ્યો હતો. હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ તેની સાથે હતી. વીડિયોમાં બ્લેક રંગની આ શાનદાર કન્વર્ટિબલ ફેરારી દેખાઈ રહી છે, જેમાં હાર્દિક અને માહિકા બેઠેલા છે. આ કાર ટુ-સીટર છે અને ભારતમાં અત્યંત દુર્લભ માનવામાં આવે છે.
ફેરારી 12 સિલિન્ડ્રી કંપનીની નવી V12 ગ્રાન્ડ-ટૂરિંગ સુપરકાર છે, જે ખાસ કરીને અમીર ખરીદદારો માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેની ઓન-રોડ કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે. આ કારની ટોપ સ્પીડ અંદાજે 340-350 કિમી/કલાક છે અને માત્ર 2.9 સેકન્ડમાં આ કાર 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ ફેરારીની એવી સુપરકાર્સમાંથી એક છે જેમાં પ્યોર V12 એન્જિન આપવામાં આવ્યું છે અને તેમાં હાઇબ્રિડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ભારતને ચેમ્પિયન બનાવવામાં હાર્દિકની ભૂમિકા હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાર્દિકે 9 મેચમાં 27.12ની એવરેજથી 217 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ હતી. જ્યારે બોલિંગમાં તેણે 32.33ની એવરેજથી 9 વિકેટ ઝડપી હતી.
હાર્દિકે નતાશા અને દીકરા અગસ્ત્યને કાર ગિફ્ટ કરી
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીરોમાં નતાશા સ્ટેનકોવિક અને અગસ્ત્ય એક લકઝરી Land Rover Defender સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ લક્ઝરી કારની કિંમત અંદાજે ₹4 કરોડ હોવાનું મનાય છે.
ગાડીના વિક્રેતાએ શેર કરેલી પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હાર્દિક પંડ્યાએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂકીને આ શાનદાર ગાડી ખરીદી છે. આ ગાડી ખાસ કરીને અગસ્ત્ય પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક માટે છે. ફેન્સ આ ગ્રાન્ડ જેસ્ચર હાર્દિક તરફથી તેના દીકરા અને એક્સ વાઇફને ગિફ્ટ કરવામાં આવી છે. ઉપરાંત પાછળ એક પોસ્ટર જોવા મળી રહ્યું છે, જેના પર લખ્યું હતું- ‘Papa to Agastya’ (પપ્પા તરફથી અગસ્ત્ય માટે).

હાર્દિક પાસે અનેક લક્ઝરી કારો હાર્દિક પંડ્યા પાસે પહેલેથી જ ઘણી મોંઘી અને હાઈ પરફોર્મન્સ કારો છે. તેના ગેરેજમાં રોલ્સ રોયસ ફેન્ટમ, લેમ્બોર્ગિની હુરાકાન EVO, લેમ્બોર્ગિની ઉરુસ, મર્સિડીઝ-AMG G63, રેન્જ રોવર વોગ અને ઓડી A6 જેવી ગાડીઓ સામેલ છે
હવે ફેરારી 12 સિલિન્ડ્રી તેના કલેક્શનમાં સામેલ સૌથી ખાસ અને મોંઘી કાર બની ગઈ છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિકની આ નવી ભેટ ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


