RCB IPL Opening Match Gets Green Light at Chinnaswamy Stadium, Bengaluru
બેંગલુરુ5 કલાક પેહલા
- કૉપી લિંક
કર્ણાટક સરકારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026 ની મેચોના આયોજનને મંજૂરી આપી દીધી છે. અહીં 28 માર્ચે યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના પ્રવક્તા વિનય મૃત્યુંજયે જણાવ્યું કે નિષ્ણાત સમિતિની ભલામણો અને તૈયારીઓની સમીક્ષા પછી આ પરવાનગી મળી છે.
કર્ણાટકના ગૃહમંત્રી ડો.જી. પરમેશ્વરે સોમવારે નિષ્ણાત સમિતિ, KSCA, RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ DNA સાથે બેઠક કરી. જેમાં નિષ્ણાત સમિતિએ સ્ટેડિયમની સુરક્ષા અને તૈયારીઓ પર પોતાનો અહેવાલ રજૂ કર્યો.
એક વર્ષ પહેલાં RCB ની પ્રથમ IPL ટ્રોફી જીત્યા પછી સ્ટેડિયમમાં વિજય પરેડ થઈ હતી. પરંતુ સ્ટેડિયમની બહાર ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ભાગદોડના કારણે 11 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વિમેન્સ વર્લ્ડકપની મેચો શિફ્ટ કરવામાં આવી હતી
વિમેન્સ વર્લ્ડકપ દરમિયાન જસ્ટિસ ડી’કુન્હા કમિટીએ પણ આ ગ્રાઉન્ડને મોટા આયોજનો માટે અસુરક્ષિત ગણાવ્યું હતું. આ રિપોર્ટ બાદ ICC મહિલા વર્લ્ડકપ 2025ની મેચો પણ બેંગલુરુથી હટાવીને નવી મુંબઈમાં યોજવામાં આવી હતી. જ્યારે ઘરેલું T20 લીગ મહારાજા T20 ટ્રોફીને પણ બેંગલુરુને બદલે મૈસૂરમાં શિફ્ટ કરવી પડી હતી.
IPL ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર
4 દિવસ પહેલા BCCI એ IPL ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. તેમાંથી 2 મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની છે. શેડ્યૂલ જાહેર કરતી વખતે BCCI એ કહ્યું હતું કે બેંગલુરુમાં IPL મેચ સરકારની પરવાનગી પર નિર્ભર રહેશે.
RCB એ જીત્યો હતો ગઈ સિઝનનો ખિતાબ
બેંગલુરુની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેથી પરંપરા અનુસાર ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ, ક્વોલિફાયર-2 અને ફાઇનલ મુકાબલો તેના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. RCBએ ગત સિઝનની ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલીવાર IPL ખિતાબ જીત્યો હતો.

————————————————–
IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…
IPL 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેમ્પ શરૂ:કોચ જયવર્ધનેએ કહ્યું- પહેલો દિવસ જ સિઝનનો ટોન સેટ કરે છે, 29 માર્ચે KKR સામે પહેલો મેચ

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ સોમવારથી IPL 2026 માટે તેની તાલીમ શરૂ કરી દીધી છે. મુંબઈમાં આયોજિત આ પ્રી-સીઝન કેમ્પના પહેલા દિવસે ખેલાડીઓએ ફિટનેસ અને કન્ડિશનિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હેડ કોચ મહેલા જયવર્ધનેની દેખરેખ હેઠળ ખેલાડીઓએ મેદાન પર પરસેવો પાડ્યો. આ કેમ્પમાં બોલિંગ કોચ લસિથ મલિંગા અને પારસ મ્હામ્બ્રે પણ હાજર રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


