BCCI Cancels Opening Ceremony, Grand Closing Planned for Final

Last Updated: March 26, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક13 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026 ની ઓપનિંગ સેરેમની નહીં થાય. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ તેની પુષ્ટિ કરી છે. સીઝનનો પહેલો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે 28 માર્ચે રમાશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે, ગયા વર્ષે 4 જૂને બનેલી દુઃખદ ઘટનાને કારણે IPL 2026 શરૂ થવાના દિવસે કોઈ ઔપચારિક કાર્યક્રમ નહીં હોય. BCCI કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું નથી.

તેમણે આગળ જણાવ્યું કે, BCCI IPL ફાઇનલના દિવસે ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. IPL 2026 ની ફાઇનલ 31 મેના રોજ રમાશે.

ભાગદોડમાં 11 લોકોના જીવ ગયા હતા

4 જૂન 2025 ના રોજ RCB ની પહેલી IPL ટ્રોફી જીત્યા બાદ એક વિજય પરેડ યોજાઈ હતી. આ ઉજવણી દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચતા 11 લોકોના મોત થયા હતા. જ્યારે, ઘણા લોકો ઘાયલ થયા હતા.

ભાગદોડના કારણે 11 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ભાગદોડના કારણે 11 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

છેલ્લી વખત શાહરૂખ, દિશા, શ્રેયા અને કરણે પરફોર્મ કર્યું હતું

IPL 2025ની ઓપનિંગ સેરેમની ઈડન ગાર્ડન્સમાં યોજાઈ હતી. આ કાર્યક્રમને શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો, જ્યારે દિશા પટણી, શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત શાહરૂખ ખાન, વિરાટ કોહલી અને રિંકુ સિંહે પણ સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. સેરેમની પછી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ટુર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ હતી.

મેચ પહેલા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

ભાગદોડની ઘટનાની યાદમાં RCB અને KSCA એ સ્ટેડિયમમાં એક સ્મારક પટ્ટી (મેમોરિયલ પ્લાક) લગાવવાનો અને 11 બેઠકો હંમેશા ખાલી રાખવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકો આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તે 11 લોકોની યાદમાં ક્યારેય વેચવામાં આવશે નહીં. સ્મારક પટ્ટીને સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે લગાવવામાં આવશે, જેથી આ જગ્યા હંમેશા શ્રદ્ધાંજલિનું પ્રતીક બની રહે. આ ઉપરાંત, IPL મેચ પહેલા પીડિતોના નામ પ્રદર્શિત કરવામાં આવશે અને એક મિનિટનું મૌન પણ રાખવામાં આવશે, જેમાં બંને ટીમો ભાગ લેશે.

હાલમાં 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે

એપ્રિલ-મે દરમિયાન પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમાં IPL મેચોનું આયોજન કરનારા રાજ્યો બંગાળ, તમિલનાડુ અને આસામ પણ સામેલ છે. આ જ કારણોસર, હાલમાં 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાનારી 20 મેચોનું જ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

————————————-

IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…

IPLના ઈતિહાસની સૌથી મોટી સીઝન!:આ વખતે 84 મેચનો થશે ‘મહાવિસ્ફોટ’, દરેક ટીમ 16 મેચ રમશે; 28 માર્ચથી શરૂ થશે ચોગ્ગા-છગ્ગાની રમઝટ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. ફાઇનલ 31 મેના રોજ રમાશે. આ IPLની અત્યાર સુધીની સૌથી મોટી સીઝન હશે, જેમાં 10 ટીમો વચ્ચે 84 મેચ રમાશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મુકાબલો બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. વાંચો સંપૂ્ર્ણ સમાચાર…