TB in Women: ટીબી માત્ર ફેફસાંનો રોગ નથી! સ્ત્રીઓ માટે કેમ છે 'સાયલન્ટ કિલર'? જાણો

Last Updated: March 27, 2026By

સ્ત્રીઓમાં ‘સાયલન્ટ કિલર’ બનતો ટીબી: માત્ર ફેફસાં જ નહીં, પ્રજનન અંગો માટે પણ ખતરો બની રહ્યો છે. સામાન્ય રીતે લોકો ટીબીને માત્ર ફેફસાંનો રોગ માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે શરીરના અન્ય અંગોને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં, ટીબી એક ‘સાયલન્ટ કિલર’ તરીકે ઉભરી રહ્યો છે. આ એક બેક્ટેરિયલ ચેપ છે જે હવા દ્વારા ફેલાય છે, પરંતુ જ્યારે તે સ્ત્રીઓના પ્રજનન અંગો સુધી પહોંચે છે, ત્યારે તે વધુ ઘાતક બની જાય છે.

મહિલાઓમાં ટીબીની બીમારી

આરોગ્ય નિષ્ણાતોના મતે, ટીબીનું આ સ્વરૂપ સ્ત્રીઓના પ્રજનન અંગો જેવા કે ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય, અંડાશય અને સર્વિક્સને અસર કરે છે. આમાં સૌથી વધુ જોખમ ફેલોપિયન ટ્યુબને હોય છે. આ રોગ એટલો છૂપો હોય છે કે સ્ત્રીઓને વર્ષો સુધી ખ્યાલ પણ આવતો નથી કે તેઓ આ ગંભીર ચેપનો શિકાર છે.

Infertilityનું મુખ્ય કારણ

જનનાંગ ટીબીની સૌથી ગંભીર અસર સ્ત્રીની પ્રજનન ક્ષમતા પર પડે છે. ફેલોપિયન ટ્યુબમાં ચેપ લાગવાને કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે, જે અંતે વંધ્યત્વનું કારણ બની શકે છે. ઘણા કિસ્સાઓમાં, જ્યારે સ્ત્રી માતા બનવા માટે સારવાર લે છે, ત્યારે નિદાન દરમિયાન ખબર પડે છે કે તેને જનનાંગ ટીબી છે.

આ લક્ષણોને ઓળખો:

  • આ રોગના લક્ષણો ખૂબ જ સામાન્ય હોવાથી ઘણીવાર તેને અવગણવામાં આવે છે.
  • પેલ્વિક (પેડુના ભાગમાં) સતત દુખાવો.
  • માસિક સ્રાવમાં અનિયમિતતા (વધુ પડતો કે ખૂબ ઓછો રક્તસ્રાવ).
  • અસામાન્ય વ્હાઇટ ડિસ્ચાર્જ.
  • સામાન્ય લક્ષણો: હળવો તાવ, રાત્રે પરસેવો, વજન ઘટવું અને ભૂખ ન લાગવી.

ટીબીમાં સાવચેતી અને સારવાર

નબળી રોગપ્રતિકારક શક્તિ, ડાયાબિટીસ અથવા કુપોષણ ધરાવતી સ્ત્રીઓમાં આનું જોખમ વધુ રહે છે. જો સમયસર નિદાન થાય, તો એન્ટિબાયોટિક્સના સંપૂર્ણ કોર્સ દ્વારા આ રોગને જડમૂળથી મટાવી શકાય છે. અધૂરી સારવાર રોગને ફરી ઉથલો મારવાની તક આપે છે, તેથી ડૉક્ટરની સલાહ મુજબ આખો કોર્સ કરવો અનિવાર્ય છે.

આ પણ વાંચો : Lifestyle: વાળ ખરતા અટકાવવા દાદીમાનો અકસીર નુસખો, અઠવાડિયામાં કરો માત્ર 2 કામ