Water therapy: વજન ઘટાડવા અને ગંભીર બીમારીઓથી બચવા માટેનો અકસીર ઉપાય 'વોટર થેરાપી'

Last Updated: March 27, 2026By

COVID-19 મહામારી બાદ લોકો ફિટનેસને લઈને જાગૃત બન્યા છે. હાલમાં અમેરિકામાં ફરી કોરોના મહામારીના પગપેસારો થવાના સમાચારે લોકોની ચિંતા વધારી છે. કોવિડમાં સમજાયું કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી કેટલી મહત્વપૂર્ણ છે. ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવવા હેલ્થ તંદુરસ્ત હોવી જરૂરી છે. ફિટનેસ ફિટ રાખવા અને વજન ઉતારવા આજકાલ ‘વોટર થેરાપી’ ખૂબ ટ્રેન્ડીંગમાં છે.

‘વોટર થેરાપી’ ફિટનેસ રાખશે ફિટ

ફિટનેસ ફિટ રાખવા અસરકારક છે ‘વોટર થેરાપી’. આ થેરાપીને દિનચર્યામાં સામેલ કરવાથી તમે ફિટનેસ જાળવી શકશો. આ વોટર થેરાપી જટિલ લાગે છે, પરંતુ તેનું દરરોજ પાલન કરવું એકદમ સરળ છે. સૌથી અગત્યનું, તે તમારા આખા શરીરને ડિટોક્સિફાય કરે છે. પોતાના લુકને આકર્ષક બનાવવા ફિટ અને ઉર્જાવાન રહેવા તમે ‘વોટર થેરાપી’ ટ્રાય કરી શકો છો. જે એકંદર સ્વાસ્થ્ય માટે જબરદસ્ત ફાયદા પૂરા પાડે છે.

વોટર થેરાપી કેવી રીતે કરવી?

આ થેરાપીનો મુખ્ય નિયમ સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાનો છે. સવારે વહેલા બ્રશ કર્યા વગર અથવા કર્યા પછી તરત જ 4 થી 5 ગ્લાસ (આશરે 1.25 થી 1.5 લિટર) નવશેકું પાણી પીવો. આ પાણીનું સેવન કર્યા બાદ 45 મિનિટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં. દિવસ દરમિયાન જમ્યાના 30 મિનિટ પહેલા અને જમ્યાના 2 કલાક પછી જ પાણી પીવું.

વોટર થેરાપીના મુખ્ય ફાયદા

બોડી ડિટોક્સ કરશે આ થેરાપી. શરીરમાં જમા થયેલા કચરા અને ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે બહુ અસરકારક છે વોટર થેરાપી. તે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જેથી કેલરી વધુ બર્ન થાય છે અને વજન ઉતારવામાં સરળતા રહે છે. આ થેરાપી પાચનમાં સુધારો કરે છે. કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓ દૂર થાય છે. ચમકતી ત્વચા અને લોહી શુદ્ધ થવાથી ચહેરા પર કુદરતી ગ્લો આવે છે અને ખીલની સમસ્યા ઓછી થાય છે. ઉર્જામાં વધારો થાય છે. સવારે પાણી પીવાથી મગજ અને સ્નાયુઓને તરત જ હાઈડ્રેશન મળે છે, જે આખો દિવસ ફ્રેશ રાખે છે.

વોટર થેરાપીમાં રાખો આ સાવચેતીઓ

તમે આ થેરાપીની શરૂઆત કરો ત્યારે સમસ્યા થઈ શકે છે. શરૂઆતમાં ૧.૫ લિટર પાણી પીવું અઘરું લાગી શકે છે, તેથી ધીમે-ધીમે માત્રા વધારવી. ખૂબ ઠંડુ પાણી પીવાને બદલે હંમેશા નવશેકું (Lukewarm) અથવા સામાન્ય તાપમાનનું પાણી વાપરવું. કિડની અથવા હૃદયની ગંભીર બીમારી હોય તેવા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ આ શરૂ કરવું.

આ પણ વાંચો : TB in Women: ટીબી માત્ર ફેફસાંનો રોગ નથી! સ્ત્રીઓ માટે કેમ છે ‘સાયલન્ટ કિલર’? જાણો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )