CSKs Brevis Out for IPL; Dhoni Also Out Two Weeks

Last Updated: March 29, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો ડેવાલ્ડ બ્રેવિસ શરૂઆતની 2-3 મેચમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ રિપોર્ટ મુજબ બ્રેવિસ સાઇડ સ્ટ્રેનથી પીડાઈ રહ્યો છે. એક દિવસ પહેલા એમએસ ધોની પણ બે અઠવાડિયા માટે ટીમમાંથી બહાર થઈ ગયા હતા.

બ્રેવિસની જગ્યાએ સરફરાઝ રમી શકે છે

બ્રેવિસની જગ્યાએ મેથ્યુ શોર્ટ અથવા સરફરાઝ ખાનને તક મળી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ પછી ટીમ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.

ડેવાલ્ડ બ્રેવિસે IPLની 16 મેચમાં 455 રન બનાવ્યા છે.

ડેવાલ્ડ બ્રેવિસે IPLની 16 મેચમાં 455 રન બનાવ્યા છે.

નાથન એલિસ ટીમમાંથી બહાર

ચેન્નઈના ફાસ્ટ બોલર નાથન એલિસ પણ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ સ્પેન્સર જોન્સનને ટીમમાં સામેલ કર્યો છે.

ધોની 3 મેચમાંથી બહાર થઈ શકે છે

જો ધોની પૂરા 2 અઠવાડિયા એટલે કે 14 દિવસ સુધી બહાર રહે છે, તો તે ઓછામાં ઓછી 3 મેચ રમી શકશે નહીં. પૂર્વ કેપ્ટન હાલમાં સ્નાયુઓમાં ખેંચાણને કારણે રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે. CSK તરફથી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને કાફ સ્ટ્રેન, એટલે કે પિંડલીમાં ખેંચાણ છે.

ધોની હાલમાં 44 વર્ષના છે. તેઓ IPL 2026ના સૌથી વૃદ્ધ ખેલાડી છે. ગયા સીઝનમાં ઋતુરાજ ગાયકવાડના ઈજાગ્રસ્ત થયા બાદ તેમને વચ્ચે જ ચેન્નઈની કેપ્ટનશીપ કરવી પડી હતી. તેમણે ટીમને 4માંથી 3 મેચમાં જીત અપાવી હતી.

IPLમાં સૌથી વધુ મેચ રમનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાને છે. તેઓ અત્યાર સુધીમાં 278 મેચ રમી ચૂક્યા છે.

IPLમાં સૌથી વધુ મેચ રમનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાને છે. તેઓ અત્યાર સુધીમાં 278 મેચ રમી ચૂક્યા છે.