Battle for ticket in Vadodara BJP you will be shocked to know the number of contenders per ward maximum 98 contenders in ward-17 | Gujarat News

Last Updated: April 1, 2026By

Vadodara ભાજપમાં ટિકિટ માટે યુદ્ધ , વોર્ડ દીઠ દાવેદારોનો આંકડો જાણીને ચોંકી જશો, વોર્ડ-17 માં સૌથી વધુ 98 દાવેદારો

સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ હોવાના કારણે ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને રસાકસી જોવા મળી રહી છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં દાવેદારોનો જાણે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

વોર્ડ-૧૭ અને ૧૮ માં દાવેદારોની ‘સેન્ચુરી’ જેવી સ્થિતિ

વડોદરાના વિવિધ વોર્ડમાં ટિકિટ માંગનારાઓના આંકડા આશ્ચર્યજનક છે. સૌથી વધુ દાવેદારી વોર્ડ નંબર ૧૭ માં નોંધાઈ છે, જ્યાં કુલ ૯૮ કાર્યકરોએ ટિકિટ માંગી છે. તેની પાછળ તરત જ વોર્ડ ૧૮ માં ૯૬ અને વોર્ડ ૯ માં ૯૫ દાવેદારો મેદાનમાં છે. સત્તાપક્ષ હોવાને કારણે કાર્યકરોને વિશ્વાસ છે કે ભાજપની ટિકિટ એટલે જીતની ગેરંટી, જેના કારણે વોર્ડ દીઠ આટલી મોટી સંખ્યામાં રજૂઆતો થઈ રહી છે.

વોર્ડ પ્રમાણે દાવેદારો ના આંકડા

વોર્ડ 1 માંથી 69 અને વોર્ડ 2 માંથી 75 દાવેદાર છે તો વોર્ડ 4માંથી 61,વોર્ડ 5 માંથી 69 દાવેદાર છે અને વોર્ડ 6માંથી 90 તો વોર્ડ નંબર 8માંથી 82 દાવેદાર છે અને વોર્ડ 9 માંથી 95 તથા વોર્ડ નંબર 16માંથી 41 દાવેદાર છે અને વોર્ડ 17થી કુલ 98 દાવેદાર અને વોર્ડ 18માં 96 દાવેદાર છે.


આવતીકાલે પણ પ્રક્રિયા

આવતીકાલે એટલે કે બીજા દિવસે વોર્ડ ૩, ૧૦, ૭, ૧૧, ૧૫ અને ૧૯ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વોર્ડમાં પણ દાવેદારોની સંખ્યા ૧૦૦ ને વટાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો—    Gujarat BJPનો માસ્ટરપ્લાન, ભાજપના નવા ‘ક્રાઇટેરિયા’ એ અનેક મોટા માથાઓની ઊંઘ ઉડાડી, CECની બેઠકમાં થયા આ કડક નિર્ણયો