Gujarat News: Rush for BJP Tickets in Surat as 6,224 Claims Filed for 120 Seats | Gujarat News

Last Updated: April 4, 2026By

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 10005 બેઠકો ઉપર ચૂંટણી લડવા ભાજપમાં 51 હજારથી વધુ કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે.જેમાં સૌથી વધુ દાવેદાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ છે.આ 30 વોર્ડ ધરાવતા આ મહાનગરમાં 120 બેઠકો છે. જ્યાં નગરસેવક તરીકે ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડવા 6224થી વધુ કાર્યકરોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી કર્યાનું કહેવાય છે.

ત્રણ ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરાશે

બે દિવસમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયતો, 34 જિલ્લા પંચાયતોમાં ઉમેદવારી માટે ભાજપના નિરીક્ષકોએ દાવેદારી-સેન્સ મેળવ્યા બાદ શનિવારથી ઝોન બેઠકોનો આરંભ કર્યો છે. જેમાં અડધા લાખથી વધુ ટિકિટવાંચ્છુઓના દાવાઓના સ્કેનિંગ-સ્કુર્ટિની ચાલી રહ્યાનું જણાવતા ભાજપ મિડીયા સેલના પ્રવક્તાએ કહ્યું કે,શહેરી સંસ્થાઓમાં એક વોર્ડમાં ચાર ઉમેદવારો માટે એકની સામે ત્રણ એમ કુલ 12ની દાવેદારોની પેનલ અલગ તારવાશે.તે જ પ્રમાણે તાલુકા-જિલ્લા પંચાયતોમાં પણ એક બેઠક સામે ત્રણ ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવામાં આવશે.

ચૂંટણી સમિતિમાં ઉમેદવારોની પસંદગી થશે

જેના આધારે 06 એપ્રિલથી ચૂંટણી સમિતિમાં ઉમેદવારોની પસંદગી થશે.8મી એપ્રિલથી મ્યુ. કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતના ફાઈનલ ઉમેદવારોના નામોની જાહેરાત તબક્કાવાર થશે.393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપમાં 51 હજારથી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી છે.જેમાં સૌથી વધુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાવેદારી થઈ છે.આ શહેરમાં 120 બેઠકો સામે 6224ના દાવા મળ્યા છે.જયારે રાજ્યની સૌથી મોટા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકો સામે ભાજપમાંથી 5201એ ચૂંટણી લડવા માટે ઈચ્છા જાહેર કરી છે.જયારે વડોદરામાં 19 વોર્ડમાં 76 બેઠકો માટે પાંચ હજાર આસપાસ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 વોર્ડના 72 બેઠકો સામે 1221એ દાવેદારી કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પાંચ વર્ષમાં CNGના ભાવમાં 31.41 રૂપિયાનો વધારો ઝીંકાયો