KKR vs PBKS IPL 2026: Kolkata Punjab Match Preview
સ્પોર્ટ્સ ડેસ્ક26 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLની 12મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મેચ KKRના હોમ ગ્રાઉન્ડ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7:00 વાગ્યે શરૂ થશે.
આ સિઝનમાં બંને ટીમોની આ ત્રીજી મેચ હશે. જ્યાં કોલકાતાને બંને મેચમાં હાર મળી હતી. જ્યારે, પંજાબે તેની બંને શરૂઆતની મેચ જીતી હતી. ટીમે પ્રથમ મેચમાં ગુજરાતને અને બીજી મેચમાં ચેન્નાઈને હરાવ્યું હતું.
PBKS સામે KKRનો રેકોર્ડ શાનદાર
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધી 35 વખત ટક્કર થઈ છે. આ દરમિયાન કોલકાતાએ 21 અને પંજાબે 13 મેચ જીતી છે. 1 મેચ અનિર્ણાયક પણ રહી છે. ઈડન ગાર્ડન્સમાં બંને ટીમો 14 વખત ટકરાઈ છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાએ 9 અને પંજાબે 4 મેચ જીતી છે. 1 મેચનું પરિણામ આવ્યું ન હતું.

અંગક્રિષે બંને મેચમાં અડધી સદી ફટકારી
કોલકાતા માટે આ સિઝનમાં કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અંગક્રિષ રઘુવંશીએ અત્યાર સુધી 2 મેચમાં 103 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 177.58 રહ્યો છે અને તેમણે 2 અડધી સદી પણ ફટકારી છે, જે તેમની શાનદાર ફોર્મને દર્શાવે છે. જ્યારે બોલિંગમાં બ્લેસિંગ મુજરબાનીએ 2 મેચમાં 4 વિકેટ લીધી છે. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2/27 રહ્યું છે, જોકે તેમની ઇકોનોમી 10.71ની છે.

વૈશાખે 2 મેચમાં 5 વિકેટ લીધી
પંજાબ માટે કૂપર કોનોલી બેટથી શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. તેણે 2 મેચમાં 108 રન બનાવ્યા છે અને 163.63ના શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. બોલિંગમાં વિજયકુમાર વૈશાખે મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 2 મેચમાં 5 વિકેટ ઝડપી છે.

કોલકાતામાં સિઝનની બીજી મેચ
ઈડન ગાર્ડન્સની પિચ બેટિંગ માટે ખૂબ સારી છે. શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળી શકે છે. કોલકાતામાં IPLની અત્યાર સુધી 101 મેચ રમાઈ છે. તેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 43 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરનારી ટીમને 57 મેચમાં જીત મળી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 262/2 છે, જે પંજાબ કિંગ્સે 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બનાવ્યો હતો.
કોલકાતામાં આ સિઝનમાં એક મેચ રમાઈ છે. તે મેચમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 226 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 16 ઓવરમાં 161 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
આજે કોલકાતામાં 57% વરસાદની સંભાવના
સોમવારે કોલકાતામાં સવારના સમયે હળવા ધુમ્મસ સાથે સૂર્યપ્રકાશ નીકળી શકે છે, જેના કારણે આકાશ થોડું ધૂંધળું દેખાશે. દિવસ વધવાની સાથે ગરમીનો અનુભવ થશે, પરંતુ બપોર પછી હવામાન અચાનક પલટો લઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. એક્યુવેધર મુજબ, વરસાદની 57% સંભાવના છે. તાપમાન 24 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-12
કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની, ફિન એલન.
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રિયાંશ આર્ય.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


