Weight loss drugs are harmful to bones know what health experts say | Gujarat News

Last Updated: April 6, 2026By

આજના સમયમાં સ્થૂળતા એક મોટી સમસ્યા બની છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે મેદસ્વીપણાથી છુટકારો મેળવવા લોકો શોર્ટ રસ્તા અપનાવા લાગ્યા છે. ઇન્સ્ટન્ટ સમયમાં લોકોને દરેક વસ્તુનો તાત્કાલિક ઉપાય જોઈએ છીએ. અને એટલે જ  વજન ઘટાડવાની દવાઓ વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. વજન ઘટાડવા માટે GLP-1 ઇન્જેક્શન લોકો લેવા લાગ્યા છે .સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોમાં આ ટ્રેન્ડ વ્યાપકપણે ફેલાયેલો જોવા મળ્યો. પરંતુ વજન ઘટાડવા લેવાતી આ દવાઓ સ્વાસ્થ્યને નુકસાન કરતું હોવાનું સામે આવ્યું છે. ફેમસ હેલ્થ એક્સપર્ટે દાવો કર્યો છે કે વજન ઘટાડતી દવા હાડકાંને નબળા પાડે છે.

વજન ઘટાડવાની GLP-1 દવા હાડકાં પર અસર કરે છે, એક્સપર્ટ

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, GLP-1 દવાઓ જૈવિક રીતે હાડકાં તોડવાનું કામ કરતી નથી. હાડકાની ઘનતા (Bone Density) માં થતો ઘટાડો એ દવાની આડઅસર નથી, પરંતુ ઝડપથી વજન ઘટવાની પ્રક્રિયાનું પરિણામ છે. જ્યારે શરીરનું વજન ખૂબ ઝડપથી ઘટે છે, ત્યારે હાડકાં પરનો ‘મિકેનિકલ લોડ’ ઓછો થઈ જાય છે, જે તેમની મજબૂતાઈ પર અસર કરી શકે છે. વર્ષ 2024માં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ, 72 અઠવાડિયા સુધી વજન ઘટાડવાની દવા લેનારા લોકોના હિપ બોન (થાપાના હાડકા) ની ઘનતામાં માત્ર 1-2% નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

વજન ઘટાડવામાં હાડકાંની મજબૂતાઈ અને સ્વાસ્થ્યનું રાખો ધ્યાન

જો તમે વજન ઘટાડવાનો સંર્ઘષ કરતા હોવ તો હાડકાં અને સ્નાયુઓને સુરક્ષિત રાખવા આટલું કરો. વજન ઘટાડતી વખતે કસરત અને વજન ઉપાડવાની ટ્રેનિંગ લેવી જરૂરી છે. આનાથી હાડકાં પર જરૂરી દબાણ આવે છે અને તે મજબૂત બને છે. સ્નાયુઓને બચાવવા શરીર માટે જરૂરી પ્રોટીન લેવું જોઈએ. ચાલવું, દોડવું કે કૂદવા જેવી પ્રવૃત્તિઓ હાડકાના કોષોને સક્રિય રાખવામાં મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે GLP-1 જેવી દવાઓ હાડકાં માટે જોખમી નથી, પરંતુ વજન ઘટાડવાની તમારી પદ્ધતિ વૈજ્ઞાનિક હોવી જોઈએ. યોગ્ય આહાર અને કસરત સાથે વજન ઘટાડવું એ જ હાડકાંના સ્વાસ્થ્યની ચાવી છે.

આ પણ વાંચો : સવારે જાગતાની સાથે જ માથું કેમ દુખે છે? જાણો તેના પાછળના કારણો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )