Battle for BJP Tickets in Surat Municipal Elections, Candidate Lobbying Reaches Gandhinagar | Gujarat News

Last Updated: April 6, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપની ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. ત્યારે સુરતમાં ટિકિટ માટે દાવેદારોમાં ઉત્તેજના જોવા મળી છે. સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ છેક ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કરી દેવાયું છે. પોતાનું નામ ફાઈનલ કરવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પક્ષ દ્વારા કેટલીક શરતો રાખી હોવા છતાં ઉમેદવારોમાં પડાપડી જોવા મળી રહી છે.

કોનું નામ પેનલમાં રખાયું અને કોનું કપાયું તેની ચર્ચા શરૂ

સુરતમાં ભાજપમાં કયા વોર્ડમાંથી કોનું નામ પેનલમાં રખાયું અને કોનું કપાયું છે તેની ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આગામી 8થી 9 એપ્રિલ સુધીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામો અંગે ચર્ચાઓ કરાશે. ત્યાર બાદ ચૂંટણી સમિતિ દ્વારા નામો ફાઈનલ કરાશે અને તેની જાહેરાત કરાશે.

50 ટકાથી વધુ નવા ચહેરાને સ્થાન

ભાજપ દ્વારા 50 ટકાથી વધુ નવા ચહેરાને પ્રાધાન્ય અપાશે. 30 ટકા રિપીટ થિયરીનો અમલ થશે. 20 ટકા સંપૂર્ણ નવા ચહેરાને સ્થાન મળશે. આવતી કાલથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. સતત ત્રણ દિવસ સુધી આ બેઠક ચાલશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચાઓ થશે. ત્યાર બાદ ઉમેદવારોના નામ નક્કી થશે અને તબક્કાવાર નામોની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gandhinagar : સ્થાનિક સ્વરાજની શાંતિપૂર્ણ ચૂંટણી માટે DGP એક્શનમાં, હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓ સામે કડક પગલાં લેવા આદેશ