Gujarat News: વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટો અને ટિકિટ ફાળવણી દરમિયાન ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણી દરમિયાન ભારે ખેંચતાણ જામી છે. વાવ થરાદમાં ભાજપે 17 નવા ચહેરાને સ્થાન આપ્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને 15 મહિલાઓને ટિકિટ આપી છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શારદાબેન આસલને ટિકિટ
વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શારદાબેન આસલને ટિકિટ ફાળવી છે. ખીમાણાવાસ બેઠક પરથી કલાભાઈ મકવાણા રિપીટ કરાયા છે.દિયોદરમાં MLA કેશાજી ચૌહાણના વેવાઈને ટિકિટ આપવામાં આવી છે. વાવના રામપુરા ગામના ગોમતીબેન ચૌધરી અગાઉ ભાભરતાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. વાવના ખીમાણાવાસ બેઠક ઉપરથી કલાભાઈ મકવાણાને રીપીટ કરાયા છે.ધરણીધરના ચોથા નેસડા બેઠક ઉપરથી બબીબેન ઘેગાભાઈ પરમારને રીપીટ કરાયા છે.
રૈયા બેઠકના ઉમેદવાર જગદીશ ચૌધરીને ટિકિટ
ભવાનજી બાબુજી ચૌહાણ અગાઉ તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે.રૈયા બેઠકના ઉમેદવાર જગદીશ ચૌધરીને પણ ઉમેદવાર બનાવ્યા છે. જગદીશ ચૌધરી તાલુકા ભાજપ મહામંત્રી અને માર્કેટયાર્ડ અને તાલુકા સંઘમાં ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.સુઈગામ બેઠક ઉપરથી દુધાજી રાજપુતની પસંદગી કરવામાં આવી છે. દુધાજી બનાસ બેંકના પૂર્વ ડિરેક્ટર અને કિસાન મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લાખણીની પાંચ બેઠકોમાંથી બે મહિલા ઉમેદવારોને રીપીટ કરાયા બે નવા ચહેરા અને એક સક્રિય સભ્યને તક અપાઇ છે.
આ પણ વાંચોઃ Gujarat News: ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 અને વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

