Diabetes This common change in the body is a sign of diabetes | Gujarat News
ડાયાબિટીસ એક સમયે ઉંમર સાથે થતો રોગ માનવામાં આવતો હતો. જોકે, બદલાતી જીવનશૈલી, તણાવ અને ખાવાની આદતોને કારણે, આ સમસ્યા નાની ઉંમરે પણ વધી રહી છે. યુવાનોમાં અચાનક ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. જો બીમારીને પ્રારંભિક તબક્કામાં ઓળખી શકાય તો ગંભીર સ્થિતિથી બચી શકાય છે. શરીરમાં થતા આ સામાન્ય ફેરફાર ડાયાબિટીસ બીમારી હોવાનો સંકેત આપે છે.
શરીરમાં સામાન્ય ફેરફાર ડાયાબિટીસ બીમારીનો સંકેત
શરીરમાં જયારે તમને કોઈ ઇજા થાય અને તેના ઘા જલદી ના રૂઝાય તો ડાયાબિટીસના સંકેતનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું હોય છે, ત્યારે રક્તવાહિનીઓ નબળી પડી જાય છે, જેના કારણે યોગ્ય રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે. આનાથી નાના ઘાને પણ રૂઝવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. આને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો થવાનો સંકેત માનવો જોઈએ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

