Local Body Elections 2026: રાજકોટમાં નારાજગીનો લાવા શાંત કરવા પ્રદેશ પ્રમુખની એન્ટ્રી, પૂર્વ કોર્પોરેટરોમાં ભારે રોષ

Last Updated: April 11, 2026By

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ રાજકોટ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ ફાળવણીમાં અવગણના અને પરિવારવાદના આક્ષેપો વચ્ચે પાર્ટીનો આંતરિક કલહ હવે રસ્તા પર આવી ગયો છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

પરિવારવાદ અને ટિકિટ કપાતા અસંતોષ

રાજકોટમાં અનેક પૂર્વ મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓએ પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટની માંગણી કરી હતી. પક્ષે કેટલાક નેતાઓના પરિવારજનોને ટિકિટ આપી છે, જ્યારે અન્યની માંગણી ફગાવી દેતા નારાજગી વકરી છે. ખાસ કરીને વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટિકિટ કપાતા અનેક આગેવાનો હવે પક્ષ સામે બાયો ચડાવવાના મૂડમાં છે.

ચૂંટણીમાં નુકસાનની ભીતિ

નારાજ કાર્યકરોની આ નારાજગી ચૂંટણીમાં પક્ષને મોટું નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રદેશ નેતૃત્વએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને સીધું મેદાનમાં ઉતરવું પડ્યું છે. જગદીશ વિશ્વકર્મા આવતીકાલે રાજકોટમાં સ્થાનિક નેતાઓ અને નારાજ થયેલા કાર્યકરો સાથે બેઠક યોજીને તેમને મનાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Local Body Elections 2026: થરાદ નગરપાલિકાની સાત બેઠકો માટે 97 ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન!