Surat “Mini India” Poll Battle: BJP Fields 27 Migrant Candidates in Civic Elections | Gujarat News
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની મુદત પૂરી થવાની સાથે જ હવે ચૂંટણીનો માહોલ બરાબર જામશે.રાજકીય પક્ષોની સાથે મતદારો, કાર્યકરોમાં હવે મતદાન અને પરિણામો મુદ્દે થનગનાટ શરૂ થશે. દરમિયાન આગામી 26 એપ્રિલે મિની ભારત ગણાતા સુરતમાં ‘મીની ભારત’ જેવો જ ચૂંટણીજંગ ખેલાશે. 30 વર્ષથી શાસક પક્ષ તરીકે કાર્યરત ભાજપે આ વખતે 27 પરપ્રાંતિયોને ટિકિટ આપી છે. 35 ઓબીસી ઉમેદવારો સાથે 14 મરાઠી, 6 ઉત્તર ભારતીય, 8 રાજસ્થાની ઉમેદવારો પણ ચૂંટણી લડશે.
2026માં 27 જેટલા પરપ્રાંતીયોને ટિકિટ આપી
ભાજપે શુક્રવારે મોડી રાત્રીએ જાહેર કરેલી 120 ઉમેદવારોની યાદીમાં 37ને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણી 2021માં ભાજપે 93 જીત કબજે કરી હતી. તે પૈકી 37ને રિપીટ કરાયા હોય 56 કોર્પોરેટરોની સીધી બાદબાકી કરી દેવામાં આવી છે. પૂર્વ મેયર હેમાલી બોધાવાલા, શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયૂર ચપટવાલા સહિતઓને ટિકિટ અપાઈ નથી. સમીકરણોની આટીઘૂંટીમાં અનેકની ટિકિટ કપાઈ ગઇ છે. બીજી બાજુ ભાજપે 2021માં 26 સામે ચાલુ વર્ષે 2026માં 27 જેટલા પરપ્રાંતીયોને ટિકિટ આપી છે. મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર-23થી 30 મળીને એટલે કે 8 વોર્ડ મળીને 14 મરાઠી ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

