Local Body Election 2026 : તારાપુર શહેરી વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, ફલેગ માર્ચ પણ યોજવામાં આવી

Last Updated: April 13, 2026By

આગામી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકા ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને તારાપુર શહેરમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન રીતે પાર પડે તે માટે તારાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વિશેષ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

સાંજે 5.30થી 6 વાગ્યા સુધી ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું

પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરીને લોકોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સાંજે 5.30થી 6 વાગ્યા સુધી ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલા આ ફ્લેગ માર્ચમાં પોલીસ દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હતો.

ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવી અપેક્ષા

પોલીસે શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવશે તેવું પણ સ્પષ્ટ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી દરમિયાન શાંતિ જાળવે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરે. તારાપુરમાં હાથ ધરાયેલા આ સઘન પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચથી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Local Body Elections 2026 : વાવ-થરાદ નપામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ