GT CSK IPL 2026 Match Venue Change Ahmedabad Chennai

Last Updated: April 13, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. હવે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાનારી બે મેચની તારીખો અરસપરસ બદલી દેવામાં આવી છે.

હકીકતમાં, ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી મેચના આયોજનમાં કોઈ મુશ્કેલી ન આવે.

અમદાવાદને બદલે હવે ચેન્નઈમાં રમાશે 26 એપ્રિલની મેચ

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે 26 એપ્રિલે રમાનારી મેચ હવે અમદાવાદને બદલે ચેન્નઈમાં રમાશે. પહેલા આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તેને ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં ખસેડવામાં આવી છે.

જોકે, મેચના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ મુકાબલો પહેલાની જેમ બપોરે 3:30 વાગ્યે જ રમાશે.

21 મેના રોજ અમદાવાદમાં રમાશે બીજી મેચ

જ્યારે, 21મીએ ચેન્નઈ અને ગુજરાત વચ્ચે રમાનારી બીજી મેચ ચેન્નઈને બદલે અમદાવાદમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ફેરફારની પુષ્ટિ કરી છે.

ગુજરાતમાં 26 એપ્રિલે નગરપાલિકા ચૂંટણી

BCCIએ જણાવ્યું કે આ ફેરફાર એટલા માટે જરૂરી હતો કારણ કે 26 એપ્રિલ 2026ના રોજ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં નગરપાલિકા ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ દળની તૈનાતી એક મોટો પડકાર હોય છે.

મેચ માટે હજારોની સંખ્યામાં ચાહકો એકઠા થાય છે, આવા સમયે ચૂંટણી ફરજ અને મેચની સુરક્ષા એકસાથે સંભાળવી વહીવટીતંત્ર માટે મુશ્કેલ બનત. આને ધ્યાનમાં રાખીને, BCCIએ ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો.