Vadodara BJP unopposed in Shinor Taluka Panchayat Congress candidates form cancelled over toilet issue | Gujarat News
વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતની શિનોર-1 બેઠક પર મોડી રાત્રે ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના કડક નિયમોના પાલનને કારણે કોંગ્રેસના ઉમેદવાર રમેશ વસાવાનું ફોર્મ રદ થતા ભાજપના છાવણીમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર
શિનોર-1 બેઠક પર ભાજપના પ્રમોદ પૂનમ વસાવા અને કોંગ્રેસના રમેશ બચુ વસાવા વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, ભાજપના ઉમેદવાર દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે કોંગ્રેસના ઉમેદવાર રમેશ વસાવાના રહેણાંક સ્થળે શૌચાલયની સુવિધા નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

