Palanpur Election Twist: Congress Candidate Refuses to Withdraw; BJP Forced into 3-on-1 Battle in Ward No. 1 | Gujarat News
Local body election: પાલનપુરમાં વોર્ડ નંબર-1માં ભાજપના 3 ઉમેદવાર કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સામે ચૂંટણી લડશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ પરત ખેંચ્યા હતાં. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ દ્વારા ફોર્મ ખેંચવા માટે કરાયેલી કસરત પર પાણી ફરી વળ્યું હતું.વોર્ડ નંબર 1 માંથી અગાઉ કોંગ્રેસના અશોક જોષી, આરતી ઠાકોર અને આશિષ પઢિયારે ફોર્મ પાછાં ખેંચ્યાં હતા. પરંતુ લતાબેન સોલંકી સામાન્ય સીટ પર ફોર્મ ભરી ચૂંટણી લડતા હોવાથી તેમણે ફોર્મ પરત ખેંચ્યું નહોતું. વોર્ડ નંબર એક પર હવે કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સામે ભાજપના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડશે.
ત્રણ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા
ભાજપના ત્રણ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતાં. જોકે વોર્ડ નંબર એકમાં સામાન્ય સીટ પર ભાજપના દશરથસિંહ, અંકુર જોશી અને મીતાબેન સોનીને કોંગ્રેસના લતાબેન સામે સામાન્ય સીટ હોવાથી ચૂંટણી લડવી પડશે. આ બેઠક પર સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારની હાર થશે. જ્યારે ત્રણ ઉમેદવારો જીતી જશે. 2 સામાન્ય અને એક સ્ત્રી સામાન્ય બેઠકો હોવાથી ભાજપના 3 ઉમેદવારો અને કોંગ્રેસના 1 ઉમેદવાર સામે ચૂંટણીનો જંગ ખેલાશે. ચારેય ઉમેદવારોમાંથી જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે તે હારેલા ઉમેદવાર ગણાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

