Gujarati News | Breaking News in Gujarati | ગુજરાતી સમાચાર

Last Updated: April 16, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ફોર્મ પરત ખેંચાયાની પ્રક્રિયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. બીજી બાજુ રાજકીય પક્ષોની સભાઓ ગાજી રહી છે. ત્યારે કડીમાં ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે સરખાવ્યા હતાં. જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ધાકથી લુખ્ખાઓ શાંત થયા હોવાનો તેમણે દાવો કર્યો હતો.

[[$googlead]]

ભાજપ સરકારની ધાકથી ગુંડાઓ ફફડી ઉઠ્યા

કડીમાં ચૂંટણીસભામાં સંબોધન કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના રાહુલ ગાંધી હજી સુધી અયોધ્યામાં રામ મંદિરે ગયા નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ પણ કોંગ્રેસના નેતાઓ આવ્યા નથી. કડીમાં ફોર લેન રોડ અને નર્મદાના નીર ભાજપની સરકારે પહોંચાડ્યા છે. સરકારે એવો વિકાસ કર્યો છે કે, કડીમાં જમીનોના ભાવ કરોડોમાં પહોંચ્યા છે. ભાજપ સરકારની ધાક એવી વધી છે કે ગુંડાઓ પણ ફફડી ઉઠ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ધાકથી લુખ્ખા તત્વો શાંત થયા છે.આચારસંહિતાનો ભંગ કરનાર ગમે તેટલો શક્તિશાળી હશે તો પણ પોલીસ કડક પગલાં લેશે.

ભૂપેન્દ્ર પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા

નીતિન પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા છે. ખોટું કરનારને છોડવામાં નહીં આવે. ભાજપની ફૂલ ગેરંટી સામે કોંગ્રેસની નો ગેરંટી છે. 60 વર્ષ રાજ કરનારો પક્ષ ‘રમણભમણ’ થઈ ગયો છે.રોજ સેંકડો લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે.આખું કડી ગુજરાતમાં છવાઈ ગયું છે. તેમણે વિપક્ષના ઉમેદવારો પર મતદારોને સાડીઓ અને પૈસા વહેંચતા હોવાનો આરોપ લગાવ્યો છે.જનતાએ નક્કી કરવાનું છે કોને પસંદ કરવા.કડી નગરપાલિકામાં ભાજપનો ઇતિહાસ લખાયો છે 36માંથી 28 બેઠકો પર બિનહરીફ વિજય થયો છે. 

[[$alsoread]]

આ પણ વાંચોઃ Local Body Elections 2026: કોંગ્રેસના ગઢમાં જ ગાબડું, પાલનપુરના વોર્ડ નં. 4 માં લાગ્યા કોંગ્રેસ વિરોધી બેનર