સ્પૉટિફાઇએ એક વર્ષમાં 7.5 કરોડ સ્પામ ટ્રેક હટાવ્યા:AI મ્યુઝિકનો ખતરો; રોજ 50 હજાર ટ્રેક રિલીઝ, વર્ચ્યુઅલ બેન્ડ્સના 10 લાખ શ્રોતાઓ
AIથી હવે ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી સેકન્ડ્સમાં ગીત તૈયાર થઈ રહ્યું છે અને તેને કોઈપણ અસલી સિંગરના નામથી અપલોડ કરી શકાય છે. આનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો માત્ર વ્યુઝ જ નથી મેળવી રહ્યા, પરંતુ રોયલ્ટી પણ કમાઈ રહ્યા છે. ગાર્ડિયન ન્યૂઝપેપર અનુસાર, સ્પોટિફાઇ પર AI દ્વારા બનાવવામાં આવેલા નકલી કલાકારોની વધતી સંખ્યા હવે એક મોટા ઉદ્યોગ સંકટમાં ફેરવાઈ ગઈ છે. અનુમાન છે કે કુલ સ્ટ્રીમ્સમાં 5% થી 10% સુધી નકલી છે, જેનાથી દર વર્ષે 1 થી 2 અબજ ડોલર સુધીની રોયલ્ટી ખોટી દિશામાં જતી રહે છે. આ રીતે બની રહ્યા છે AIથી ગીતો AI ટૂલ (જેમ કે Suno, Udio) થી ગીત તૈયાર થઈ જાય છે. ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પ્લેટફોર્મ પર અપલોડ થાય છે. અસલી કલાકારનું નામ ટેગ કરી દે છે અને એલ્ગોરિધમ તેને તે જ કલાકારના ચાહકો સુધી પહોંચાડે છે. આનાથી નકલી ગીતોને વ્યુઝ મળે છે. ધ વેલ્વેટ સનડાઉન – AI બેન્ડના લાખો ચાહકો ‘ધ વેલ્વેટ સનડાઉન’ નામના બેન્ડના સ્પોટિફાઈ પર 10 લાખ લિસનર્સ છે. તેણે પોતે સ્વીકાર્યું છે કે તેનું મ્યુઝિક, પ્રમોશનલ ઈમેજ અને અહીં સુધી કે તેની આખી બેકસ્ટોરી પણ AI દ્વારા બનાવવામાં આવી છે. સમસ્યા – દરરોજ 50 હજાર AI નિર્મિત ગીતો અપલોડ થઈ રહ્યા છે મ્યુઝિક પ્લેટફોર્મ ડીઝર પર દરરોજ 50 હજાર AI નિર્મિત ગીતો અપલોડ થાય છે. જ્યારે સ્પોટિફાઈએ 7.5 કરોડ સ્પામ ટ્રેક હટાવ્યા છે. એપલ મ્યુઝિકે 2 અબજ નકલી સ્ટ્રીમ્સને બ્લોક કર્યા છે. સમાધાન – પ્લેટફોર્મ્સમાં આર્ટિસ્ટ પ્રોટેક્શનની તૈયારી વધી સ્પોટિફાઈ પોતાના પ્લેટફોર્મમાં Artist Profile Protection ટેસ્ટ કરી રહ્યું છે. એપલ મ્યુઝિકે AI કન્ટેન્ટ માટે ટ્રાન્સપરન્સી ટેગ શરૂ કર્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

