PBKS Sets IPL 2026 Record; LSG Changes Opener

Last Updated: April 20, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

IPLની 29મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. મુલ્લાંપુરમાં PBKSએ 19મી સિઝનનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો. LSGએ ઓપનિંગ કોમ્બિનેશન બદલ્યું. જ્યારે એડન માર્કરમે એક ઓવરમાં 32 રન ખર્ચ કર્યા, તેમની ઓવરમાં પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ 5 સિક્સર ફટકારી.

પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો. પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીની વિસ્ફોટક બેટિંગે લખનઉના બોલરોને લાચાર કરી દીધા હતા.

પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ ત્રીજી વિકેટ માટે માત્ર 80 બોલમાં 182 રનની તોફાની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ પંજાબ કિંગ્સના ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. પ્રિયાંશ આર્યએ માત્ર 37 બોલમાં 93 રન (4 ચોગ્ગા, 9 સિક્સર) ફટકાર્યા હત. કૂપર કોનલીએ 46 બોલમાં 87 રન (8 ચોગ્ગા, 7 સિક્સર) બનાવ્યા હતા.

PBKS vs LSG: મોમેન્ટ્સ

પંતે DRS ન લીધો, વિકેટની તક ગુમાવી બીજી ઓવરમાં પંજાબના કૂપર કોનોલી LBW થવાથી બચી ગયા. મોહસિન ખાનની ફુલ લેન્થ બોલ પર કોનોલી ફ્લિક કરવા માંગતા હતા, પરંતુ ચૂકી ગયા અને બોલ તેમના પેડ્સ સાથે અથડાયો. LBWની અપીલ થઈ, પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો.

પંતે ઘણું વિચાર્યા પછી પણ રિવ્યુ ન લીધો. રિપ્લે પરથી જાણવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પ પર લાગી રહ્યો હતો, જો તેઓ રિવ્યુ લેત તો વિકેટ મળી જાત. કોનોલીએ તેનો ફાયદો ઉઠાવ્યો અને 87 રનની ઇનિંગ રમી દીધી.

કૂપર કોનોલી બીજી ઓવરમાં પેવેલિયન પરત ફરવાથી બચી ગયા.

કૂપર કોનોલી બીજી ઓવરમાં પેવેલિયન પરત ફરવાથી બચી ગયા.

માર્કરમે 32 રનની ઓવર ફેંકી 13મી ઓવરમાં કૂપર કોનોલીએ એડન માર્કરમ સામે સતત 3 છગ્ગા ફટકાર્યા. તેણે પહેલા, બીજા અને ત્રીજા બોલ પર છગ્ગા ફટકાર્યા. આ જ ઓવરમાં પ્રિયાંશ આર્યએ છેલ્લા બે બોલ પર સતત બે છગ્ગા માર્યા. માર્કરમની આ ઓવરમાં 32 રન બન્યા.

માર્કરમ LSG માટે એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર પણ બની ગયા. તેમના પહેલા 2022માં રવિ બિશ્નોઈએ RCB સામે 27 રન ખર્ચ કર્યા હતા. આ પ્લેઓફનો એલિમિનેટર મુકાબલો હતો, જે કોલકાતામાં રમાયો હતો.

એડન માર્કરમે 32 રનની ઓવર ફેંકી.

એડન માર્કરમે 32 રનની ઓવર ફેંકી.

પ્રિયાંશ-કોનોલીએ શ્રેષ્ઠ ભાગીદારી કરી પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ બીજી વિકેટ માટે 182 રનની ભાગીદારી કરી. આ સિઝનની શ્રેષ્ઠ ભાગીદારી રહી. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને 148 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ કોલકાતા સામે આ રન બનાવ્યા હતા.

પ્રિયાંશ અને કોનોલીએ તેમની ભાગીદારીમાં મળીને 16 છગ્ગા લગાવ્યા. PBKS તરફથી IPL ઇતિહાસમાં ત્રીજી વાર જ 150 પ્લસ રનની ભાગીદારી થઈ. આ પહેલા કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે 183 રન જોડ્યા હતા. જ્યારે 2011માં એડમ ગિલક્રિસ્ટ અને શોન માર્શ 206 રનની ભાગીદારી કરી ચૂક્યા છે.

પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ 182 રનની ભાગીદારી કરી.

પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ 182 રનની ભાગીદારી કરી.

પંજાબનો સિઝનનો શ્રેષ્ઠ સ્કોર પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા 254 રન બનાવ્યા. આ 19મી IPL સિઝનનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો. આ પહેલા બેંગલુરુએ ચેન્નઈ સામે 250 રન બનાવ્યા હતા. RCBની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ 240 રન બનાવ્યા છે. PBKS અને RCB હાલમાં પોઈન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમો છે અને બંનેએ જ ગત સિઝનની ફાઇનલ રમી હતી.

પંજાબ કિંગ્સે 254 રન બનાવ્યા.

પંજાબ કિંગ્સે 254 રન બનાવ્યા.

લખનઉએ ઓપનિંગ કોમ્બિનેશન બદલ્યું લખનઉ સુપરજાયન્ટ્સે પોતાનું ઓપનિંગ કોમ્બિનેશન બદલી નાખ્યું. મિચેલ માર્શ સાથે એડન માર્કરમની જગ્યાએ આયુષ બડોનીએ ઇનિંગ્સની શરૂઆત કરી. ટીમ આ પહેલા રિષભ પંત પાસેથી પણ ઓપનિંગ કરાવી ચૂકી છે. બડોની 35 રન બનાવીને આઉટ થયા, તેમણે માર્શ સાથે 61 રનની ભાગીદારી કરી.

મિચેલ માર્શ સાથે આયુષ બદોની ઓપનિંગ કરવા ઉતર્યા.

મિચેલ માર્શ સાથે આયુષ બદોની ઓપનિંગ કરવા ઉતર્યા.

શશાંક સિંહે પૂરનનો કેચ છોડ્યો 14મી ઓવરમાં નિકોલસ પૂરનને જીવનદાન મળ્યું. ઓવરના પાંચમા બોલ પર યુઝવેન્દ્ર ચહલે ગુડ લેન્થ પર ગુગલી ફેંકી. પૂરને મોટો શોટ રમ્યો, પરંતુ બોલ લોંગ ઓન બાઉન્ડ્રી તરફ હવામાં ઉછળ્યો. શશાંક બોલ નીચે આવ્યો, પરંતુ કેચ પકડી શક્યો નહીં. જીવનદાન મળ્યું ત્યારે પૂરન 9 રનના સ્કોર પર હતો, તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને આગલી જ ઓવરમાં માર્કો યાનસનનો શિકાર બન્યો.

શશાંકે 18મી ઓવરમાં એડન માર્કરમ અને 19મી ઓવરમાં મુકુલ ચૌધરીનો કેચ પણ છોડ્યો.

નિકોલસ પૂરન 9 રન બનાવીને આઉટ થયા.

નિકોલસ પૂરન 9 રન બનાવીને આઉટ થયા.