BJP MP Mitesh Patel allegedly warns voters about denying grants if Congress wins | Gujarat News
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાનનો દિવસ જેમ નજીક આવી રહ્યો છે તે આક્ષેપોની સામે પ્રતિઆક્ષેપો અને ધાક-ધમકી, ચિમકીની આક્રમતા વધી રહી છે. ભાજપમાંથી આણંદના સાંસદ જિલ્લા પંચાયલના ઉમેદવારોની પ્રચાર સભામાં જાહેર મંચ ઉપરથી “જો અહીં આંકલાવમાંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો તેને એક રૂપિયાની માન્ટ નહી મળે કહેતા રાજનીતિ ગરમાઈ છે.
ચૂંટણી આયોગમાં જાહેર ધમકી આપવા મુદ્દે ફરિયાદ
કોંગ્રેસે ભાજપના આ સાંસદ સામે ચૂંટણી આયોગમાં જાહેર ધમકી આપવા મુદ્દે ફરિયાદ કરી છે અને રવિવારે મતદારો તેનો જવાબ આપશે એમ કહ્યું છે.આંકલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપની પ્રચાર સભાને સંબોધતા લોકસભાના સાંસદ મિતેષ પટેલે અહીંના કોંગ્રેસના ઉમેદવારોને તો વોશઆઉટ કરીશુ. પણ જો કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારને ગ્રાન્ટ આપવામાં નહી આવે તેમ કહ્યું હતુ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

