Rajinikanth Kamal Haasan; Tamil Nadu Election 2026 Voting Photos | Vijay TVK
1 કલાક પેહલા
- કૉપી લિંક
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર અને તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે તમિલનાડુના ચેન્નાઈમાં રજનીકાંત, કમલ હાસન, ધનુષ સહિત અનેક સેલેબ્સે મતદાન કર્યું.
સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK), તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તમામ 234 બેઠકો પર એકલા ચૂંટણી લડી રહી છે. વિજય પોતે પેરમ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વમાંથી ચૂંટણી લડવા માટેના ઉમેદવાર છે.
જુઓ મતદાન કરવા પહોંચેલા સેલેબ્સની ઝલક-

થલાપતિ વિજય તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો પરથી ઉમેદવાર છે.

ચેન્નઈમાં રજનીકાંત પોએસ ગાર્ડન સ્થિત પોતાના ઘરેથી નીકળીને સ્ટેલા મેરિસ સ્કૂલના પોલિંગ બૂથ પહોંચ્યા અને મતદાન કર્યું.

કમલ હાસન ચેન્નઈના અલવરપેટ સ્કૂલમાં દીકરી શ્રુતિ હાસન સાથે વોટ આપવા પહોંચ્યા.

‘વેડાલમ’ ફેમ એક્ટર અજીતે ચેન્નઈના તિરુવનમિયુર સ્થિત એક મતદાન કેન્દ્ર પર પહોંચીને મત આપ્યો.

સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ તૃષા કૃષ્ણને ચેન્નઈના પોલિંગ સ્ટેશનમાં મત આપ્યો. હાલમાં તે થલાપતિ વિજય સાથેના કથિત અફેરના કારણે ચર્ચામાં છે.

સાઉથ સ્ટાર ધનુષ મત આપવા માટે ચેન્નઈના એક પોલિંગ સ્ટેશન પર પહોંચ્યો.

એક્ટર પ્રભુએ ચેન્નઈના ટી. નગરમાં ઠક્કર બાપા વિદ્યાલય મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.

વોટિંગ પછી એક્ટર પ્રભુ દીકરા વિક્રમ પ્રભુ અને પરિવાર સાથે પોઝ આપ્યા.

એક્ટર-સિંગર ધ્રુવ વિક્રમે ચેન્નઈના એક પોલિંગ સ્ટેશન પર મત આપ્યો.

એક્ટર અને ફિલ્મમેકર સત્યરાજે (બાહુબલી ફેમ કટપ્પા) ચેન્નઈમાં મત આપ્યો.

એક્ટર વીટીવી ગણેશે પણ મત આપ્યો.

એક્ટર મેથ્યુ વર્ગીસે મતદાનમાં ભાગ લીધો.

એક્ટર ગૌતમ કાર્તિકે પણ મતદાન કર્યું.

એક્ટર અને ફિલ્મમેકર અરવિંદ સ્વામીએ પોલિંગ બૂથ પહોંચીને મતદાન કર્યું.
વિજય સેતુપતિ બોલ્યા- ‘કૃપા કરીને આવીને વોટ આપો’
ચેન્નઈમાં વોટ આપ્યા પછી ‘મહારાજા’ ફેમ સાઉથ એક્ટર વિજય સેતુપતિએ મીડિયા સાથે વાતચીતમાં જનતાને ઉત્સાહભેર વોટ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘કૃપા કરીને, આવો અને વોટ આપો, આ આપણી સૌથી મોટી જવાબદારી છે.’

પોલિંગ સ્ટેશનમાં મતદાન કરતા વિજય સેતુપતિ.
વિક્રમ પ્રભુએ યુવાનોને મતદાન કરવા અપીલ કરી
એક્ટર વિક્રમ પ્રભુએ મતદાન કર્યા પછી લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, ‘મતદાન કરવું દરેક નાગરિકની જવાબદારી છે અને દરેકે તેમાં ભાગ લેવો જોઈએ.’
વિક્રમ પ્રભુએ કહ્યું કે, ‘યુવાનો વચ્ચે રાજકારણ અંગે ચર્ચા વધવી સકારાત્મક સંકેત છે. એ જરૂરી છે કે યુવાનો દેશના ભવિષ્ય વિશે વિચારે અને સમજે કે તેમને કેવા પ્રકારનો દેશ જોઈએ છે.’
તેમણે આશા વ્યક્ત કરી કે આનાથી યુવાનોમાં જાગૃતિ વધશે અને તેઓ જવાબદાર નિર્ણયો લેવા માટે પ્રેરિત થશે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


