Local body election 2026 Weapons displayed during election campaign in Vadodara BJP candidate Ranveer Singh enters rally with sword | Gujarat News

Last Updated: April 24, 2026By

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે. શહેરના વોર્ડ નં. 3 ના ભાજપના ઉમેદવારોની રેલીમાં જાહેર માર્ગો પર તલવારો લહેરાવીને શક્તિ પ્રદર્શન કરવામાં આવતા ચર્ચા જાગી છે.

ફતેગંજમાં ‘શસ્ત્ર’ પ્રદર્શન

મળતી માહિતી મુજબ, વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે વોર્ડ નં. 3 ના ભાજપના ઉમેદવારોની પ્રચાર રેલી પહોંચી હતી. આ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો દ્વારા જાહેર રોડ પર તલવારો લહેરાવીને શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઉમેદવારની તલવાર સાથે એન્ટ્રી

આ રેલીમાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર ભાજપના ઉમેદવાર રણવીર સિંહ રહ્યા હતા. તેમણે પણ હાથમાં તલવાર લહેરાવીને રેલીમાં એન્ટ્રી કરી હતી. સોશિયલ મીડિયા પર આ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં શસ્ત્રોના પ્રદર્શનને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરોએ આને ક્ષત્રિય પરંપરા અને શૌર્યના પ્રતીક તરીકે ગણાવ્યું હતું, જ્યારે વિરોધ પક્ષો દ્વારા આ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: બાપુનગર વિસ્તારમાં SOGના દરોડા, 8 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ

Leave A Comment