Kutch : ભુજ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, 380 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ

Last Updated: April 24, 2026By

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પકડાયેલા ચકચારી ડ્રગ્સ કૌભાંડમાં ભુજની અદાલતે આજે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે. 18 ડિસેમ્બર 2021ના રોજ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પકડાયેલા 380 કરોડ રૂપિયાના હેરોઈન કેસમાં સંડોવાયેલા તમામ 6 પાકિસ્તાની આરોપીઓને અદાલતે દોષિત ઠેરવી 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

શું હતી સમગ્ર ઘટના?

 ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે ‘અલ હુસેની’ નામની શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરવામાં આવી હતી. તલાશી લેતા બોટમાંથી 76 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 380 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

કોર્ટની સજા

ભુજ કોર્ટે આ કેસને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. કોર્ટે તમામ 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની સખત જેલવાસની સજા ફટકારી છે.

ડ્રગ માફિયાઓમાં ફફડાટ

આ ચૂકાદાથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી વિસ્તારમાંથી નશીલા પદાર્થોની ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલી આ કડક સજા એક મજબૂત દાખલો બેસાડશે.

આ પણ વાંચો—-     Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ