Local Body Elections 2026 Surats system prepared before the elections action plan announced for peaceful voting | Gujarat News
આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે આડે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે સુરતનું વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, શહેર અને જિલ્લા પોલીસ વડા તેમજ મનપા કમિશનર દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણીલક્ષી આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપવામાં આવી હતી.
નિષ્પક્ષ અને પારદર્શક મતદાન પર ભાર
સુરત જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શિતા સાથે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ અને EVMના વહન માટેની વ્યવસ્થા પર પંચની સીધી દેખરેખ રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

