Sanju Samson IPL 2026 CSK vs GT LIVE Score Updates Ruturaj Gaikwad Anshul Kamboj
- Gujarati News
- Sports
- Cricket
- Sanju Samson IPL 2026 CSK Vs GT LIVE Score Updates Ruturaj Gaikwad Anshul Kamboj | Shubman Gill Rashid Khan
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત ટાઇટન્સે IPL 2026 ના 37મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવીને સીઝનની ચોથી જીત નોંધાવી છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ 20 ઓવરમાં 7 વિકેટે 158 રન જ બનાવી શકી હતી.
રવિવારે ચેન્નઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને ટીમ 37 રન સુધીમાં 4 વિકેટ ગુમાવી ચૂકી હતી. ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં અણનમ 74 રન બનાવીને ઇનિંગ સંભાળી હતી, જ્યારે શિવમ દુબેએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે કગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને અરશદ ખાનને 1-1 સફળતા મળી હતી.
159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતે એકતરફી અંદાજમાં મેચ જીતી લીધી હતી. ટીમે 16.4 ઓવરમાં 162 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરતા 46 બોલમાં 87 રન ફટકાર્યા હતા, જ્યારે જોસ બટલરે 39 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે 33 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફથી નૂર અહમદ અને અકીલ હુસૈનને એક-એક વિકેટ મળી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહેમદ, ગુરજપનીત સિંહ અને અંશુલ કંબોજ.
ઇમ્પેક્ટ પ્લેયર: સરફરાઝ ખાન
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.
અપડેટ્સ
01:48 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
બટલરની સિક્સ સાથે ગુજરાતની 8 વિકેટે જીત
ગુજરાતે સરળ અંદાજમાં ટાર્ગેટ હાંસલ કરીને 8 વિકેટે જીત મેળવી છે. 16.4 ઓવરમાં જોસ બટલરે છગ્ગો ફટકારીને મેચ પૂરી કરી.
ફુલ બોલ પર બટલરે આગળ વધીને સીધો શોટ રમ્યો અને બોલને સ્ટેન્ડ્સમાં મોકલી દીધો, જેનાથી ટીમે 20 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી.
આ પહેલા 16.2 ઓવરમાં સાઈ સુદર્શન 87 રન બનાવીને આઉટ થયો હતો. તેણે શાનદાર ઇનિંગ રમીને ટીમને જીતની સાવ નજીક પહોંચાડી હતી.
ચેન્નઈ માટે ડેવાલ્ડ બ્રેવિસે તેનો શાનદાર કેચ ઝડપ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મેચ પૂરી રીતે ગુજરાતના હાથમાં આવી ગઈ હતી.
01:38 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
16મી ઓવરમાં 16 રન બન્યા
16મી ઓવરમાં 16 રન આવ્યા અને ગુજરાત જીતની બિલકુલ નજીક પહોંચી ગયું. ગુરજપનીત સિંહની આ ઓવરમાં સાઈ સુદર્શને આક્રમક બેટિંગ કરી હતી.
15.1 ઓવરમાં સુદર્શને આગળ વધીને સીધો છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ 15.6 ઓવરમાં વધુ એક દમદાર સિક્સ ફટકારીને બોલને સ્ટેન્ડ્સમાં પહોંચાડી દીધો હતો.
16 ઓવરના અંતે સ્કોર 154/1 છે અને ટીમને જીતવા માટે હવે 24 બોલમાં માત્ર 5 રનની જરૂર છે.
01:30 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
બટલરના સતત ચોગ્ગા, 14મી ઓવરમાં 11 રન આવ્યા
14મી ઓવરમાં 11 રન આવ્યા અને ગુજરાતે મેચ પર મજબૂત પકડ બનાવી લીધી. જેમી ઓવર્ટનની આ ઓવરમાં જોસ બટલરે શાનદાર બેટિંગ કરી હતી.
ઓવરમાં બટલરે સતત બે ચોગ્ગા ફટકારીને દબાણ પૂરી રીતે બોલર પર લાવી દીધું હતું. એક શોટ પુલ કર્યો, જ્યારે બીજો પોઈન્ટની બહાર રમ્યો હતો.
14 ઓવરના અંતે સ્કોર 129/1 છે અને હવે ટીમને 36 બોલમાં માત્ર 30 રનની જરૂર છે.
01:20 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સુદર્શનની ફિફ્ટી, 12મી ઓવરમાં 9 રન આવ્યા
12મી ઓવરમાં 9 રન આવ્યા. નૂર અહમદની આ ઓવરમાં સાઈ સુદર્શને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
11.1 ઓવરમાં સુદર્શને સિંગલ લઈને માત્ર 33 બોલમાં ફિફટી પૂરી કરી. ત્યારબાદ જોસ બટલરે મિડવિકેટની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો.
12 ઓવરના અંતે સ્કોર 102/1 છે અને હવે ટીમને 48 બોલમાં 57 રનની જરૂર છે.
01:13 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સુદર્શનની સિક્સ, બ્રેવિસનો શાનદાર પ્રયાસ
10.4 ઓવરમાં સાઈ સુદર્શને શાનદાર શોટ રમતા સિક્સ ફટકારી દીધી. અકીલ હુસૈનના ફ્લાઈટેડ બોલ પર તેણે આગળ વધીને લોન્ગ-ઓન દિશામાં ઊંચો શોટ રમ્યો.
ડેવાલ્ડ બ્રેવિસે બાઉન્ડ્રી પર શાનદાર ફિલ્ડિંગનો પ્રયાસ કર્યો હતો. તેણે એક હાથે કેચ પકડવાની કોશિશ પણ કરી, પરંતુ બેલેન્સ બગડવાને કારણે તેનો પગ બાઉન્ડ્રી લાઇનને સ્પર્શી ગયો હતો.
01:09 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
10મી ઓવરમાં માત્ર 7 રન આવ્યા
10મી ઓવરમાં 7 રન આવ્યા અને ગુજરાતે કોઈ જોખમ લીધા વગર રન ગતિ જાળવી રાખી. શિવમ દુબેની આ ઓવરમાં જોસ બટલરે શાનદાર ટાઇમિંગ બતાવ્યું હતું.
9.6 ઓવરમાં બટલરે આગળ વધીને એક્સ્ટ્રા કવરની ઉપરથી સુંદર ચોગ્ગો ફટકાર્યો, જે ઓવરનો સૌથી શ્રેષ્ઠ શોટ રહ્યો હતો.
વચ્ચે બેટ્સમેનોએ સિંગલ્સ લઈને સ્ટ્રાઈક રોટેટ કરી હતી, જ્યારે એક પ્રસંગે બટલરના બેટની એજ પણ લાગી હતી, પરંતુ બોલ વિકેટકીપર સુધી પહોંચ્યો નહોતો.
10 ઓવરના અંતે સ્કોર 82/1 છે, સાઈ સુદર્શન 39 અને જોસ બટલર 9 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.
12:57 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતની મજબૂત શરૂઆત, 7 ઓવરમાં 60/1
પહેલી 7 ઓવરમાં ગુજરાતે 60 રન બનાવ્યા અને માત્ર એક જ વિકેટ ગુમાવી. અકીલ હુસૈનની પહેલી ઓવરમાં શુભમન ગિલે ચોગ્ગો અને છગ્ગો ફટકારીને 11 રન માર્યા.
12:53 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગિલનું સ્ટમ્પિંગ, નૂરને મળી વિકેટ
6.3 ઓવરમાં ગુજરાતને મોટો ઝટકો લાગ્યો. નૂર અહમદના બોલ પર શુભમન ગિલ સ્ટમ્પિંગમાં આઉટ થયો. લેગ સાઈડ તરફ જતી બોલ પર ગિલ ફ્લિક રમવામાં થાપ ખાઈ ગયો અને તેનો પાછળનો પગ ક્રીઝથી સહેજ બહાર નીકળી ગયો.
વિકેટકીપર સંજુ સેમસને ચપળતા બતાવીને બેલ્સ ઉડાવી દીધી. થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયું કે ગિલનો પગ હવામાં હતો, જેના કારણે તેમને આઉટ આપવામાં આવ્યા. ગિલ 23 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો.
12:44 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ફિલ્ડિંગ દરમિયાન અકીલ ઈજાગ્રસ્ત, મેચ રોકવી પડી
5.2 ઓવરમાં એક સિંગલ દરમિયાન મોટી દુર્ઘટના થતા બચી ગઈ. અંશુલ કંબોજના બોલ પર શુભમન ગિલે શોટ રમ્યો, જેને ડીપ પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા અકીલ હુસૈન રોકવા ગયો હતો.
બોલને રોકતી વખતે હુસૈન ઝડપથી નીચે બેઠો અને તેનો ચહેરો જમીન સાથે અથડાયો. આંખની પાસે ઈજા થઈ હોય તેવું જણાયું હતું, જેના પછી તે તરત જ પીડામાં દેખાયો અને મેદાન પર થોડીવાર સુધી સૂઈ ગયો.
ફિઝિયો તરત જ મેદાન પર પહોંચ્યા અને તેમનું ચેકઅપ કરવામાં આવ્યું. આ ઘટનાને કારણે મેચ થોડા સમય માટે રોકાઈ ગઈ હતી. જોકે, ચેકઅપ પછી અકીલ ફિલ્ડિંગ કરવા માટે તૈયાર થઈ ગયો હતો.

12:35 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સુદર્શને ચોગ્ગાનો વરસાદ કર્યો
પાંચમી ઓવરમાં 11 રન આવ્યા. ગુરજપનીત સિંહની આ ઓવરમાં સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી હતી.
ઓવરમાં સુદર્શને સતત બે ચોગ્ગા ફટકારીને બોલર પર પ્રેશર વધારી દીધું. તેણે ઓન-ડ્રાઈવ શોટ રમ્યો, જે શાનદાર ટાઈમિંગ સાથે બાઉન્ડ્રી સુધી ગયો હતો.
12:33 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
કંબોજની ઓવરમાં માત્ર 1 રન
ચોથી ઓવરમાં માત્ર 1 રન આવ્યો અને ગુજરાતની ઝડપી શરૂઆત પર બ્રેક લાગી. અંશુલે શાનદાર બોલિંગ કરી હતી.
શુભમન ગિલે સિંગલ લઈને ઓવરનો એકમાત્ર રન લીધો હતો. આ સિવાય બાકીના તમામ બોલ પર બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
4 ઓવરના અંતે સ્કોર 31/0 છે અને હવે ટીમને 96 બોલમાં 128 રનની જરૂર છે.
12:32 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગિલ-સુદર્શને ઓવર્ટનની ઓવરમાં સિક્સ ફટકારી
ત્રીજી ઓવરમાં શુભમન ગિલે બાઉન્સર પર પુલ શોટ રમી ફાઈન લેગની ઉપરથી છગ્ગો માર્યો. ત્યારબાદ ઓવર્ટનની ઓવરના ચોથા બોલ પર સાઈ સુદર્શને પણ હૂક શોટ રમી શાનદાર સિક્સ ફટકારી.
12:17 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગિલની તોફાની શરૂઆત, પહેલી ઓવરમાં 11 રન
પહેલી ઓવરમાં ગુજરાતે ઝડપી શરૂઆત કરતા 11 રન બનાવી લીધા. અકીલ હુસૈનની આ ઓવરમાં શુભમન ગિલે આક્રમક અંદાજ બતાવ્યો હતો.
ઓવરના ચોથા બોલ પર ગિલે શોર્ટ બોલને થર્ડ મેનની દિશામાં ચોગ્ગા માટે ફટકાર્યો. ત્યારબાદ ફુલ ટોસ બોલ પર છગ્ગો ફટકાર્યો.
પહેલી ઓવરના અંતે સ્કોર 11/0 છે, ગિલ 10 રન બનાવી લયમાં હોય તેમ જણાય છે, જ્યારે સાઈ સુદર્શન 1 રન પર ક્રીઝ પર છે.
12:12 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
રબાડાએ આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લીધી
12:04 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
CSKએ ગુજરાતને આપ્યો 159 રનનો ટાર્ગેટ
12:02 PM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગાયકવાડે છેલ્લી ઓવરમાં 15 રન ફટકાર્યા
20મી ઓવરમાં 15 રન આવ્યા અને ચેન્નઈએ 158/7નો સ્કોર કર્યો. માનવ સુથારની આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી હતી.
19.1 ઓવરમાં ગાયકવાડે ઘૂંટણ પર બેસીને મિડવિકેટની દિશામાં ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે સીધા બેટથી વધુ એક ચોગ્ગો લગાવ્યો.
ઓવરના છેલ્લા બોલ પર પણ ગાયકવાડે લોન્ગ-ઓફની દિશામાં ચોગ્ગો ફટકારીને ઇનિંગનો અંત કર્યો. વચ્ચે તેણે બે રન પણ લીધો હતો.
ગાયકવાડ 60 બોલમાં 74 રન બનાવીને અણનમ રહ્યો અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો. ચેન્નાઈએ છેલ્લી 8 ઓવરમાં 107 રન જોડીને શાનદાર વાપસી કરી છે.
11:55 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
મારામારી કરી ઓવર્ટન આઉટ
19મી ઓવરમાં 21 રન આવ્યા અને ચેન્નાઈએ અંતમાં તેજી બતાવી, જોકે એક વિકેટ પણ પડી. અરશદ ખાનની આ ઓવરમાં ઓવર્ટને ચોગ્ગો ફટકારીને શરૂઆત કરી હતી, ત્યારબાદ 18.3 ઓવરમાં સીધો છગ્ગો ફટકાર્યો હતો. પછી સતત બે ચોગ્ગા મારીને બોલર પર દબાણ વધારી દીધું હતું.
જોકે, છેલ્લા બોલ પર મોટો શોટ રમવાના પ્રયત્નમાં તે લોન્ગ-ઓફ પર કેચ આઉટ થઈ ગયa. ઓવર્ટન 6 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો.
11:44 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
રબાડાને મળી ત્રીજી વિકેટ
18મી ઓવરમાં 9 રન આવ્યા અને એક વિકેટ પડી. કગિસો રબાડાએ પોતાના સ્પેલનો શાનદાર અંત કરતા ત્રીજી વિકેટ હાંસલ કરી હતી.
17.5 ઓવરમાં કાર્તિક શર્મા મોટો શોટ રમવાના પ્રયત્નમાં થાપ ખાઈ ગયો. શોર્ટ બોલ પર બોલ બેટના નીચેના ભાગે લાગીને થર્ડ મેન તરફ ગયો, જ્યાં જેસન હોલ્ડરે સરળ કેચ ઝડપી લીધો હતો.
આ પહેલા કાર્તિકે 17.2 અને 17.3 ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકારીને દબાણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રબાડાએ તરત જ વાપસી કરી હતી.
11:32 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગાયકવાડની આ સીઝનની પહેલી ફિફ્ટી
16.1 ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે સિંગલ-ડબલની મદદથી 49 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ત્યારબાદ 16.2 ઓવરમાં તેણે મોહમ્મદ સિરાજના લેન્થ બોલને ડીપ મિડવિકેટની ઉપરથી છગ્ગો ફટકારી દીધો હતો. આ તેની ઇનિંગની ચોથી સિક્સ હતી.
11:31 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
અરશદે દુબેને બોલ્ડ કર્યો
15.3 ઓવરમાં ચેન્નાઈને મોટો ઝટકો લાગ્યો. અરશદ ખાને શાનદાર લેન્થ બોલ પર શિવમ દુબેને ક્લીન બોલ્ડ કરી દીધો.
દુબેએ ક્રોસ-બેટ શોટ રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલને પૂરી રીતે મિસ કરી ગયો અને ઓફ સ્ટમ્પ વિખેરાઈ ગયું. દુબે 17 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો.
11:24 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
રાશિદની ઓવરમાં 21 રન, ચેન્નાઈનું કમબેક
15મી ઓવરમાં 21 રન આવ્યા. રાશિદ ખાનની આ ઓવરમાં બેટ્સમેનોએ ભરપૂર રન ફટકાર્યા.
14.3 ઓવરમાં શિવમ દુબેને જીવનદાન મળ્યું, જ્યારે ડીપ મિડવિકેટ પર તેનો કેચ છૂટી ગયો. તે જ ઓવરમાં 5 વાઈડ રન પણ ગયા, જેનાથી દબાણ વધ્યું.
ત્યારબાદ 14.4 ઓવરમાં દુબેએ શાનદાર શોટ રમતા સાઈટસ્ક્રીનની ઉપરથી છગ્ગો ફટકારી દીધો, જ્યારે 14.6 ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો ફટકારીને ઓવરનો શાનદાર અંત કર્યો હતો.
11:22 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
મિડલ ઓવર્સમાં 38 રન આવ્યા
7થી 13 ઓવરની વચ્ચે ચેન્નાઈની ઇનિંગ ધીમી રહી અને આ સમયગાળા દરમિયાન 38 રન આવ્યા, સાથે જ એક વિકેટ પણ પડી. માનવ સુથારે ટાઈટ ઓવર નાખીને રન પર બ્રેક લગાવી, જ્યારે જેસન હોલ્ડરે પણ સચોટ બોલિંગ કરી હતી; જોકે આ દરમિયાન ગુજરાતે એક રિવ્યૂ ગુમાવ્યો હતો.
ડેવાલ્ડ બ્રેવિસે પ્રેશર રિલીઝ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સુથારના બોલ પર આઉટ થઈ ગયો. શિવમ દુબેએ હોલ્ડરના બોલ પર ચોગ્ગો ફટકાર્યો, તો બીજી તરફ તેને અરશદ ખાનના બોલ પર 6 રનના સ્કોર પર જીવનદાન પણ મળ્યું.
12મી ઓવરમાં ચેન્નાઈએ 50 રન પૂરા કર્યા. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડે અરશદની એક ઓવરમાં બે છગ્ગા ફટકારીને રન ગતિ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
11:20 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગાયકવાડે બે સિક્સ ફટકારી, 13મી ઓવરમાં 15 રન આવ્યા
13મી ઓવરમાં 15 રન આવ્યા અને ઋતુરાજ ગાયકવાડે આખરે ગિયર બદલ્યો. અરશદની આ ઓવરમાં તેણે બે શાનદાર છગ્ગા ફટકારીને રન ગતિ વધારી હતી.
12.2 ઓવરમાં ગાયકવાડે લેન્થ બોલને ડીપ મિડવિકેટની ઉપરથી જોરદાર છગ્ગા ફટકાર્યો. ત્યારબાદ ચોથા બોલ પર પુલ શોટ રમતા વધુ એક સિક્સ ફટકારી હતી.
ઓવરના છેલ્લા બોલ પર ફિલ્ડિંગમાં થયેલી ભૂલનો ફાયદો ઉઠાવતા તેણે ત્રણ રન પણ મેળવ્યા.
11:08 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ચેન્નાઈએ માંડ-માંડ 50 રનનો આંકડો પાર કર્યો
12મી ઓવરમાં 6 રન આવ્યા અને ચેન્નાઈએ માંડ-માંડ 50 રનનો આંકડો પાર કર્યો. જેસન હોલ્ડરની આ ઓવરમાં શિવમ દુબેએ છેલ્લા બોલ પર બાઉન્ડ્રી ફટકારી.
હોલ્ડરના શોર્ટ બોલને દુબેએ ફાઈન લેગની દિશામાં રમીને ચોગ્ગો ફટકાર્યો. 12 ઓવરના અંતે સ્કોર 51/4 છે.

11:07 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
દુબેને મળ્યું જીવનદાન, બટલરથી છૂટ્યો કેચ
10.1 ઓવરમાં શિવમ દુબેને મોટું જીવનદાન મળ્યું. અરશદ ખાનનો શાનદાર લેન્થ બોલ અંદરની તરફ આવ્યો અને દુબેને પૂરી રીતે થાપ આપી ગયો.
બોલ બેટની ઇનસાઇડ એજ પર અડીને વિકેટકીપર જોસ બટલર પાસે ગયો, પરંતુ તે કેચ પકડી શક્યો નહીં. આ રીતે દુબે બચી ગયો અને ટીમને રાહત મળી.
10:58 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
હોલ્ડરે 10મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા
10મી ઓવરમાં માત્ર 5 રન આવ્યા અને ચેન્નાઈની રન ગતિ વધુ ધીમી થઈ ગઈ. જેસન હોલ્ડરે સચોટ લાઈન-લેન્થ સાથે બેટ્સમેનોને ખુલીને રમવાની તક આપી નહોતી.
9.1 ઓવરમાં શિવમ દુબેએ ચોક્કસપણે એક ચોગ્ગો ફટકારીને શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ સતત ડોટ બોલનો સામનો કરવો પડ્યો હતો. 10 ઓવરના અંતે સ્કોર 43/4 છે અને ટીમ સંપૂર્ણપણે દબાણમાં હોય તેમ જણાય છે.
10:56 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
બ્રેવિસ આઉટ, ગિલે કેચ પકડ્યો
8.2 ઓવરમાં ચેન્નાઈને વધુ એક ફટકો પડ્યો. સુથારના ધીમા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસ મોટો શોટ રમવા ગયા, પરંતુ યોગ્ય ટાઈમિંગ કરી શક્યો નહીં.
બોલ કવરની દિશામાં હવામાં ગયો, જ્યાં શુભમન ગિલે આગળ વધીને શાનદાર કેચ ઝડપી લીધો. બ્રેવિસ 9 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો.

10:44 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
પાવરપ્લેમાં CSKનો ધબડકો, 6 ઓવરમાં 28/3
પહેલી 6 ઓવરમાં ચેન્નાઈની શરૂઆત અત્યંત ખરાબ રહી અને ટીમ 28 રન પર 3 વિકેટ ગુમાવી ચૂકી છે. મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં માત્ર 1 રન આપીને દબાણ વધારી દીધું હતું.
સંજુ સેમસને કગિસો રબાડાની ઓવરમાં 10 રન બનાવી લય પકડી હતી, પરંતુ ત્યારબાદ રબાડાએ વાપસી કરતા બે વિકેટ ઝડપીને ટોપ ઓર્ડરને ઝટકો આપ્યો હતો, જેમાં સેમસનની મહત્વની વિકેટ પણ સામેલ હતી.
ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 10 રન બનાવી થોડી આક્રમક રમત બતાવી હતી, પરંતુ બીજા છેડેથી વિકેટો પડતી રહી. ઇમ્પેક્ટ પ્લેયર સરફરાઝ ખાન પણ પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો.
10:40 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સિરાજને મળી પહેલી વિકેટ
5મી ઓવરમાં ચેન્નાઈની હાલત વધુ ખરાબ થઈ ગઈ.
મોહમ્મદ સિરાજના બોલ પર (4.4 ઓવર) સરફરાઝ ખાન મોટો શોટ રમવા ગયો, પરંતુ બોલ બેટ પર બરાબર આવ્યો નહીં અને વિકેટકીપરના હાથમાં કેચ આપી બેઠો. તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો.
5 ઓવરના અંતે સ્કોર 26/3 છે અને ચેન્નાઈની ટીમ દબાણમાં હોય તેમ જણાય છે.
10:38 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ઉર્વિલ પટેલ આઉટ, રબાડાને બીજી વિકેટ
ચોથી ઓવરમાં ચેન્નાઈને વધુ એક ફટકો પડ્યો. કગિસો રબાડાએ હાર્ડ લેન્થ બોલ નાખીને ઉર્વિલ પટેલને પેવેલિયન ભેગા કરી દીધા.
ઉર્વિલે જગ્યા બનાવીને મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ બેટની ઉપરની કિનારીએ લાગીને મિડ-ઓન તરફ ગયો, જ્યાં કેચ પકડાઈ ગયો. ઉર્વિલ 3 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો.
10:24 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સેમસન આઉટ, રબાડાને મળી પહેલી વિકેટ
3.3 ઓવરમાં ચેન્નાઈને પહેલો ઝટકો લાગ્યો છે. કગિસો રબાડાના ઝડપી બોલ પર સંજુ સેમસન શોટ રમવા ગયા, પરંતુ બેટની બહારની કિનારી (એજ) લાગી ગઈ.
બોલ સીધો વિકેટકીપર જોસ બટલરના હાથમાં ગયો, જેણે સરળ કેચ ઝડપી લીધો. સેમસન 15 બોલમાં 11 રન બનાવીને આઉટ થયા છે.
10:13 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સેમસનના બે ચોગ્ગા, બીજી ઓવરમાં 10 રન
બીજી ઓવરમાં 10 રન આવ્યા અને સંજુ સેમસને બે ચોગ્ગા ફટકાર્યા. કગિસો રબાડાના બીજા બોલ પર સંજુએ પોઈન્ટની ઉપરથી પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ 1.5 ઓવરમાં શોર્ટ બોલને મિડ-ઓફની ઉપરથી રમીને વધુ એક શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો.
10:09 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સિરાજની પહેલી ઓવરમાં માત્ર 1 રન
પહેલી ઓવરમાં ચેન્નાઈની શરૂઆત ધીમી રહી અને ટીમ માત્ર 1 રન જ બનાવી શકી. મોહમ્મદ સિરાજે શાનદાર લાઈન-લેન્થ સાથે બેટ્સમેનોને પૂરી રીતે જકડી રાખ્યા હતા.
ઓવરના છેલ્લા બોલ પર સેમસને સિંગલ લઈને ખાતું ખોલાવ્યું અને સ્ટ્રાઈક રોટેટ કરી હતી.
09:58 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ઉર્વિલ રમી રહ્યો છે – ગાયકવાડ
ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ પછી જણાવ્યું હતું કે પિચ થોડી સૂકી દેખાઈ રહી છે અને ટીમ સ્કોર બનાવીને તેને ડિફેન્ડ કરવા માટે તૈયાર છે.
તેણે જણાવ્યું કે ટીમનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો છે, પરંતુ દરેક મેચ નવી શરૂઆત સાથે આવે છે, તેથી પરિસ્થિતિને સમજવી જરૂરી રહેશે. ટીમ ધીમે ધીમે વધુ સારું પ્રદર્શન કરી રહી છે.
ઋતુરાજ ગાયકવાડે પોતાની બેટિંગ વિશે પણ વાત કરતા કહ્યું કે તેને સારી શરૂઆત મળી રહી છે, જેને મોટા સ્કોરમાં ફેરવવી મહત્વપૂર્ણ રહેશે. ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઉર્વિલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
09:57 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે જણાવ્યું કે પિચ સારી દેખાઈ રહી છે અને હળવો પવન પણ છે, જે બોલરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
ગિલના જણાવ્યા અનુસાર, ટીમ સાચી દિશામાં રમી રહી છે અને હવે નાની-નાની તકોને જીતવી જરૂરી છે. પાવરપ્લેમાં આક્રમક રમવાના સવાલ પર તેમણે કહ્યું કે જો વિકેટ સારી રહેશે તો વધુમાં વધુ રન બનાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ પરિસ્થિતિને સમજવી પણ એટલી જ જરૂરી છે. તેણે એ પણ માહિતી આપી કે અરશદ ખાન ટીમમાં વાપસી કરી રહ્યા છે.
09:43 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી
ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી મોટા સુપર સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. તે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી.
09:29 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
બન્ને ટીમે 4-4 મેચ જીતી
હેડ-ટુ-હેડની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 8 મેચ રમાઈ છે, જેમાં બંનેએ 4-4 જીત નોંધાવી છે. ગત સીઝનમાં અમદાવાદમાં થયેલા મુકાબલામાં ચેન્નાઈએ 83 રનથી જીત મેળવી હતી.

09:28 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
સંજુ આ સીઝનમાં બે સદી ફટકારી ચૂક્યો છે
CSK માટે આ સીઝનમાં સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી છે. તેણે મુંબઈ સામે સીઝનની બીજી સદી ફટકારી હતી. આ પહેલા ગુજરાત સામે પણ તેણે સેન્ચુરી લગાવી હતી. ટીમનું મિડલ ઓર્ડર હજુ પણ ચિંતાનો વિષય છે. શિવમ દુબે, સરફરાઝ ખાન અને ડેવાલ્ડ બ્રેવિસ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શકતા નથી.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. ચેન્નઈ તરફથી સંજુ ટૉપ રન સ્કોરર છે. તે 2 સદી સાથે 293 રન બનાવી ચૂક્યો છે. અંશુલ કંબોજ 14 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. જેમી ઓવરટન, અકીલ હુસૈન અને નૂર અહેમદ પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

09:28 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
શુભમન અને સુદર્શન પર ટીમ નિર્ભર
ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કર્યું છે. RCB સામેની છેલ્લી મેચમાં ટીમ 230ના સ્કોર તરફ વધી રહી હતી, પરંતુ 16મી થી 19મી ઓવર વચ્ચે રન બનાવી શકી નહોતી.
ગુજરાત તરફથી ગિલ ટૉપ રન સ્કોરર છે. તેણે 149.24 ના સ્ટ્રાઈક રેટથી 297 રન બનાવ્યા છે. બોલિંગમાં મોહમ્મદ સિરાજ, કાગિસો રબાડા અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા મોટા નામો હોવા છતાં ટીમ સાતત્યના અભાવ સામે ઝઝૂમી રહી છે.
સ્પિન વિભાગમાં રાશિદ ખાન સિવાય કોઈ વિકલ્પ પ્રભાવશાળી નથી. વોશિંગ્ટન સુંદર અને માનવ સુથાર અત્યાર સુધી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા છે. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના ટૉપ વિકેટ ટેકર છે. તે 7 મેચમાં 12 વિકેટ ઝડપી ચૂક્યો છે.

09:27 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
ચેપોકની પીચ સ્પિન ફ્રેન્ડલી
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)ની પીચ ધીમી અને સ્પિનને અનુકૂળ છે. મેચ આગળ વધવાની સાથે આ પીચ ધીમી થતી જાય છે, જેનાથી બીજી ઇનિંગમાં બેટિંગ મુશ્કેલ બને છે અને અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો મળે છે.
અહીં અત્યાર સુધી IPLની 94 મેચ રમાઈ છે, જેમાંથી 53 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે, જ્યારે 41 મેચ ચેઝ કરનાર ટીમે જીતી છે.
09:27 AM26 એપ્રિલ 2026
- કૉપી લિંક
વરસાદની સંભાવના નથી
ચેન્નઈમાં મેચ દરમિયાન હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. સાંજે વરસાદની કોઈ સંભાવના નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


