Israel Destroys Hezbollah Tunnels in Lebanon

Last Updated: April 29, 2026By

33 મિનિટ પેહલા

  • કૉપી લિંક

યુદ્ધવિરામ છતાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલી સેનાએ લેબનોનમાં જમીનની અંદર હિઝબુલ્લાહની બે મોટી સુરંગ શોધી કાઢવાનો દાવો કર્યો છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે દક્ષિણ લેબનોનમાં આ ભૂગર્ભ હિઝબુલ્લાહ ટનલનો નાશ કર્યો છે. સેનાએ આ ટનલની તુલના ગાઝામાં મળેલી ટનલ સાથે કરી છે. ઇઝરાયલી રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ક્વાન્ટારા વિસ્તારમાં બહુ મોટો વિસ્ફોટ કરીને આ ટનલ ઉડાવી દેવામાં આવી હતી.

આતંકી સંગઠન હિઝબુલ્લાહની સુરંગમાં ઘણી સુવિધા જોવા મળી હતી.

આતંકી સંગઠન હિઝબુલ્લાહની સુરંગમાં ઘણી સુવિધા જોવા મળી હતી.

કુલ 2 કિલોમીટર લાંબી સુરંગ, ઇઝરાયલથી માત્ર 10 કિલોમીટર દૂર

ઇઝરાયલી સૈન્યએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ટનલ અંદરથી કેવી દેખાય છે તે દેખાય છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે બંને મોટી સુરંગ લગભગ 10 વર્ષના સમયગાળામાં બનાવવામાં આવી હતી. આ ટનલ કુલ 2 કિલોમીટર ભૂગર્ભમાં ફેલાયેલી છે. આ ટનલ ઇઝરાયલની ઉત્તરીય સરહદથી આશરે 10 કિલોમીટર દૂર સ્થિત છે. સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહના આતંકીઓએ રાખેલા સ્નાઈપર ગન, વિસ્ફોટકો અને અન્ય સાધનો મળી આવ્યા હતા.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મેં ઇઝરાયલી સૈન્ય (IDF) ને ગાઝાની જેમ બ્લુ લાઇન સુધીના સિક્યોરિટી ઝોનમાં જમીનની ઉપર અને નીચે તમામ આતંકવાદી માળખાને સંપૂર્ણપણે તોડી પાડવાનો આદેશ આપ્યો છે, જેથી ગેલીલી ક્ષેત્રમાં રહેતા લોકોને જોખમથી બચાવી શકાય.”

બ્લુ લાઇન એ આશરે 120 કિલોમીટર લાંબો વિસ્તાર છે જે દક્ષિણ લેબનોનમાં ફેલાયેલો છે અને બંને દેશો વચ્ચે સરહદ તરીકે સેવા આપે છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું, અમે તેમના આતંકવાદી માળખાને તોડી રહ્યા છીએ, અમે તેમના ઘણા આતંકીઓને મારી રહ્યા છીએ – અને કાર્યવાહી ચાલુ રહેશે.

ઈઝરાયલનું દુશ્મન હિઝબુલ્લાહ છે, લેબનોનના નાગરિકો નહીં

લેબનોનમાં એક આતંકી સંગઠન છે. નામ એનું હિઝબુલ્લાહ. આ સંગઠન ઈઝરાયલનું દુશ્મન છે અને છાસવારે ઈઝરાયલમાં હુમલા કર્યા કરે છે. યુદ્ધ છેડાયા પછી ઈઝરાયલને તક મળી ગઈ. તેણે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલા કરવાનું શરૂ કરી દીધું. હિઝબુલ્લાહ બહુ મજબૂત સંગઠન છે. તેની પાસે ભરપૂર પૈસા અને હથિયારો છે. તેની ખાસિયત એ છે કે લેબનોનના શહેરોના ગીચ વિસ્તારમાં હિઝબુલ્લાહ પોતાના ઠેકાણા બનાવે છે. એટલે કે લેબનોનના માણસોને જ શિલ્ડ બનાવીને પોતાને બચાવે છે.

પણ આ વખતે ઈઝરાયલે માનવ વસ્તી વચ્ચે પણ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા. તેમાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર, ઈન્ટલિજન્સ ઓફિસ, મિલિટરી બેઝ નાશ પામ્યા. આ જગ્યાઓનો ઉપયોગ હિઝબુલ્લાહ ઈઝરાયલી નાગરિકો પર હુમલાના પ્લાન ઘડવા કરતું હતું. ઈઝરાયલી સેનાના વડાએ કહ્યું છે કે અમારી લડાઈ માત્ર હિઝબુલ્લાહ સામે છે, લેબનોનના નાગરિકો સામે નહીં.

ઈઝરાયલ લેબનોન પર સતત હુમલા કેમ કરે છે? આ રહ્યો 5 કારણો…

ઈઝરાયલ માટે હિઝબુલ્લાહ મુખ્ય ખતરો છે : લેબનોનમાં એક સમયે હિઝબુલ્લાહનું અસ્તિત્વ જ નહોતું. ધીમે ધીમે આ સંગઠન મજબૂત થતું ગયું ને લેબનોનના વિસ્તારોમાં કબજો કરી લીધો. હિઝબુલ્લા સંગઠન ઈઝરાયલનું દુશ્મન છે.

ઈઝરાયલ પોતાના ઉત્તરી ક્ષેત્રમાં સુરક્ષા ઈચ્છે છે : હિઝબુલ્લાહના કારણે ઈઝરાયલના ઉત્તરી ભાગ હંમેશા અસુરક્ષિત રહે છે. જ્યારથી હિઝબુલ્લાહનું ગઠન થયું છે ત્યારથી 45 વર્ષથી ઈઝરાયલના ઉત્તરી ભાગમાં હુમલા કરતું રહ્યું છે.

હિઝબુલ્લાહને સંપૂર્ણ ખતમ કરવાની રણનીતિ : ઈઝરાયલ આ વખતે તેની 20 વર્ષ જૂની 2006માં કરેલી ભૂલને રિપિટ કરવા માગતું નથી. ત્યારે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ થયો ત્યારે હિઝબુલ્લાહ બમણા જોરથી બેઠું થયું ને ઈઝરાયલને ભારે પડી ગયું હતું.

ઈરાન સામે ઈઝરાયલ નમવા નથી માગતું : સીઝફાયરના કારણે ઈરાન પર સીધો હુમલો ન થઈ શકે એટલે ઈરાનના પ્રોક્સિ હુઝબુલ્લાહ પર હુમલા ચાલુ છે.

સમજૂતીના ટેબલ પર મજબૂત બનવું : ઈઝરાયલ નેગોશિએશન મજબૂત રીતે કરવા માગે છે. તે ઈરાન પર હુમલા નહીં કરે પણ લેબનોન પર ચાલુ રાખશે તેવો તેનો પ્લાન છે.

Leave A Comment