Shreyas Iyer F1 Brand Ambassador; Indias First Official Formula 1 Program Launch
- Gujarati News
- Sports
- Shreyas Iyer F1 Brand Ambassador; Indias First Official Formula 1 Program Launch
1 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL)એ ભારતના પ્રથમ સત્તાવાર Formula 1® પ્રોગ્રામ માટે જાણીતા ક્રિકેટર શ્રેયસ અય્યરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ અંતર્ગત દેશમાં ‘F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026’નું આયોજન કરવામાં આવશે, જે ભારતની ઉભરતી રેસિંગ પ્રતિભાઓને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે.
શ્રેયસ અય્યરની પસંદગી કેમ?
શ્રેયસ અય્યર માત્ર મેદાન પરના શાનદાર પ્રદર્શન માટે જ નહીં, પણ યુવાનોમાં તેની લોકપ્રિયતા માટે પણ જાણીતો છે. તેની શિસ્ત, મહેનત અને નવી પેઢી સાથેનું જોડાણ આ રેસિંગ પ્રોગ્રામ માટે ઘણું મહત્વનું માનવામાં આવે છે. શ્રેયસે પોતે પણ આ પહેલનો હિસ્સો બનવા બદલ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે, આ એક એવી તક છે જેનો લાભ તે બાળપણમાં મેળવવા ઈચ્છતો હતો.
અય્યરે કહ્યું- ભારતીય આ પ્લેટફોર્મ પર દેખાશે તો ગર્વ અનુભવાશે
શ્રેયસ અય્યરે Formula 1 વિશે વધુમાં જણાવ્યું કે, “હું શ્રેયસ અય્યર છું અને આજે હું મુંબઈ ફાલ્કન્સ લિમિટેડ રેસિંગ સાથે છું, જે Formula 1 સિમ રેસિંગ દ્વારા સ્પોન્સર છે. તેથી હું તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને હું તેમની ટીમનો ભાગ છું.
ખૂબ જ રોમાંચક તક છે યુવાનો માટે, તેમને આગળ વધીને આ પ્લેટફોર્મને અનુભવવાની, કારણ કે આ એકદમ અનોખી અને ખૂબ જ ગ્લેમરસ રમત છે. તો જ્યારે તમે આ બેઝ એટલે કે ગ્રાસરૂટ લેવલથી શરૂ કરો છો અને એક સૌથી ઉપરનું લેવલ છે જે Formula 1નું છે, અને જો એક ભારતીય તે પ્લેટફોર્મ પર દેખાશે તો ખૂબ જ ગર્વની લાગણી થશે.
અને જે રીતે અમિતભાઈએ આ પહેલ કરી છે, મને લાગે છે કે ભારતમાં કોઈ દ્વારા લેવામાં આવેલા શ્રેષ્ઠ પગલાંમાંનું આ એક છે. તેથી હું અંગત રીતે ખૂબ ગર્વ અનુભવું છું કે હું તેનો ભાગ છું.”

અમિત ગઢોક, MD, MFRL અને શ્રેયસ અય્યર ભારતમાં F1 ઓફિશિયલ પ્રોગ્રામનો બ્રાન્ડ એમ્બેસેડર.
શું છે આ ‘સિમ રેસિંગ’ સ્પર્ધા?
આ સ્પર્ધા F1® 25 ગેમ પર રમાશે, જેમાં અસલી ફોર્મ્યુલા 1 જેવી જ સર્કિટ અને ટીમ હશે. ખેલાડીઓ PC, પ્લેસ્ટેશન 5 અથવા Xbox દ્વારા આમાં ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 30 એપ્રિલ, 2026થી MFRL એપ્લિકેશન પર શરૂ થઈ ગઈ છે.
સ્પર્ધાનું આયોજન કેવી રીતે થશે?
આ સ્પર્ધાના શરૂઆતી રાઉન્ડ્સ ઓનલાઈન રમાશે. ત્યારબાદ અલગ-અલગ શહેરોમાં સિમ્યુલેટર રાઉન્ડ યોજાશે અને છેલ્લે નવેમ્બર 2026માં મુંબઈ ખાતે ગ્રાન્ડ ફાઈનલ યોજવામાં આવશે.
મુંબઈ ફાલ્કન્સના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગઢોકે જણાવ્યું હતું કે, ભારત પાસે અદ્ભુત પ્રતિભા છે પણ સાધનોના અભાવે તે બહાર આવતી નથી. Formula 1® સાથેની આ ભાગીદારીથી ભારતીય યુવાનોને વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં જોડાવાની સુવર્ણ તક મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


