Vaibhav Suryavanshi; IPL 2026 RR vs DC LIVE Score Updates Yashasvi Jaiswal Ravindra Jadeja

Last Updated: April 30, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Vaibhav Suryavanshi; IPL 2026 RR Vs DC LIVE Score Updates Yashasvi Jaiswal Ravindra Jadeja | Axar Patel KL Rahul

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026ની 43મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ વચ્ચે આ સીઝનની આ પહેલી ટક્કર હશે.

રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી T20માં સૌથી ઝડપી 100 સિક્સરની નજીક છે. તેણે 27 ઇનિંગ્સમાં 511 બોલ પર 99 સિક્સર ફટકારી છે. આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના કાયરોન પોલાર્ડના નામે છે, જેણે 843 બોલમાં 100 સિક્સર પૂરી કરી હતી.

આ સિવાય, સૂર્યવંશી IPL 2026માં 167 બોલમાં સૌથી ઝડપી 400 રનનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. રાજસ્થાન 9 મેચમાં 6 જીત અને 3 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે દિલ્હી 8 મેચમાં 3 જીત અને 5 હાર સાથે 7માં સ્થાને છે.

રાજસ્થાને 15 મેચ જીતી

IPL માં બંને ટીમ વચ્ચે 30 મેચ રમાઈ છે. જેમાં રાજસ્થાને 15 મેચ જીતી, જ્યારે દિલ્હીને 14 જીત મળી છે. એક મેચ ટાઈ રહી હતી, જે સુપર ઓવરમાં દિલ્હીએ જીતી હતી.

વૈભવ 400 રન બનાવી ચૂક્યો છે

રાજસ્થાન માટે આ સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ 9 મેચમાં 400 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે. તેનો સ્ટ્રાઈક રેટ 238.09 ટીમમાં ઝડપી શરૂઆત અપાવી રહ્યો છે. બોલિંગમાં જોફ્રા આર્ચર મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી છે, 3/20 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

રાહુલ પર ટકી દિલ્હીની બેટિંગ

દિલ્હીની બેટિંગ ઘણી હદ સુધી કેએલ રાહુલ પર નિર્ભર છે. રાહુલે 8 મેચમાં 358 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે. તેનો સ્ટ્રાઈક રેટ 185.49 છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ બોલિંગમાં મહત્વનો સાબિત થઈ રહ્યો છે. તેણે 8 મેચમાં 7 વિકેટ લીધી છે અને 8.33ની ઇકોનોમીથી રન આપ્યા છે.

લુંગી એન્ગિડી RR સામે બહાર

લુંગી એન્ગિડી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં નહીં રમે. 25 એપ્રિલે પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. કંકશનને લીધે ડોક્ટરોએ તેને 7 દિવસ આરામની સલાહ આપી છે. આ જ કારણસર તે RCB બાદ RR સામે પણ બહાર રહેશે. તેની વાપસી 5 મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં શક્ય માનવામાં આવે છે.

પંજાબ વિરુદ્ધ કેચ લેતી વખતે લુંગી એન્ગિડીના માથામાં ઈજા થઈ હતી.

પંજાબ વિરુદ્ધ કેચ લેતી વખતે લુંગી એન્ગિડીના માથામાં ઈજા થઈ હતી.

જયપુરની પીચ બેટિંગ-ફ્રેન્ડલી

સવાઈ માનસિંહની પીચ પર નવા બોલથી ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મૂવમેન્ટ મળે છે. એકવાર બેટર સેટ થઈ જાય તો બાઉન્સ અને ઝડપી આઉટફિલ્ડના કારણે શોર્ટ રમવા સરળ બની જાય છે. આ મેદાન પર IPLમાં પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર આશરે 166 રન રહ્યો છે, જ્યારે બીજી ઇનિંગમાં 150-160ની વચ્ચે છે.

જયપુરમાં ગરમીની અસર, ઝાકળ બનશે ગેમ ચેન્જર

જયપુરમાં આજે વાતાવરણ ગરમ રહેશે. મેચની શરૂઆતમાં તાપમાન 36 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હ્યુમિડિટી આશરે 14% રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. રાત્રે ઝાકળ મોટું ફેક્ટર બની શકે છે. બીજી ઇનિંગમાં બોલરો માટે ગ્રીપ કરવું મુશ્કેલ હશે, જેનાથી બેટર્સને ફાયદો મળી શકે છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

રાજસ્થાન (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), દાસુન શનાકા, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, નાન્દ્રે બર્ગર અને યશ રાજ પુનિયા.

ઇમ્પેક્ટ પ્લેયર: શુભમ દુબે

દિલ્હી કેપિટલ્સ (DC): સાહિલ પરખ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કાઇલ જેમીસન, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.

ઇમ્પેક્ટ પ્લેયર: ટી નટરાજન