Deepika Padukone Pregnancy King Shoot; Discount Dress Sparks Buzz

Last Updated: May 3, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર દીપિકા અને શાહરુખ ખાનની કેટલીક તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરો સાઉથ આફ્રિકાના કેપટાઉનની છે. શૂટિંગ દરમિયાન દીપિકાના લુકની ઘણી ચર્ચા થઈ રહી છે. ચાહકોએ દીપિકાના ડ્રેસને સર્ચ કરવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેણે 23,537 રૂપિયા (248 ડોલર)નો ડ્રેસ પહેર્યો હતો.

ડ્રેસની અસલી કિંમત લગભગ 47 હજાર રૂપિયા હતી, પરંતુ હાલમાં તે 50% ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો હતો. જોકે, હવે આ ડ્રેસ વેબસાઇટ પર આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે.

દીપિકા અને શાહરુખ 'કિંગ'ના સેટ પર

દીપિકા અને શાહરુખ ‘કિંગ’ના સેટ પર

શોપિંગ વેબસાઈટ

શોપિંગ વેબસાઈટ

દીપિકા પ્રેગ્નન્સીમાં પણ શૂટિંગ કરી રહી છે

આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે દીપિકા પાદુકોણે તાજેતરમાં જ પોતાની બીજી પ્રેગ્નન્સીની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. દીપિકાએ 19 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેની દીકરી દુઆ તેના ખોળામાં બેઠી છે અને હાથમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડીને છે.

6ઠ્ઠી વખત સાથે જોવા મળશે શાહરુખ-દીપિકા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આ સાથેની છઠ્ઠી ફિલ્મ હશે. આ પહેલાં આ જોડી ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. ફિલ્મ ‘કિંગ’માં શાહરૂખની દીકરી સુહાના ખાન પણ લીડ રોલમાં જોવા મળશે.