સેન્સેક્સ 300 અંક વધીને 77,350 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં પણ 100 અંકનો ઉછાળો, બેન્કિંગ અને ઓટો શેર્સમાં સૌથી વધુ ખરીદી
ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 6 મેના રોજ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 300 અંકથી વધુની તેજી સાથે 77,350ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 અંકથી વધુની તેજી છે, તે 24,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિગો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ટ્રેન્ટ જેવા શેરોમાં 3% સુધીની તેજી છે. નિફ્ટીના સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો સરકારી બેંક સેક્ટરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. તે લગભગ 2% વધ્યો છે. આ ઉપરાંત ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ, IT, મેટલ અને પ્રાઇવેટ બેંક જેવા સેક્ટરમાં પણ 1% સુધીની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 50ના ટોપ 5 ગેઇનર્સ નિફ્ટી 50ના ટોપ 5 લૂઝર્સ એશિયન બજારમાં પણ આજે તેજી 5 મેના રોજ અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી 7 દિવસમાં FII એ 8,834 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. મંગળવારે સેન્સેક્સ 251 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો મંગળવાર, 5 મેના રોજ સેન્સેક્સ 251 પોઈન્ટ (0.33%) ના ઘટાડા સાથે 77,017 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 86 પોઈન્ટ (0.36%) ઘટીને 24,032 ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારમાં ઓટો અને FMCG શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

