Devoleena Bhattacharjee on Bengal Election Results: Hate Mamata Banerjee, Bad Dream Over
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો આવ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો છે. દેવોલીનાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી કે, બંગાળમાં હવે પરિવર્તન આવી ગયું છે.
‘હું મમતા બેનર્જીને સૌથી વધુ નફરત કરું છું’
બંગાળની વતની એક્ટ્રેસે મમતા બેનર્જીની હાર પર ખુશી વ્યક્ત કરતા તેમને પ્રદેશ માટે એક ‘ખરાબ સપનું’ ગણાવ્યા છે. દેવોલીનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને સ્પષ્ટ કહ્યું કે, ‘જો હું કોઈ રાજનેતાથી સૌથી વધુ નફરત કરતી હોવ, તો તે મમતા બેનર્જી જ છે.’

ડિસેમ્બર 2024માં દીકરાને જન્મ આપ્યા બાદ દેવોલિના હાલમાં બાળકના ઉછેરમાં વ્યસ્ત છે.
મમતાને સૌથી નાપસંદ નેતા ગણાવ્યાં
દેવોલીનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, ‘બંગાળે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ખરાબ સમય જોયો છે. જો મેં ક્યારેય કોઈ રાજનેતાને નફરત કરી હોય, તો તે આ જ છે. આરજી (રાહુલ ગાંધી) અને તેમની ગેંગ કરતાં પણ વધારે.’
એક્ટ્રેસનું માનવું છે કે, ‘બંગાળમાં બદલાવની સખત જરૂર હતી અને હવે જઈને જનતાને રાહત મળી છે.’ તેણે મમતા અને તેની ટીમને સીધા ‘ટાટા’ કહી દીધું.

દેવોલીના ભટ્ટાચાર્જીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી.
રાહુલ ગાંધી અને તેમના સેન્સ ઓફ હ્યુમર પર ટિપ્પણી કરી
પોતાની પોસ્ટમાં દેવોલીનાએ રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કટાક્ષ કરતા કહ્યું કે, ‘ખરેખરમાં મને લાગે છે કે, આરજી એક સારા માણસ છે અને તેમનો સેન્સ ઓફ હ્યુમર પણ કમાલનો છે, જે કેન્દ્ર સરકાર માટે હંમેશા ફાયદાકારક સાબિત થાય છે.’ જોકે, મમતા બેનર્જીના મામલે તેણે કડક વલણ અપનાવતા કહ્યું કે, ‘હવે તેઓ બંગાળની રાજનીતિમાં ક્યારેય દેખાશે નહીં.’
‘નો રુમ્બા તુમ્બા, હવે ફક્ત ઢિંકા ચિકા’
દેવોલીનાએ પોતાની ટ્વીટના અંતમાં બંગાળી ભાષાનો ઉપયોગ કરતા લખ્યું કે, ‘હવે બંગાળમાં કોઈ ‘રુમ્બા તુમ્બા ઝુમ્બા’ નહીં ચાલે.’ તેણે લખ્યું, ‘પલટાનો દોરકર ચિલો સો પાલતે ગેઈચે (બદલાવની જરૂર હતી અને તે થઈ ગયો). હવે બંગાળમાં ફક્ત ઢિંકા ચિકા, ઢિંકા ચિકા થશે.’

દેવોલીનાએ ડિસેમ્બર 2022માં જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યાં હતાં.
લગ્ન પછી દેવોલીનાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો
હાલમાં દેવોલીના નાના પડદાથી દૂર છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તેણે ડિસેમ્બર 2022માં શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યાં હતાં અને ડિસેમ્બર 2024માં તેણે એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ જોય રાખ્યું છે. દેવોલીના ‘સાથ નિભાના સાથિયા’ ઉપરાંત ‘બિગ બોસ’ જેવા મોટા શોનો ભાગ રહી ચૂકી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


