Vijays TVK Launch & GOAT Film Car Number Hint at CM Ambitions 2026
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલ એક્ટર વિજયે તમિલનાડુની રાજનીતિમાં હીરોની જેમ એન્ટ્રી કરી છે. તેમની પાર્ટી TVK એ 234માંથી 108 બેઠકો પર જીત મેળવી છે. આ દરમિયાન વિજયની ફિલ્મ GOATનો એક સીન સોશિયલ મીડિયા પર વાઇરલ છે. ફિલ્મના એક સીનને તેમના CM પ્લાન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
ફિલ્મની વાઇરલ ક્લિપમાં વિજય એક કાર ચલાવતા જોવા મળી રહ્યો છે, જેની નંબર પ્લેટ પર ‘TN 07 CM 2026’ લખેલું દેખાય છે. હવે લોકોનું માનવું છે કે ફિલ્મમાં બતાવેલો આ નંબર વિજયના 2026માં તમિલનાડુના મુખ્યમંત્રી બનવા તરફનો ઈશારો હતો.
વિજયે ફેબ્રુઆરી 2024માં પોતાની પાર્ટી TVK લોન્ચ કરી હતી. તેના કેટલાક મહિનાઓ પછી 5 સપ્ટેમ્બર 2024 ના રોજ GOAT (ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) રિલીઝ થઈ હતી.

ફિલ્મ GOAT ના આ સીનમાં વિજયની કારના નંબર પર CM 2026 લખેલું હતું.
વિજયના કો-સ્ટારે પણ કર્યો હતો દાવો
ફિલ્મમાં વિજય સાથે કામ કરી ચૂકેલા એક્ટર પ્રેમગી અમરેને પણ પહેલા કહ્યું હતું કે વિજય 2026માં તમિલનાડુના મુખ્યમંત્રી બનશે. તેમણે 2024માં કહ્યું હતું કે હું 2026માં તેમને વોટ આપીશ. રાહ જુઓ, વિજય મુખ્યમંત્રી બનશે.
જ્યોતિષે પણ જીતની ભવિષ્યવાણી કરી હતી
સેલિબ્રિટી અને રાજકીય જ્યોતિષ રાધાન પંડિતે પણ વિજયની જીતની ભવિષ્યવાણી કરી હતી. રાધાન પંડિત વિજયના આધ્યાત્મિક ગુરુ (સ્પિરિચ્યુઅલ મેન્ટર) માનવામાં આવે છે. તેમણે ઘણા જાહેર કાર્યક્રમો અને ઓનલાઈન વીડિયોમાં વિજયની કુંડળીને ‘સુનામી’ ગણાવી હતી. એટલે કે એવી અસર જે તમિલનાડુના રાજકારણમાં મોટી લહેર પેદા કરી શકે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વિજયની પાર્ટીનું નામ અંક જ્યોતિષ અને જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર તેમની જન્મકુંડળી સાથે ખૂબ જ મજબૂત રીતે મેળ ખાય છે. રાધાન પંડિત તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જયલલિતાના પણ આધ્યાત્મિક ગુરુ રહી ચૂક્યા છે. તેમની પાસે જ્યોતિષ વિદ્યામાં લગભગ 40 વર્ષથી વધુનો અનુભવ છે.
એક્ટ્રેસ પૂજા હેગડેએ કરી હતી ભવિષ્યવાણી
‘જન નાયકન’ના સેટનો એક વીડિયો વાઇરલ છે. તેમાં એક વ્હાઇટબોર્ડ દેખાઈ રહ્યું છે, જેના પર લખેલું છે ‘ચૂંટણી કોણ જીતશે?’ (Who Will Win the Election?) પૂજા હેગડે પહેલા બોર્ડ પર લખેલો આ સવાલ બતાવે છે અને પછી ધીમેથી કેમેરા પાછળ ઉભેલા વિજય તરફ ફેરવી દે છે. કેમેરા જોતા જ વિજય શરમાઈ જાય છે અને હસતા હસતા પોતાનો ચહેરો છુપાવી લે છે.

ફિલ્મ ‘જન નાયકન’ના શૂટિંગ દરમિયાન પૂજાએ વિજયની જીતની ભવિષ્યવાણી કરી હતી.
તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી બની TVK
વિજયની 2 વર્ષ જૂની પાર્ટી TVKને તમિલનાડુ ચૂંટણીમાં સૌથી વધુ 108 બેઠકો પર જીત મળી છે. આ DMK (59) અને AIDMK (47)ની કુલ બેઠકો કરતાં વધુ છે. જોકે પાર્ટી બહુમતીથી કેટલીક બેઠકો પાછળ છે. પાર્ટી સૂત્રો અનુસાર, DMK ગઠબંધનમાં સામેલ કેટલાક પક્ષો TVK ને સમર્થન આપી શકે છે. આમાં કોંગ્રેસ, CPI, CPIM અને VCKના નામ સામેલ છે. કોંગ્રેસે પાંચ બેઠકો જીતી છે, જ્યારે CPI, CPIM અને VCK ને બે-બે બેઠકો મળી છે.
વિજયે તિરુચિરાપલ્લી (ઈસ્ટ) અને પેરમ્બુર બેઠક પરથી જીત મેળવી છે. સૂત્રો અનુસાર, તે ત્રિચી (ઈસ્ટ) બેઠક છોડી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


