Chinmayi Sripada Slams Thalapathy Vijay TVK; Party Worker Arrested Child Abuse Case

Last Updated: May 7, 2026By

20 મિનિટ પેહલા

  • કૉપી લિંક

થલાપતિ વિજયની પાર્ટી TVK (તમિલ વેટ્રી કઝગમ)એ તમિલનાડુ ચૂંટણીમાં 108 બેઠકો જીતી છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાના તરત જ તેમની પાર્ટીના એક કાર્યકરની સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સિંગર ચિન્મયી શ્રીપદાએ વિજયની પાર્ટી પર પ્રશ્ન ઉઠાવતા તેની ટીકા કરી છે.

ચિન્મયી શ્રીપદાએ ટ્વીટ કરી વિજયની પાર્ટીની ટીકા કરી

ચિન્મયી શ્રીપદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર થલાપતિ વિજયની પાર્ટીના કાર્યકરની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ‘જે લોકો જાતીય ગુનાઓ કરે છે, તેઓ ઘણીવાર ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે, જ્યાં તેમને શક્તિ અને છટકી જવાની તક દેખાય છે. TVK (તમિલ વેટ્રી કઝગમ) માં એક આવા વ્યક્તિ પર સગીરા સાથે જાતીય શોષણનો આરોપ છે. પાર્ટીએ પહેલા તેનું યોગ્ય બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈતું હતું.’

ચિન્મયીએ 'ચેન્નઈ એક્સપ્રેસ', 'ગુરુ' જેવી ફિલ્મો માટે હિટ ગીતો ગાયા છે.

ચિન્મયીએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘ગુરુ’ જેવી ફિલ્મો માટે હિટ ગીતો ગાયા છે.

ચિન્મયી શ્રીપદાએ આગળ લખ્યું, ‘જો પરિવર્તનનું વચન આપનારા લોકો પણ આવી ભૂલો કરે, તો પછી બાળકો અને મહિલાઓની સુરક્ષાને લઈને આશા ઓછી થઈ જાય છે. વારંવાર એ કહેવું સારું નથી લાગતું કે ‘બધા એક જેવા છે’, પરંતુ આવી ઘટનાઓ લોકોને આ જ વિચારવા મજબૂર કરી દે છે.’

શા માટે વિવાદોમાં આવી વિજયની પાર્ટી

એક્ટરથી રાજનેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટીના સભ્યની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર 10 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવાનો આરોપ છે. આરોપીની ઓળખ દિનેશ ઉર્ફે પામ્બુ દિનેશ તરીકે થઈ છે. તેની વિરુદ્ધ પીડિતાના પરિવારે આ અઠવાડિયે ફરિયાદ નોંધાવી હતી, જેના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

33 વર્ષની ફિલ્મી કારકિર્દીમાંથી સંન્યાસ લઈને વિજય હવે રાજકારણમાં સક્રિય છે.

33 વર્ષની ફિલ્મી કારકિર્દીમાંથી સંન્યાસ લઈને વિજય હવે રાજકારણમાં સક્રિય છે.

ચૂંટણીમાં એકતરફી જીત્યા, બહુમતી મળી તો સીએમ બનશે વિજય

વિજયે 2 વર્ષ પહેલા તમિલ વેટ્રી કઝગમ પાર્ટી બનાવી. તેની પાર્ટીએ તમિલનાડુ ચૂંટણીમાં તમામ 234 બેઠકો પરથી ચૂંટણી લડી, જેમાંથી પાર્ટી 108 બેઠકો પર વિજયી રહી. જોકે બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. વિજયે પોતે બે બેઠકો પેરામ્બુર અને તિરુચિરાપલ્લી પરથી ચૂંટણી લડી અને જીત મેળવી.

જો વિજયની પાર્ટીને બહુમતી મળે છે, તો તે તમિલનાડુના મુખ્યમંત્રી બની શકે છે. નોંધનીય છે કે, વિજય આ દિવસોમાં ચૂંટણી જીતવા ઉપરાંત સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન સાથે નામ જોડાવાને કારણે પણ ચર્ચામાં છે. તમિલનાડુ ચૂંટણીના પરિણામો ત્રિશા કૃષ્ણનના જન્મદિવસ એટલે કે 4 મેના રોજ આવ્યા હતા.

ત્રિશા કૃષ્ણને બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે 'ખટ્ટા મીઠા' ફિલ્મમાં કામ કર્યું છે.

ત્રિશા કૃષ્ણને બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે ‘ખટ્ટા મીઠા’ ફિલ્મમાં કામ કર્યું છે.

વિજય અને ત્રિશાનું અફેર લાંબા સમયથી ચાલતું હોવાની ચર્ચા છે.

વિજય અને ત્રિશાનું અફેર લાંબા સમયથી ચાલતું હોવાની ચર્ચા છે.

ચૂંટણી પરિણામોના દિવસે ત્રિશાએ પહેલાં તિરુપતિ મંદિરમાં દર્શન કર્યા અને પછી વિજયના ઘરે પહોંચી હતી.

,

ચિન્મયી શ્રીપદા સંબંધિત આ સમાચાર પણ વાંચો-

ફેમસ સિંગર ચિન્મયી શ્રીપદાનો ન્યૂડ ફોટો વાઇરલ:બાળકોને મારી નાખવાની ધમકી; ગીતકાર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો ત્યારથી સિંગર ટ્રોલ્સના નિશાને

બોલિવૂડની પ્રખ્યાત સિંગર ચિન્મયી શ્રીપદા ઓનલાઇન ધમકીઓ અને ટ્રોલિંગનો શિકાર બની. હાલમાં તેનો ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંગરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. સાથે જ તેના બાળકોને મારી નાખવાની ધમકી મળતી હોવાનો પણ ખુલાસો કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…