EPFO ATM UPI Launch: PF Withdrawal In Easy Way
નવી દિલ્હી20 કલાક પેહલા
- કૉપી લિંક
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) મે મહિનાના અંત સુધીમાં ATM અને UPI દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. EPFO 3.0 પહેલ હેઠળ 7.8 કરોડ સબસ્ક્રાઇબર્સને કોઈપણ કાગળની કાર્યવાહી વિના ફંડ તરત જ મળી શકશે.
આ સિસ્ટમ 2026ના મધ્ય સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે. ત્યારબાદ PF સંબંધિત તમામ પ્રક્રિયાઓ યુઝર-ફ્રેન્ડલી બની જશે. તેમાં ઓટો-ક્લેમ સેટલમેન્ટ અને કર્મચારીની પસંદગીના બેંક ખાતામાં સીધા ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ શામેલ છે.
ATM અને UPIનો વિકલ્પ મળવાથી PF ખાતાધારકોને ઓફિસ જવાની જરૂર નહીં પડે.
ચાલો આ નવી વ્યવસ્થા અને તેનાથી થનારા ફેરફારોને આ પ્રશ્ન-જવાબ દ્વારા સમજીએ…
સવાલ 1: EPFO 3.0 શું છે અને તેને લઈને આટલી ચર્ચા કેમ છે?
જવાબ: EPFO એટલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન. તે પગારમાંથી કપાતી PF રકમને મેનેજ કરે છે અને નિવૃત્તિ માટે બચતની વ્યવસ્થા કરે છે. EPFO 3.0 તેનું નવું ડિજિટલ અપગ્રેડ છે, જે 8-9 કરોડ સભ્યો માટે PF પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે.
આમાં ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ, ઝડપી સેવાઓ અને વધુ પારદર્શિતા હશે. EPFO 2.0 માં પહેલાથી જ કેટલાક સુધારા થયા હતા, પરંતુ 3.0 ને ગેમ-ચેન્જર માનવામાં આવી રહ્યું છે. શ્રમ મંત્રીએ કહ્યું હતું કે આ 2025 ના મધ્ય સુધીમાં લોન્ચ થશે, પરંતુ હવે તેમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.
સવાલ 2: ATM-UPIથી PF ઉપાડવાની સુવિધા શું છે અને તે કેવી રીતે કામ કરશે?
જવાબ: આ EPFO 3.0 નું સૌથી ખાસ ફીચર છે. હાલમાં PF કાઢવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે, દસ્તાવેજો જમા કરવા પડે છે અને 7-10 દિવસ રાહ જોવી પડે છે.
પરંતુ EPFO 3.0 માં તમે તમારા PF ખાતામાંથી ATM દ્વારા સીધા પૈસા ઉપાડી શકશો, જેમ ડેબિટ કાર્ડથી કેશ કાઢો છો.
સાથે જ ફોનપે, ગૂગલપે જેવા UPI એપથી 1 લાખ રૂપિયા સુધી તરત ટ્રાન્સફર થઈ શકશે. આનાથી ઇમરજન્સીમાં પૈસાની જરૂરિયાત સરળતાથી પૂરી થઈ શકશે.
સવાલ 3: શું સરળ ઉપાડની સુવિધા બધાને મળશે?
જવાબ: ATM, UPI દ્વારા ઉપાડ માટે કેટલીક શરતો હશે. સભ્યનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સક્રિય હોવો જરૂરી છે. તે આધાર, પાન, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ જેવા દસ્તાવેજો સાથે જોડાયેલો પણ હોવો જોઈએ.
PF ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકાશે?
જવાબ: EPFO ATM અથવા UPI દ્વારા ઉપાડની મર્યાદા નક્કી કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત યુઝર પોતાના PF ખાતામાં જમા કુલ રકમના મહત્તમ 50% જ ઉપાડી શકશે.
જોકે, PF ઉપાડના નિયમ હેઠળ જો કોઈ સભ્યની નોકરી છૂટી જાય તો તે 1 મહિના પછી PF ખાતામાંથી 75% પૈસા ઉપાડી શકે છે. આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. PF માં જમા બાકીના 25% હિસ્સાને નોકરી છૂટ્યાના બે મહિના પછી ઉપાડી શકાય છે.
પ્રશ્ન: 4 ATM અને UPI થી PF ના પૈસા કેવી રીતે ઉપાડશે?
જવાબ: આ નવી પ્રક્રિયામાં EPFO તેના સબ્સ્ક્રાઇબર્સને એક વિશેષ ATM કાર્ડ જારી કરશે, જે તેમના PF એકાઉન્ટ સાથે લિંક હશે. આ કાર્ડનો ઉપયોગ કરીને સબ્સ્ક્રાઇબર્સ ATM મશીનોમાંથી સીધા તેમના PF ના પૈસા ઉપાડી શકશે. જ્યારે UPI થી પૈસા ઉપાડવા માટે તમારે તમારા PF એકાઉન્ટને UPI સાથે લિંક કરવું પડશે. આ પછી સબ્સ્ક્રાઇબર્સ PF ના પૈસા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.
સવાલ 5: ATM ઉપાડ ઉપરાંત EPFO 3.0 માં બીજું શું નવું આવશે?
જવાબ: ઘણી નવી સુવિધાઓ આવશે:
- ક્લેમ દાખલ કરતા જ આપોઆપ મંજૂર થઈ જશે, મેન્યુઅલ ચેકિંગની જરૂર નહીં પડે.
- PF વિગતોમાં ભૂલ હોય તો EPFO ઓફિસ જવાની જરૂર નથી, ઓનલાઈન સુધારાશે.
- e-KYC પ્રક્રિયા સરળ બનશે. એપ કે પોર્ટલ પર તરત અપડેટ્સ મળશે.
- પેન્શનરો માટે સેન્ટ્રલાઈઝ્ડ પેમેન્ટ સિસ્ટમ. આનાથી કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મળી શકશે.
- હાઉસિંગ, એજ્યુકેશન, મેરેજ જેવા કામો માટે PF કાઢવું સરળ બનશે.
સવાલ 6: સભ્યોને આનો શું ફાયદો થશે? કોઈ શરતો છે ખરી?
જવાબ: તાત્કાલિક પૈસા ઉપાડવાની સુવિધા, ઓછું પેપરવર્ક, સમયની બચત જેવા ફાયદા થશે. પરંતુ કેટલીક શરતો છે જેમ કે UAN સક્રિય હોવું જોઈએ, આધાર-PAN બેંક ખાતા સાથે લિંક હોવા જોઈએ.
જો સેવા 5 વર્ષથી ઓછી હોય, તો અંતિમ સમાધાન માટે PAN જરૂરી છે. 10 વર્ષની સેવા પછી સંપૂર્ણ રકમ ઉપાડવાનો પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ છે, પરંતુ હજુ નિશ્ચિત નથી.
એકંદરે, આ સુવિધાઓ નોકરી બદલનારાઓ અને કટોકટીમાં મદદ માંગનારાઓ માટે ખૂબ ઉપયોગી થશે.
સવાલ 7: PF ખાતામાં જમા પૈસા ઉપાડવા કેટલું યોગ્ય પગલું છે?
જવાબ: નિષ્ણાતોના મતે, PF ખાતું તમારી નિવૃત્તિનો આધાર છે. તેમાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ લાંબા ગાળે એક મોટું ભંડોળ તૈયાર કરે છે. EPFO એ ઉપાડ પ્રક્રિયાને ડિજિટલ અને ઝડપી બનાવી છે, પરંતુ દરેક નાનો ઉપાડ તેમની વૃદ્ધાવસ્થાની સુરક્ષાને નબળી પાડે છે.
PF ઉપાડના આવકવેરાના નિયમો
જો કોઈ કર્મચારીને કોઈ કંપનીમાં સેવા આપતા 5 વર્ષ પૂરા થાય છે અને તે પીએફ ઉપાડે છે, તો તેના પર આવકવેરાની કોઈ જવાબદારી રહેતી નથી. 5 વર્ષનો સમયગાળો એક કે તેથી વધુ કંપનીઓને ભેળવીને પણ હોઈ શકે છે. એક જ કંપનીમાં 5 વર્ષ પૂરા કરવા જરૂરી નથી. કુલ અવધિ ઓછામાં ઓછી 5 વર્ષ હોવી જરૂરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


