CM વિજયનો 'રીયલ લાઈફ' રોલ:શપથગ્રહણ બાદ સ્ટેજ પર જાતે ટેબલ ઉઠાવ્યું, સાદગીએ દિલ જીત્યા; રૂમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશાને ભીડે ઘેરી; જુઓ VIDEO
તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનેલા એક્ટર-રાજકારણી વિજયે રવિવારે ચેન્નઈમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહ બાદ સ્ટેજ પર રાખેલું ટેબલ હટાવવામાં સ્ટાફને મદદ કરી. વિજયની સાદગી જોઈ રાહુલ ગાંધી પણ ચોંકી ગયા શપથ ગ્રહણ સમારોહ બાદ જ્યારે રાજ્યપાલ અને અન્ય મહાનુભાવો સાથે ગ્રુપ ફોટોગ્રાફની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે સ્ટેજ પર રાખવામાં આવેલી એક ટેબલ નડતરરૂપ બની રહ્યું હતું. સ્ટાફના સભ્યો આ ટેબલ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જોઈને મુખ્યમંત્રી વિજય પોતે આગળ આવી અને ટેબલ ઉઠાવવામાં મદદ કરવા લાગ્યા. કાર્યક્રમમાં હાજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ નવા મુખ્યમંત્રીની આ સાદગી અને મદદ કરવાની ભાવના જોઈને હેરાન રહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સની કોમેન્ટ્સ:- સ્ટેડિયમની બહાર ત્રિશાને ભીડે ઘેરી શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ જ્યારે ત્રિશા સ્ટેડિયમની બહાર નીકળી રહી હતી, ત્યારે ચાહકો અને પત્રકારોના ટોળાએ તેને ચારેબાજુથી ઘેરી લીધી હતી. ભીડ દ્વારા ત્રિશાને ઘેરવાનું મુખ્ય કારણ વિજય સાથેના તેના સંબંધોની ચર્ચાઓ હતી. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વિજય અને ત્રિશાનું નામ સતત સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે, બંનેએ સત્તાવાર રીતે ક્યારેય આ બાબતે કોઈ સ્વીકાર કર્યો નથી, પરંતુ અવારનવાર સાથે જોવા મળતા હોવાથી લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. ભીડ અને મીડિયાકર્મીઓ વિજયના મુખ્યમંત્રી બનવા પર ખાસ કરીને ત્રિશાની પ્રતિક્રિયા જાણવા માંગતા હતા. આ દરમિયાન ભારે ધક્કામુક્કી અને સવાલોની ઝડી વરસી હતી, તેમ છતાં ત્રિશાએ ખૂબ જ ધીરજ બતાવી હતી. તે કોઈ પણ જાતના ગુસ્સા વગર સતત સ્મિત સાથે શાંત રહીને ભીડમાંથી બહાર નીકળી ગઈ હતી. સાડીમાં સજ્જ ત્રિશાની આ શાલીનતા અને સ્થિતિને સંભાળવાની રીતની સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ પ્રશંસા થઈ રહી છે. ત્રિશાએ વિજયની માતા સાથે મુલાકાત કરી શપથ ગ્રહણ સમારોહમાં એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન પણ પહોંચી હતી. તેણે વિજયના પરિવાર સાથે મુલાકાત કરી અને તેની માતાને ગળે મળતી જોવા મળી. ચેન્નઈમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો થલાપતિ વિજયે રવિવારે તમિલનાડુના 9મા મુખ્યમંત્રી પદના શપથ લીધા. ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં રાહુલ ગાંધી અને ત્રિશા સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વિજયના સીએમ તરીકે શપથ લીધા પછીએક્ટર કમલ હાસન અને પ્રકાશ રાજે તેમને અભિનંદન પાઠવ્યા. કમલ હાસને કહ્યું, ‘તમિલગા વેત્રી કડગમના અધ્યક્ષ અને તમિલનાડુના માનનીય મુખ્યમંત્રી મારા ભાઈ થિરુ વિજયને શુભેચ્છાઓ. આશા છે કે તેમના નેતૃત્વ હેઠળ તમિલનાડુ નવી ઊંચાઈઓ સર કરશે. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.’ જ્યારે પ્રકાશ રાજે ટ્વીટ કરીને લખ્યું, ‘મુખ્યમંત્રી વિજયને ખૂબ ખૂબ અભિનંદન. નવી જવાબદારી માટે શુભેચ્છાઓ. આશા છે કે તમારા નેતૃત્વ હેઠળ રાજ્ય વધુ પ્રગતિ કરશે.’
આર માધવને પણ અભિનંદન પાઠવ્યા
એક્ટર આર માધવને પણ વિજયને અભિનંદન પાઠવ્યા. માધવને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિજયનો એક ફોટો શેર કર્યો અને સાથે લખ્યું, ‘ગોડ બ્લેસ યુ અને મને તમારા પર ખૂબ ગર્વ છે.’ ફોટોમાં લખ્યું હતું, મારા પ્રિય ભાઈ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મુખ્યમંત્રી તરીકેનો તમારો કાર્યકાળ આપણા રાજ્ય માટે સૌથી ફાયદાકારક અને અસરકારક રહે. ભગવાન તમને તે બધી શક્તિ આપે જેની તમને તે બધું સારું કરવા માટે જરૂર છે જે તમારે કરવાનું છે. તમારા પર ખૂબ ગર્વ છે ભાઈ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

