Health News Hanta virus causes kidney failure fills the lungs with water is it a virus as dangerous as Corona | Gujarat News
સ્પેનના દરિયાકાંઠે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ક્રુઝ શિપમાં ખતરનાક હંતાવાયરસ (MV Hondius)ફાટી નીકળ્યો છે. આ જહાજમાં બે ભારતીયો સવાર છે, તેમને હાલમાં તાત્કાલિક સારવાર માટે નેધરલેન્ડ લઈ જવામાં આવ્યા છે. હંતા વાયરસ કોરોના જેટલો જ ઘાતક માનવામાં આવે છે. જહાજમાં સવાર લોકોમાં હંતા વાયરસનું નિદાન થયા બાદ લોકોને ફરી કોરોનાકાળ યાદ આવ્યો. કોરોના પછી ખતરનાક ‘હંતા વાયરસ’ (Hantavirus) ચર્ચામાં છે, જે માનવ શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ કોરોના જેટલો જ ખતરનાક છે કારણ કે તે સીધી રીતે ફેફસાં અને કિડની પર હુમલો કરે છે.
શું છે હંતા વાયરસ, જાણો સંકેતો
હંતા વાયરસ મુખ્યત્વે ઉંદરો દ્વારા ફેલાતો વાયરસ છે. જ્યારે કોઈ વ્યક્તિ ઉંદરના મળ, પેશાબ અથવા લાળના સંપર્કમાં આવે છે, ત્યારે આ વાયરસ શરીરમાં પ્રવેશે છે. તે હવામાં રહેલા કણો દ્વારા પણ ફેલાઈ શકે છે. આ વાયરસના લક્ષણો શરૂઆતમાં સામાન્ય તાવ જેવા લાગે છે, પરંતુ તે ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. વ્યક્તિના શરીરમાં શરૂઆતમાં આ લક્ષણો દેખાય છે. જેમાં અચાનક તાવ આવવો, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને થાક લાગવો છે. આ ઉપરાંત ગંભીર લક્ષણોમાં ફેફસાંમાં પાણી ભરાઈ જવું (Pulmonary Edema), શ્વાસ લેવામાં ભારે તકલીફ થવી અને બ્લડ પ્રેશર ઓછું થઈ જવું અને કિડની પર અસર છે. આ વાયરસ કિડની ફેલ કરી શકે છે, જેના કારણે પેશાબમાં લોહી આવવું અથવા પેશાબ બંધ થઈ જવાની સમસ્યા સર્જાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

