Abhishek Sharma; IPL 2026 GT vs SRH LIVE Score Updates Shubman Gill Sai Sudharsan

Last Updated: May 12, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Abhishek Sharma; IPL 2026 GT Vs SRH LIVE Score Updates Shubman Gill Sai Sudharsan | Ishan Kishan Pat Cummins

સ્પોર્ટ્સ ડેસ્ક54 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાત ટાઇટન્સે IPL 2026માં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું. આ જીત સાથે ગુજરાત 16 પોઇન્ટ્સ સાથે ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીતીને હૈદરાબાદે બોલિંગ લીધી હતી.

ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને સૌથી વધુ 61 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદરે 33 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય પેટ કમિન્સને એક વિકેટ મળી હતી.

જવાબમાં હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ માટે કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. ગુજરાત માટે કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3-3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 2 સફળતા મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી.

IPL 2026નું પોઇન્ટ્સ ટેબલ

રેન્ક ટીમ મેચ જીત હાર નો રિઝલ્ટ પોઇન્ટ્સ નેટ રનરેટ (NRR)
1 GT 12 8 4 0 16 +0.551
2 RCB 11 7 4 0 14 +1.103
3 SRH 12 7 5 0 14 +0.331
4 PBKS 11 6 4 1 13 +0.428
5 CSK 11 6 5 0 12 +0.185
6 RR 11 6 5 0 12 +0.082
7 DC 12 5 7 0 10 -0.993
8 KKR 10 4 5 1 9 -0.169
9 MI- (E) 11 3 8 0 6 -0.585
10 LSG- (E) 11 3 8 0 6 -0.907

બન્ને ટીમની પ્લેઇંગ-11

ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ.

ઇમ્પેક્ટ પ્લેયર: પ્રસિદ્ધ ક્રિષ્ના.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, સ્મરણ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે.

ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેવિસ હેડ.

અપડેટ્સ

54 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાતે કેન્સર સર્વાઈવર્સને જીત સમર્પિત કરી

58 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાતે હૈદરાબાદને 86 રનમાં સમેટ્યું

ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના ટાર્ગેટને ચેઝ કરતા હૈદરાબાદની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાએ પાવરપ્લેમાં જ ટૉપ ઓર્ડરની વિકેટો ઝડપી લીધી હતી. રબાડા અને જેસન હોલ્ડરે 3-3 વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 વિકેટ ઝડપી હતી.

હેનરિક ક્લાસેને થોડીવાર સંઘર્ષ જરૂર કર્યો, પરંતુ હોલ્ડરે તેની વિકેટ લઈને મેચ સંપૂર્ણપણે ગુજરાતના પક્ષમાં કરી દીધી હતી. અંતમાં રાશિદ ખાને પ્રફુલ્લ હિંગેને સ્ટમ્પ આઉટ કરીને SRHની ઇનિંગ 14.5 ઓવરમાં 86 રન પર સમેટી દીધી હતી. IPLમાં હૈદરાબાદનો આ સૌથી ઓછો સ્કોર પણ રહ્યો છે. ગુજરાતે સતત પાંચમી જીત સાથે નેટ રનરેટમાં પણ મોટો ફાયદો મેળવ્યો છે.

05:19 PM12 મે 2026

  • કૉપી લિંક

હોલ્ડરે ત્રીજી વિકેટ ઝડપી

જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને આઠમો ઝટકો આપ્યો. શિવાંગ કુમાર સ્કૂપ શોટ રમવાના પ્રયાસમાં ફસાઈ ગયો. ફૂલ ટોસ બોલ તેના ગ્લવ્ઝને અડીને હવામાં ઉછળ્યો અને વિકેટકીપર જોસ બટલરે આગળની તરફ ડાઇવ લગાવીને શાનદાર કેચ ઝડપી લીધો. શિવાંગ 6 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો.

હોલ્ડરે પોતાની 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી અને હૈદરાબાદની બેટિંગ સંપૂર્ણપણે દબાણમાં આવી ગઈ. 13 ઓવર પછી SRHનો સ્કોર 72/8 રહ્યો.

05:07 PM12 મે 2026

  • કૉપી લિંક

હોલ્ડરે એક ઓવરમાં બે વિકેટ ઝડપી

જેસન હોલ્ડરે 11મી ઓવરના પહેલા જ બોલ પર હેનરિક ક્લાસેનને આઉટ કર્યો. બેક ઓફ લેન્થ બોલ પર ક્લાસેન પુલ શોટ રમવા ગયો, પરંતુ એક્સ્ટ્રા બાઉન્સના કારણે બોલ બેટના ઉપરના ભાગે લાગીને હવામાં ગયો. વિકેટકીપર જોસ બટલરે પાછળ દોડીને શાનદાર કેચ ઝડપ્યો હતો.

ત્યારબાદ હોલ્ડરે નીતિશ કુમાર રેડ્ડીને પણ પેવેલિયન ભેગો કર્યો. ઓફ સાઈડમાં શોટ રમવાની કોશિશમાં નીતિશ બોલને બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા વોશિંગ્ટન સુંદરના હાથમાં મારી બેઠો.

04:59 PM12 મે 2026

  • કૉપી લિંક

પ્રસિદ્ધે અરોરાને આઉટ કર્યો

10મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચમો ઝટકો આપ્યો. બેક ઓફ લેન્થ બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો અને પીચ પરથી થોડો બહાર નીકળ્યો.

સલીલ અરોરા ડ્રાઇવ કરવાના પ્રયાસમાં બેટ અડાડી બેઠો અને એડ્જ વાગીને વિકેટકીપર જોસ બટલરના ગ્લવ્ઝમાં ગયો. બટલરે જમણી બાજુએ શાનદાર કેચ ઝડપ્યો. અરોરા 13 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો.

04:48 PM12 મે 2026

  • કૉપી લિંક

બોલ સ્ટમ્પને અડ્યો, પરંતુ બેલ્સ પડી નહીં

આઠમી ઓવરમાં કાગીસો રબાડાના બોલ પર સનરાઇઝર્સ હૈદરાબાદના બેટર સલીલ અરોરાને લાઇફ લાઇન મળી. બેક ઓફ લેન્થ બોલ પર અરોરા બેટ બરાબર અડાડી શક્યો નહીં અને બોલ તેના શરીર સાથે અથડાઈને સ્ટમ્પ્સ પર જઈ લાગ્યો. બોલ સ્ટમ્પ્સ સાથે અથડાયો હોવા છતાં બેલ્સ પોતાની જગ્યા પર જ રહી અને અરોરા આઉટ થતા બચી ગયો.

04:38 PM12 મે 2026

  • કૉપી લિંક

રબાડાએ પાવરપ્લેમાં 3 વિકેટ ઝડપી

કાગીસો રબાડાએ પાવરપ્લેમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો આપ્યો. તેણે રવિચંદ્રન સ્મરણને મિડ-ઓફ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો.

સ્મરણ સ્લોટ બોલ પર મોટો શોટ રમવા ગયો, પરંતુ ટાઇમિંગ કરી શક્યો નહીં. રબાડાએ પોતાની પહેલી ત્રણ ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી અને હૈદરાબાદને મુશ્કેલીમાં મૂકી દીધું. પાવરપ્લે પછી SRHનો સ્કોર 34/4 રહ્યો. ટીમને જીતવા માટે હવે 84 બોલમાં 135 રનની જરૂર હતી.

04:28 PM12 મે 2026

  • કૉપી લિંક

રબાડાએ ઈશાનને પણ પેવેલિયન ભેગો કર્યો

ચોથી ઓવરમાં કગિસો રબાડાએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો. બેક ઓફ લેન્થ બોલ પર ઈશાન કિશન કટ શોટ રમવાના પ્રયાસમાં ફસાઈ ગયા. બોલ સહેજ બહાર નીકળ્યો અને એડ્જ વાગીને વિકેટકીપર જોસ બટલરના ગ્લવ્ઝમાં ગયો. ઈશાન 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો.

04:19 PM12 મે 2026

  • કૉપી લિંક

રબાડાએ અભિષેકને બોલ્ડ કર્યો

કાગીસો રબાડાએ બીજી ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો. અભિષેક શર્માએ ઓવરના પ્રથમ બોલ પર મિડ-ઓફની ઉપરથી શાનદાર છગ્ગો ફટકાર્યો, પરંતુ રબાડાએ વળતો પ્રહાર કર્યો.

શોર્ટ ઓફ લેન્થ બોલ પર અભિષેક જગ્યા બનાવીને રમવા ગયો, પરંતુ એક્સ્ટ્રા બાઉન્સ અને સ્પીડના કારણે બોલ બેટ સાથે અથડાઈને સીધો સ્ટમ્પ્સમાં ઘૂસી ગયો. અભિષેક 4 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો.

04:16 PM12 મે 2026

  • કૉપી લિંક

સિરાજે વિકેટ મેડન સાથે શાનદાર શરૂઆત અપાવી

મોહમ્મદ સિરાજે સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની શરૂઆત વિકેટ મેડન ઓવરથી નાખી. તેણે ટ્રેવિસ હેડને સતત પરેશાન કર્યો અને ચોથા બોલ પર વિકેટ લીધી.

બેક ઓફ લેન્થ બોલ પર હેડ ફ્લિક રમવા ગયા, પરંતુ બોલ એડ્જ લઈને ડીપ બેકવર્ડ પોઇન્ટ પર નિશાંત સિંધુના હાથમાં ગયો. હેડ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો.

03:57 PM12 મે 2026

  • કૉપી લિંક

ઇનિંગ્સ બ્રેક: હૈદરાબાદને 169 રનનો ટાર્ગેટ

03:56 PM12 મે 2026

  • કૉપી લિંક

સુંદરની ફિફ્ટી, ગુજરાતે 168 રન બનાવ્યા

ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં 10 રન ઉમેરીને 5 વિકેટે 168 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદરે 32 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ તેના પછીના જ બોલ પર તે આઉટ થઈ ગયો. સાકિબ હુસૈનના ઓફ-પેસ બોલ પર સુંદર મોટો શોટ રમવા ગયો, પરંતુ બોલ હવામાં ઉંચો ગયો. વિકેટકીપર ઈશાન કિશને દોડીને શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો હતો. સુંદરે 33 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.

છેલ્લા બોલ પર રાહુલ તેવટિયાએ ચોગ્ગો ફટકારીને ટીમને 168 રન સુધી પહોંચાડી હતી. શરૂઆતના ઝટકા બાદ સાઈ સુદર્શન અને સુંદરે ઇનિંગ સંભાળી હતી. સુદર્શને 61 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

03:48 PM12 મે 2026

  • કૉપી લિંક

સુંદરે 19મી ઓવરમાં 18 રન બનાવ્યા

19મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે 18 રન મેળવ્યા. તેણે ઓવરમાં બે ચોગ્ગા અને એક શાનદાર છગ્ગો ફટકાર્યો. સુંદરે લગભગ યોર્કર બોલને ફાઇન લેગની ઉપરથી લેપ કરીને ચોગ્ગો મેળવ્યો, જ્યારે છેલ્લા બોલ પર દમદાર સિક્સ ફટકારી દીધી.

આ પહેલા તેણે શોર્ટ બોલ પર પુલ શોટ રમીને પણ બાઉન્ડરી મારી હતી. આ ઓવર પછી 19 ઓવરમાં ગુજરાત ટાઇટન્સનો સ્કોર 158/4 પર પહોંચી ગયો.

03:41 PM12 મે 2026

  • કૉપી લિંક

હિંગેએ ડેથ ઓવરમાં જોરદાર બોલિંગ કરી

પ્રફુલ્લ હિંગેએ 18મી ઓવરમાં શાનદાર બોલિંગ કરતા માત્ર 7 રન આપ્યા. તેણે જેસન હોલ્ડર અને વોશિંગ્ટન સુંદરને મોટા શોટ રમવાની કોઈ તક આપી નહીં.

હિંગેએ સતત યોર્કર અને હાર્ડ લેન્થ બોલ ફેંકીને બેટર્સ પર દબાણ જાળવી રાખ્યું. સુંદરે પોઈન્ટ તરફ ચોગ્ગો જરૂર ફટકાર્યો, પરંતુ બાકીના બોલ પર ગુજરાત રન બનાવી શક્યું નહીં. 18 ઓવર પછી ગુજરાતનો સ્કોર 140/4 પર પહોંચ્યો.

03:30 PM12 મે 2026

  • કૉપી લિંક

સુદર્શન ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો

17મી ઓવરમાં સાઈ સુદર્શન ઝડપી રન બનાવવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો. સાકિબ હુસૈનના યોર્કર બોલ પર તેણે રિવર્સ લેપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે યોગ્ય પોઝિશનમાં આવી શક્યો નહીં. બોલ બેટ પર બરાબર ન આવ્યો અને શોર્ટ થર્ડ પર ઊભેલા પ્રફુલ્લ હિંગેના હાથમાં ગયો. હિંગેએ થોડા અસહજ અંદાજમાં કેચ જરૂર પકડ્યો, પણ તક ગુમાવી નહીં. સુદર્શન 44 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.

03:19 PM12 મે 2026

  • કૉપી લિંક

સુદર્શને ચોગ્ગા સાથે ફિફ્ટી પૂરી કરી

14મી ઓવરમાં સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરતા ચોગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી. શિવાંગ કુમારના ફુલ લેન્થ બોલ પર તેણે એક ઘૂંટણ ટેકવીને ડીપ સ્ક્વેર લેગ અને ફાઇન લેગની વચ્ચેથી જોરદાર શોટ રમ્યો. IPL 2026માં સુદર્શનની આ પાંચમી ફિફ્ટી ફટકારી છે. ઉપરાંત, તેના કરિયરની 17મી ફિફ્ટી પણ છે.

03:10 PM12 મે 2026

  • કૉપી લિંક

સુદર્શને સિક્સ ફટકારી

ગુજરાત ટાઇટન્સે 13મી ઓવરમાં 10 રન મેળવ્યા. સાઈ સુદર્શને સાકિબ હુસૈનના સ્લોઅર બોલ પર શાનદાર સિક્સ ફટકારીને રનગતિ વધારી હતી.

તેણે પાછળનો ઘૂંટણ વાળીને બોલને મિડ-ઓફની ઉપરથી સ્ટેન્ડ્સમાં પહોંચાડ્યો હતો. ઓવર પૂરી થઈ ત્યાં સુધીમાં સુદર્શન 37 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો અને પોતાની અર્ધસદીની નજીક પહોંચી ગયો. બીજી તરફ, વોશિંગ્ટન સુંદરે પણ સ્ટ્રાઈક રોટેટ કરીને ભાગીદારી આગળ વધારી.

03:07 PM12 મે 2026

  • કૉપી લિંક

શિવાંગે માત્ર 6 રન આપ્યા

હૈદરાબાદના સ્પિનર શિવાંગ કુમારે પોતાની પ્રથમ ઓવરમાં ગુજરાત ટાઇટન્સના બેટર્સને સરખી રીતે રમવા દીધા નહીં. તેણે માત્ર 6 રન ખર્ચ્યા. સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે મોટાભાગના બોલ પર સિંગલ લઈને સ્ટ્રાઈક રોટેટ કરી. ઓવરમાં બે વાઈડ પણ આવ્યા, પરંતુ શિવાંગે ગુગલી અને ટાઈટ લાઈનથી રનગતિ પર અંકુશ જાળવી રાખ્યો. 12 ઓવર પછી ગુજરાતનો સ્કોર 84/3 રહ્યો.

03:00 PM12 મે 2026

  • કૉપી લિંક

કમિન્સે સિંધુની વિકેટ લીધી

સનરાઈઝર્સના કેપ્ટન પેટ કમિન્સે ગુજરાતને ત્રીજો ઝટકો આપ્યો. ફુલ લેન્થ બોલ પર નિશાંત સિંધુ મોટો શૉટ રમવા ગયા, પરંતુ ધીમી પીચ પર ટાઈમિંગ યોગ્ય રીતે બેઠું નહીં. બોલ સીધો લોંગ-ઓફ પર ઊભેલા હેનરિક ક્લાસેનના હાથમાં ગયો. સિંધુ 14 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો. તેણે પોતાની ટૂંકી પણ ઝડપી ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી.

02:48 PM12 મે 2026

  • કૉપી લિંક

સુદર્શને મલિંગાના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો

ગુજરાતે આઠમી ઓવરમાં 9 રન જોડ્યા. ઈશાન મલિંગાની ઓવરના પહેલા જ બોલે સાઈ સુદર્શને બેકવર્ડ પોઇન્ટ પાસેથી શાનદાર ચોગ્ગો ફટકાર્યો. જોકે, ત્યારબાદ મલિંગાએ કમબેક કરતા બેટર્નેસને મોટા શોટ રમવાની તક આપી નહોતી.

નિશાંત સિંધુ એક બોલ પર ડ્રાઈવ મારવાના પ્રયાસમાં બીટ પણ થયો હતો. 8 ઓવર પછી ગુજરાતનો સ્કોર 56/2 રહ્યો.

02:44 PM12 મે 2026

  • કૉપી લિંક

સિંધુએ બે બાઉન્ડરી ફટકારી

ગુજરાતે સાતમી ઓવરમાં 13 રન મેળવ્યા. નિશાંત સિંધુએ નીતિશ કુમાર રેડ્ડી પર એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. તેણે શોર્ટ બોલ પર ડીપ મિડવિકેટની ઉપર શાનદાર સિક્સ લગાવી, જ્યારે ઓવરના છેલ્લા બોલ પર મિડ-ઓફની ઉપરથી ચોગ્ગો મેળવી લીધો. આ જ ઓવરમાં પ્રફુલ્લ હિંગેએ શાનદાર ફિલ્ડિંગ કરીને સંભવિત ચોગ્ગો બચાવ્યો હતો. 7 ઓવર પછી ગુજરાતનો સ્કોર 47/2 રહ્યો.

02:38 PM12 મે 2026

  • કૉપી લિંક

પાવરપ્લેમાં ગુજરાતની ધીમી શરૂઆત

હૈદરાબાદના બોલરોએ શરૂઆતની ઓવરોમાં ગુજરાત ટાઇટન્સને મોકળા મને રમવાની કોઈ તક આપી નહીં. પેટ કમિન્સે સચોટ બોલિંગ કરતા પોતાની બે ઓવરમાં માત્ર 8 રન આપ્યા.

શુભમન ગિલને નીતિશ કુમાર રેડ્ડીની ઓવરમાં લાઇફ લાઇન મળી હતી, પરંતુ તે તેનો ખાસ ફાયદો ઉઠાવી શક્યો નહીં અને પ્રફુલ્લના બોલ પર મિડ-ઓનમાં હેનરિક ક્લાસેનને કેચ આપી બેઠો.

ત્યારબાદ જોસ બટલર પણ વધુ સમય ટકી શક્યો નહીં. સનરાઈઝર્સે રિવ્યુ લઈને તેની વિકેટ મેળવી હતી. પાવરપ્લેમાં ગુજરાતે બે વિકેટ ગુમાવીને ધીમી શરૂઆત કરી.

02:31 PM12 મે 2026

  • કૉપી લિંક

રિવ્યુમાં બટલર આઉટ થયો

હૈદરાબાદને પાંચમી ઓવરમાં મોટી વિકેટ મળી. હિંગેનો બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો અને અમ્પાયરે તેને વાઈડ જાહેર કર્યો હતો, પરંતુ વિકેટકીપર ઈશાન કિશન અને બોલરે કેચની જોરદાર અપીલ કરી હતી.

હૈદરાબાદે તરત જ રિવ્યુ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે જોસ બટલરે સ્કૂપ રમવાના પ્રયાસમાં એડ્જ વાગ્યો છે. ત્યારબાદ નિર્ણય બદલાયો અને બટલર 11 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો.

02:28 PM12 મે 2026

  • કૉપી લિંક

કમિન્સે 4 રન આપ્યા

પેટ કમિન્સે પોતાની બીજી ઓવરમાં સચોટ બોલિંગ કરતા માત્ર 4 રન આપ્યા. તેણે સતત સારી લેન્થ પર બોલિંગ કરીને ગુજરાતના બેટર્સને મોકળા મને શોટ રમવાની કોઈ તક આપી નહીં.

જોસ બટલર એક બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં પૂરી રીતે બીટ થયો, જ્યારે સાઈ સુદર્શન પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. 4 ઓવર પછી ગુજરાતનો સ્કોર 21/1 રહ્યો.

02:23 PM12 મે 2026

  • કૉપી લિંક

હિંગેએ ગિલને આઉટ કર્યો

હૈદરાબાદને ત્રીજી ઓવરમાં વિકેટ મળી. હિંગેના ફુલ લેન્થ બોલ પર શુભમન ગિલ ઓન ડ્રાઈવ રમવા ગયો, પરંતુ શૉટને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહીં.

બોલ સીધો મિડ-ઓન તરફ ગયો, જ્યાં હેનરિક ક્લાસને આગળની તરફ ડાઈવ લગાવીને શાનદાર લો કેચ પકડ્યો. ગિલ 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયા.

02:10 PM12 મે 2026

  • કૉપી લિંક

પેટ કમિન્સે પ્રથમ ઓવર ફેંકી

હૈદરાબાદના કેપ્ટન કમિન્સે પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે માત્ર 5 રન આપ્યા. સાઈ સુદર્શને 2 રન લઈને ગુજરાતનું ખાતું ખોલાવ્યું.

01:54 PM12 મે 2026

  • કૉપી લિંક

હૈદરાબાદની પ્લેઇંગ-11

01:49 PM12 મે 2026

  • કૉપી લિંક

કમિન્સે બોલિંગ લીધી, ગિલ બોલ્યો- પીચ વધુ સારી દેખાઈ રહી છે

હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે જણાવ્યું હતું કે ટીમે અગાઉ અહીં મેચ રમી નથી, તેથી શરૂઆતમાં બોલિંગ કરીને પીચને સમજવા ઇચ્છે છે.

કમિન્સને આશા છે કે બાદમાં બેટિંગ કરવી સરળ રહેશે. તેણે એમ પણ કહ્યું કે ટીમે આખી સીઝન દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે અને ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે આગામી ત્રણ મેચ ખૂબ જ મહત્ત્વની રહેશે. હૈદરાબાદે પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

બીજી તરફ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તેની ટીમ પણ પહેલા બોલિંગ કરવા ઇચ્છતી હતી. ગિલના જણાવ્યા પ્રમાણે, આ વિકેટ છેલ્લી કેટલીક મેચની સરખામણીમાં વધુ સારી દેખાઈ રહી છે.

તેણે ઉમેર્યું કે ટુર્નામેન્ટના આ તબક્કે સતત સારા નિર્ણયો અને સાચું એક્ઝિક્યુશન અત્યંત જરૂરી છે. ગુજરાતે પણ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

01:35 PM12 મે 2026

  • કૉપી લિંક

ગુજરાત લવન્ડર જર્સીમાં મેદાનમાં ઉતરી

ગુજરાત ટાઇટન્સ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ખાસ લવન્ડર રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી. ટીમ દર સીઝનમાં પોતાના એક હોમ ગ્રાઉન્ડ મેચમાં કેન્સર સર્વાઈવર્સ અને તેમના પરિવારોના સમર્થનમાં આ પહેલ કરે છે. લવન્ડર રંગ વિશ્વભરમાં કેન્સર સામેની લડાઈ અને જાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે.

01:29 PM12 મે 2026

  • કૉપી લિંક

બન્ને ટીમ સાતમી વખત આમને-સામને ટકરાશે

બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. જેમાંથી GTએ 5 અને SRHએ 1 મેચ જીતી છે. ગયા સીઝનમાં બંને મેચ GTએ જીતી હતી. આ સીઝનમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે ટકરાશે.

01:28 PM12 મે 2026

  • કૉપી લિંક

SRHએ 8 વખત 200નો આંકડો પાર કર્યો

સનરાઈઝર્સ હૈદરાબાદ આ સીઝનની સૌથી વિસ્ફોટક બેટિંગ યુનિટ બનીને ઉભરી છે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેને બોલરો પર દબાણ બનાવ્યું છે. ટીમે 8 વખત 200 રનનો આંકડો પાર કર્યો છે, જેમાં મુંબઈ સામે 249 રનનો સ્કોર સામેલ છે. IPLના ટૉપ-10 બેટર્સમાં SRHના ત્રણ ખેલાડીઓ સામેલ છે. ક્લાસેન 11 મેચમાં 494 રન સાથે પ્રથમ, અભિષેક શર્મા બીજા અને ઈશાન કિશન આઠમાં નંબરે છે.

01:28 PM12 મે 2026

  • કૉપી લિંક

ગિલ અને સુદર્શનની જોડી GTની સૌથી મોટી તાકાત

શુભમન ગિલની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સે ધીમી શરૂઆત બાદ શાનદાર લય મેળવી છે. રાજસ્થાન રોયલ્સ સામે 77 રનની જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

બેટિંગમાં ગિલ અને સાઈ સુદર્શન ટીમની સૌથી મોટી તાકાત છે. જોસ બટલર અને વોશિંગ્ટન સુંદર મિડલ ઓર્ડરને મજબૂતી આપે છે. જોકે, ઉપરનો ક્રમ નિષ્ફળ જાય ત્યારે ફિનિશર્સ પર દબાણ આવી જાય છે. ગિલ ટીમના ટૉપ રન સ્કોરર છે, જેમણે 10 મેચમાં 160.41ના સ્ટ્રાઈક રેટથી 462 રન બનાવ્યા છે.

ગુજરાતની બોલિંગ પણ હવે વધુ શિસ્તબદ્ધ દેખાઈ રહી છે. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાની ઝડપ સાથે રાશિદ ખાનની સ્પિન વચ્ચેની ઓવરોમાં મેચ પલટી શકે છે. રબાડા 11 મેચમાં 18 વિકેટ ઝડપી ચૂક્યા છે.

01:28 PM12 મે 2026

  • કૉપી લિંક

કમિન્સના પરત ફરવાથી હૈદરાબાદનો મિજાજ બદલાયો

SRHની બોલિંગની કમાન પેટ કમિન્સના હાથમાં છે. ઈજાના કારણે શરૂઆતની મેચમાંથી બહાર રહ્યા બાદ તેના પરત ફરવાથી ટીમમાં નવી ઉર્જા આવી છે. તેના આવવાથી બોલિંગ એટેક વધુ આક્રમક અને સચોટ દેખાઈ રહ્યો છે. શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર ઈશાન મલિંગા આ સીઝનની નવી શોધ સાબિત થયો છે. તે 16 વિકેટ સાથે ટૉપ-5 વિકેટ લેનારાઓમાં સામેલ છે અને ટીમનો ટૉપ વિકેટ ટેકર પણ છે.

01:27 PM12 મે 2026

  • કૉપી લિંક

અમદાવાદની પીચ બેટર્સને મદદ કરશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટર્સને અનુકૂળ માનવામાં આવે છે. નવા બોલથી ફાસ્ટ બોલરોને પણ મદદ મળે છે. અહીં ટાર્ગેટને ચેઝ કરવો સરળ રહે છે, તેથી ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. અહીં અત્યાર સુધી 50 IPL મેચ રમાઈ છે, જેમાંથી 24 વખત પહેલા બેટિંગ કરનાર અને 25 વખત ચેઝ કરનાર ટીમ જીતી છે. એક મેચ ટાઈ રહી છે.

01:24 PM12 મે 2026

  • કૉપી લિંક

ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે ફેન્સ ચણીયાચોળી પહેરીને આવી

01:23 PM12 મે 2026

  • કૉપી લિંક

ઉજ્જૈનની ફેન ખાસ અભિષેક માટે મિત્રો સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી

01:01 PM12 મે 2026

  • કૉપી લિંક

રાજકોટથી અભિષેક શર્માને સપોર્ટ કરવા માટે પોસ્ટર સાથે ફેન્સ આવ્યા

12:58 PM12 મે 2026

  • કૉપી લિંક

અભિષેક શર્માને જોવા ફેન સ્ટેડિયમ પહોંચી

અભિષેક શર્માને જોવા માટે ફેન્સ સ્ટેડિયમ પહોંચી ગયા છે. અનુષ્કાએ જણાવ્યું હતું કે, આજની મેચને લઈને ખૂબ ઉત્સાહ છે. ખાસ અભિષેક શર્માને જોવા માટે અને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. અભિષેક શર્મા જ આજે સારું પ્રદર્શન કરશે તેવું લાગે છે.

12:55 PM12 મે 2026

  • કૉપી લિંક

શુભમન ગિલને જોવા માટે ભોપાલથી ફેન્સ પહોંચ્યા

12:47 PM12 મે 2026

  • કૉપી લિંક

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ધીમે ધીમે ભીડ વધી રહી છે

12:31 PM12 મે 2026

  • કૉપી લિંક

અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ

અમદાવાદના 44 ડિગ્રી તાપમાનમાં પણ ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ જોવા મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.