Salman Khan’s Rumored GF Iulia Vantur Debuts ‘Cinderella’ Look at Cannes 2026
- Gujarati News
- Entertainment
- Salman Khan’s Rumored GF Iulia Vantur Debuts ‘Cinderella’ Look At Cannes 2026 | Walks Red Carpet With Deepak Tijori
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફ્રાન્સના કાન શહેરમાં ફિલ્મની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ ચાલી રહ્યો છે. વિશ્વભરની ફિલ્મોનાં સ્ક્રીનિંગ માટેનું સ્વર્ગ ગણાતો આ ફેસ્ટિવલ તેના રેડ કાર્પેટ માટે પણ જાણીતો છે. 79માં કાન ફેસ્ટિવલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય ફિલ્મો અને સેલિબ્રિટીઝ કાનમાં પહોંચી રહ્યા છે. આલિયા ભટ્ટ અને ઉર્વશી રૌતેલાના સુંદર લુકે ચાહકોને ઘેલું લગાડ્યું છે. તેવામાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ આ ફેસ્ટિવલનો ભાગ બની છે.

યૂલિયા વંતૂરે વાદળી રંગનો ડ્રેસ પહેર્યો હતો.
લાલ જાજમ પર વાદળી ડ્રેસમાં કામણ પાથર્યાં
રોમાનિયન એક્ટ્રેસ અને સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ખાસ વાદળી રંગ પર પસંદગી ઢોળી હતી. યૂલિયાએ સ્વીટહાર્ટ નેકલાઇનવાળું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું. આ ટેક્સ્ચર્ડ ગાઉન બે ભાગમાં વહેંચાયેલું હતું, એક ફિટેડ બોડીકોન ગાઉન અને તેની ઉપર એક મોટું વોલ્યુમિનસ ટ્રેન જોડાયેલું હતું.

સ્કાયબ્લુ અને સિલ્વર સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે લુક કમ્પ્લિટ કર્યો.
યૂલિયાએ આ ડ્રેસને સુંદર ડાયમંડ સ્ટેટમેન્ટ નેકલેસ સાથે પેર કર્યો હતો. તેણે વાદળી રંગના ડાયમંડવાળો સિલ્વર નેકલેસ અને તેના મેચિંગ ઇયરિંગ્સ પહેરી હતી. કલર થીમને જાળવી રાખવા યુલિયાએ સિલ્વર-મેટાલિક કલરની હીલ્સ પહેરી હતી. તેણે ડ્રેસની જેમ જ મિનિમલ પણ એલિગન્ટ મેકઅપ કર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેને સાઇડ પાર્ટિશન સાથે હળવા વેવ્સ આપ્યા હતા.

યૂલિયાએ પાપારાઝી સામે ફ્લાઇંગ કિસ આપી.
‘કાન ફિલ્મ ફેસ્ટિવલની જાદુઈ સાંજ…’
યૂલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રેડ કાર્પેટનો વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, ‘વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાંના એક- કાન ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે એક જાદુઈ સાંજ. અહીં આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે, અમારી ફિલ્મ ‘એકોઝ ઓફ અસ’ પ્રદર્શિત કરવા માટે, જેની પોતાની સફર અવિશ્વસનીય રહી છે. આ ખાસ સાંજે, રેડ કાર્પેટ પર એક ટીમ તરીકે સાથે આવવું એ અમારા માટે સન્માનની વાત છે.’

યૂલિયાએ મનમૂકીને પોઝ આપ્યા.
ગુજ્જુ કૉ-એક્ટર અને ડિરેક્ટર સાથે રેડ કાર્પેટ પર વૉક કર્યું
વાસ્તવમાં યૂલિયા વંતૂરની ફિલ્મ ‘એકોઝ ઓફ અસ’નું કાનમાં સ્ક્રીનિંગ થવાનું હતું. તેથી તે તેના કૉ-એક્ટર દીપક તિજોરી અને ફિલ્મના ડિરેક્ટર જોય રાજન સાથે ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે પાપારાઝીને મનમૂકીને પોઝ આપ્યા હતા. સાથે જ તેણે કેમેરા સામે ફ્લાઇંગ કિસ આપી હતી અને હાથેથી હાર્ટનો સિમ્બોલ બનાવ્યો હતો.

દિપક તિજોરી અને ડિરેક્ટર સાથે રેડ કાર્પેટ પર વૉક કર્યું.
કોણ છે યૂલિયા વંતૂર?
સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર મૂળ રોમાનિયાની છે. તેની બોલિવૂડમાં કરિયર બનાવવાની કોઈ યોજના નહોતી. તે રોમાનિયામાં પોતાનું કરિયર બનાવી રહી હતી, પરંતુ જ્યારે તે ડબલિનમાં ‘બોડીગાર્ડ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાનને મળી, ત્યારે તેણે મુંબઈ આવવાનું નક્કી કર્યું. કહેવાય છે કે, સલમાન ખાને ખુદ યૂલિયા વંતૂરને મુંબઈ બોલાવી હતી.

2011માં યૂલિયા તેના બોયફ્રેન્ડ સાથે મુંબઈ આવી હતી, પરંતુ તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી સલમાન ખાને તેની ઘણી મદદ કરી. સલમાન ખાન અને યુલિયા વંતુર વચ્ચે ઘણાં વર્ષોથી અફેર હોવાના અહેવાલો છે. બંને ઘણી વખત ઈવેન્ટ્સ, પાર્ટી અને ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા છે. લોકડાઉન દરમિયાન તે સલમાન સાથે તેના ફાર્મહાઉસમાં પણ રહી હતી. તાજેતરમાં મધર્સ ડે પર યૂલિયાએ સલમાનના બંને માતા સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.
,
કાન ફિલ્મ ફેસ્ટિવલ સંબંધિત આ સમાચાર પણ વાંચો-

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


