Google Android Scam Call Protection: New AI Security Features Launched | Gujarat News

Last Updated: May 13, 2026By

ટેક જાયન્ટ ગૂગલે તેની આગામી વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ Google I/O 2026 પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે સુરક્ષાના ખાસ ફિચર્સની જાહેરાત કરી છે. વધતા જતા સાયબર ક્રાઈમ અને સ્કેમ કોલ્સને ધ્યાનમાં રાખીને ગૂગલ હવે તેના ઓપરેટિંગ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ મોનિટરિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યું છે.

સ્કેમ અને ફેક કોલ્સથી મુક્તિ

મોટાભાગના સાયબર ગુનાઓમાં ગુનેગારો બેંક અધિકારી બનીને લોકોના ખાતાની વિગતો મેળવી લેતા હોય છે. ગૂગલ હવે ‘સ્પૂફિંગ પ્રોટેક્શન ટૂલ’ લાવી રહ્યું છે જે નેટવર્ક સ્તરે જ આવા છેતરપિંડીવાળા કોલ્સને ઓળખી કાઢશે. આ ટૂલની ખાસિયત એ છે કે તે શંકાસ્પદ કોલને ઓળખીને તેને આપમેળે ડિસ્કનેક્ટ કરી દેશે. યુઝર્સને નોટિફિકેશન પણ મળશે કે આ સ્કેમ કોલ હોઈ શકે છે. આ સુવિધા એન્ડ્રોઇડ 11 કે તેથી વધુ વર્ઝન ધરાવતા તમામ ફોનમાં ઉપલબ્ધ થશે.

નકલી એપ્સ પર નજર: થ્રેડ ડિટેક્શન

ગૂગલ એક ‘થ્રેડ ડિટેક્શન ફીચર’ પર પણ કામ કરી રહ્યું છે, જે પ્લે સ્ટોર અને ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સની પ્રવૃત્તિ પર સતત નજર રાખશે. જો કોઈ એપ શંકાસ્પદ રીતે ડેટા ચોરી કરતી હશે કે એસએમએસ ફોરવર્ડ કરતી જણાશે, તો ગૂગલ તેને તાત્કાલિક બ્લોક કરી દેશે. તેનાથી સાયબર ફ્રોડ અને બેંકિંગ ફ્રોડ એપ્સથી યુઝર્સને રક્ષણ મળશે.

ફોન ચોરીનો ભય થશે દૂર

ફોન ચોરીના કિસ્સામાં ગૂગલ હવે વધુ કડક સુરક્ષા પ્રદાન કરશે. ગૂગલ એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં એકવાર ફોન ચોરાઈ જાય અથવા યુઝર તેને ‘લોસ્ટ’ તરીકે માર્ક કરી દે, પછી તે ફોન ક્યારેય ઉપયોગમાં લઈ શકાશે નહીં. બાયોમેટ્રિક અનલોકિંગ (ફેસ લોક કે ફિંગરપ્રિન્ટ) વિના ફોન ખુલશે જ નહીં, જેનાથી ચોર યુઝરના અંગત ડેટા કે પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. એન્ડ્રોઇડ 17 થી આ સુવિધા ડિફોલ્ટ રૂપે જોવા મળશે.

આ પણ વાંચોઃ Pizza ની વચ્ચે કેમ રાખવામાં આવે છે આ ‘નાનું ટેબલ’? જાણો પિઝાની સુરક્ષાની કહાની

Leave A Comment