Trisha Krishnan Blushes Over Thalapathy Vijay Name Karuppu Screening; VIDEOS

Last Updated: May 16, 2026By

11 કલાક પેહલા

  • કૉપી લિંક

થલાપતિ વિજયે તમિલનાડુની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. આ દરમિયાન સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન સાથેના સંબંધોની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તાજેતરમાં ચાહકોએ ત્રિશાને તેના ‘ખાસ મિત્ર’ વિશે પૂછતાં તેના ગાલે શરમના શેરડા ફૂટી પડ્યા હતા. વિજયનું નામ સાંભળતા જ તે શરમાઈ ગઈ હતી.

‘થલાપતિને અમારા રામ-રામ કહેજો’

વાસ્તવમાં ત્રિશા શુક્રવારે ચેન્નઈમાં પોતાની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘કરુપ્પુ’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન ડિરેક્ટર આરજે બાલાજી અને એક્ટર કાર્થી પણ હાજર હતા. થિયેટરમાંથી બહાર નીકળતી વખતે તૃષા પોતાની કારમાં બેઠી હતી. તેણે બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. આ જ દરમિયાન એક ફેને કહ્યું, ‘થલાપતિને કહેજો કે મેં તેમના ખબરઅંતર પૂછ્યા છે.’

આના પર તૃષાએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘કંદીપા (ચોક્કસ).’ આ દરમિયાન તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. પહેલાં તો તેણે તરત જ ચાહકો સામેથી નજર હટાવી લીધી અને માથું નીચે કરીને ફોનમાં ધ્યાન પરોવી લીધું. જોકે, ચાહકોએ ‘ત્રિશા…ત્રિશા’ નામ લેતાં તેણે ફરી ફોનમાંથી મોં ઊંચું કર્યું હતું અને ચાહકો તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન પણ કર્યું હતું.

ત્રિશાની ફિલ્મ 'કરુપ્પુ' સિનેમાઘરોમાં 15 મેના રોજ રિલીઝ થઈ છે.

ત્રિશાની ફિલ્મ ‘કરુપ્પુ’ સિનેમાઘરોમાં 15 મેના રોજ રિલીઝ થઈ છે.

ત્રિશા અને વિજયની ડેટિંગની ચર્ચા, પ્રેમ માટે નિયમ પણ કુરબાન!

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રિશાનું નામ સાઉથસુપરસ્ટાર અને તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ઉર્ફ થલાપતિ વિજય સાથે નામ જોડાઈ રહ્યું છે. જોકે, વિજય અને ત્રિશાએ અત્યાર સુધી તેમના સંબંધોને લઈને જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.

તાજેતરમાં સીએમ વિજયના એક નિર્ણયની પણ ઘણી ચર્ચા થઈ, જેમાં તેણે ત્રિશાની ફિલ્મ ‘કરુપ્પુ’ માટે 9 વાગ્યાના મોર્નિંગ શો (સ્પેશિયલ સ્ક્રીનિંગ) માટે વિશેષ પરવાનગી આપી. નોંધનીય છે કે, મોર્નિંગ શો પર રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી પ્રતિબંધ હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…

શપથ ગ્રહણ સમારોહમાં હાજરી અને પરિવાર સાથેનું ખાસ જોડાણ

આ પહેલા 10 મેના રોજ ત્રિશા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહી હતી. આ દરમિયાન વિજયની માતાએ તેને પ્રેમથી ગળે લગાવી લીધી હતી. ઉપરાંત વિજયની બહેનો અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ ત્રિશાનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશાએ વિજયના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમની માતાને ગળે મળી.

શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશાએ વિજયના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમની માતાને ગળે મળી.

ત્રિશાના જન્મદિવસે જ થલાપતિનો ‘વિજય’

નોંધનયી છે કે, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા, જે દિવસે ત્રિશા તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી હતી. ત્રિશાએ સવારે તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં હતાં, અને વિજયની જીતના સમાચાર મળતા જ તે વિજયના નીલાંકરાઈ સ્થિત ઘરે પણ પહોંચી હતી.

ત્રિશા મંદિર પછી વિજયના ઘરે પહોંચી હતી.

ત્રિશા મંદિર પછી વિજયના ઘરે પહોંચી હતી.

વિજય પર લગ્નેત્તર સંબંધનો આરોપ

પર્સનલ લાઇફની વાત કરીએ તો, ત્રિશાની 2015માં બિઝનેસમેન વરુણ મણિયન સાથે સગાઈ થઈ હતી, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. જ્યારે, વિજયે 1999માં સંગીતા સોરનાલિંગમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો જેસન સંજય અને દિવ્યા સાશા છે. હાલમાં વિજય અને સંગીતાના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ અનુસાર, સંગીતાએ પોતાની છૂટાછેડાની અરજીમાં પતિ વિજય પર લગ્નેત્તર સંબંધ (એક્સ્ટ્રા મેરિટલ અફેર)નો આરોપ લગાવ્યો હતો. જોકે, તેણે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ આ આરોપ બાદ તરત જ વિજય અને ત્રિશા એક લગ્ન સમારોહમાં પહોંચ્યાં હતાં, જ્યાં બંનેએ ટ્વિનિંગ કર્યું હતું. બંનેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ત્યારથી બંનેના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Leave A Comment