Urvashi Rautela Copied American Model, Trolled; Cannes 2026 Photos
2 કલાક પેહલા
- કૉપી લિંક
79મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિતારાઓ પોતાના લુક અને અંદાજથી વૈશ્વિક મંચ પર ધમાલ મચાવી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં પહોંચેલી બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી, હુમા કુરેશી અને ઉર્વશી રૌતેલા અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. કોઈ પોતાના પરંપરાગત લુકને બદલીને બોલ્ડ અંદાજ અપનાવવા માટે વાહવાઈ લૂંટી રહ્યું છે, તો કોઈ નકલ કરીને ટ્રોલર્સના નિશાના પર આવી ગયું છે.
અદિતિ રાવ હૈદરી: પહેલા દિવસે સાડી, બીજા દિવસે ગ્લેમરસ અવતાર
12 મેથી શરૂ થયેલા કાન ફેસ્ટિવલમાં અદિતિ રાવ હૈદરીએ પોતાની સ્ટાઈલ અને આકર્ષણથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. પહેલા દિવસે અદિતિ એકદમ સાદગીભર્યા લુકમાં સાડી પહેરીને જોવા મળી હતી, જેના ચાહકોએ ખૂબ વખાણ કર્યા હતા. જોકે, બીજા દિવસે તેણે રેડ કાર્પેટ પર ઉતરીને પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા.
મોર્ડન લુક: અદિતિ એક વન શોલ્ડર નિયોન મેટાલિક ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. આ થાઈ-હાઈ સ્લિટ લોંગ ગાઉન ડ્રેસ ‘ટોની વોર્ડ કોચુર’ના સ્પ્રિંગ/સમર 2025ના સંગ્રહમાંથી હતો. આ લુક સાથે તેણે હળવો મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા, જે જૂની હોલીવુડ શૈલીને આધુનિક સ્પર્શ આપતો હતો.


ટ્રેડિશનલ લુક: આ પહેલા અદિતિએ ‘મોનિકા અને કરિશ્મા’ બ્રાન્ડ ઝેડની ઓર્ગેન્ઝા સાડી પહેરી હતી, જેના પર સોનેરી ટીલડી અને સિતારાનું ઝીણું નકશીકામ હતું. આ લુકને તેણે ઈન્દ્રિયા જ્વેલ્સના બે સોનેરી હાર તથા હીરાની વીંટી સાથે પૂર્ણ કર્યો હતો, જેમાં તેણે ચોટી વાળી હેરસ્ટાઈલ કરી હતી.



હુમા કુરૈશી: પહેલા બનારસી સાડી, પછી બ્લેક ગાઉનમાં અદ્ભુત અંદાજ
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીનો કાન ફેસ્ટિવલમાં અનોખો જાદુ જોવા મળી રહ્યો છે. તે પણ પહેલા બનારસી સાડી લુકમાં જોવા મળી પછી એકદમ આકર્ષક બ્લેક આઉટફિટમાં જોવા મળી છે.
બનારસી સાડીનું આકર્ષણ: હુમાએ ઇન્સ્ટાગ્રામ પર લવન્ડર કલરની બનારસી સાડી અને સોનેરી બ્લાઉઝમાં તસવીરો શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, “બનારસના ઘાટોથી લઈને કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી… એક એવું વસ્ત્ર પહેરવામાં કંઈક ખાસ વાત છે, જે સદીઓની સફર ખેડીને આવ્યું હોય. મને સૌથી વધુ એ ગમ્યું કે આ પરંપરાગત બનારસી વણાટની સાથે આજની દુનિયાની ડિઝાઇન પણ ધરાવે છે.”


બ્લેક લેડી બની હુમા: તાજેતરમાં જ હુમાનો એક નવો લુક સામે આવ્યો છે, જેમાં તે શાનદાર બ્લેક ગાઉનમાં નીડર અને ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. આ લુકને તેણે હીરાના દાગીના સાથે સજાવ્યો છે અને ફોટોઝ શેર કરતા લખ્યું, “જો તમે કાનમાં મળો, તો મને પકડી લેજો.”


ઉર્વશી રૌતેલા: અમેરિકી મોડેલ જીજી હદીદની કોપી કરતા પકડાઈ!
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્વશી રૌતેલા કાનમાં પોતાના પોશાકને લઈને ચર્ચામાં છે, પરંતુ આ વખતે તે પ્રશંસાના કારણે નહીં પણ ભારે ટ્રોલિંગના કારણે સમાચારોમાં છે. શનિવારે મોડી રાત્રે ઉર્વશીએ આઇવરી ગોલ્ડ કલરની સાડીમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ પકડી પાડ્યું કે તેનો આ લુક ઇન્ટરનેશનલ મોડેલ જીજી હદીદ જેવો જ છે!

ડાબી બાજુ કાન 2026માં ઉર્વશી રૌતેલાનો લુક, જમણી બાજુ અમેરિકી મોડેસ જીજી હદીદનો લુક
શા માટે થઈ ટ્રોલ?
જીજી હદીદે ભારતની મુલાકાત દરમિયાન ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) ના એક કાર્યક્રમમાં બરાબર આવી જ સાડી પહેરી હતી. પહેલી નજરે ઉર્વશી અને જીજી હદીદની સાડી એકદમ સરખી લાગે છે, જેના કારણે યુઝર્સ તેને ‘કોપી કેટ’ કહીને ટ્રોલ કરી રહ્યા છે. જોકે, આ પહેલા ઉર્વશીનો કરોડોની કિંમતનો ‘પરી’ જેવો આઉટફીટ અને અનોખો મેકઅપ સોશિયલ મીડિયા પર ઘણી વાહવાઈ લૂંટી ચૂક્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


