Sanju Samson; IPL 2026 CSK vs SRH LIVE Score Updates Ruturaj Gaekwad Noor Ahmed

Last Updated: May 17, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sanju Samson; IPL 2026 CSK Vs SRH LIVE Score Updates Ruturaj Gaekwad Noor Ahmed | Abhishek Sharma Pat Cummins

સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026ની 63મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સામસામે ટકરાશે. આ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.

પ્લેઓફની રેસમાં બંને ટીમ માટે આ મેચ ઘણી મહત્વની છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા અને હૈદરાબાદ ત્રીજા સ્થાને છે.

છેલ્લી મેચમાં લખનઉ સામે હાર્યા બાદ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ ટીમે આ મેચ ગમે તે ભોગે જીતવી જ પડશે. બીજી તરફ, પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની હૈદરાબાદની ટીમ આ જીત સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરવા ઇચ્છશે.

બંને ટીમ 24મી વખત સામસામે ટકરાશે

બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ ચૂકી છે. જેમાં CSKએ 15 અને SRHએ 8 મેચ જીતી છે. ગત સીઝનમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદનો વિજય થયો હતો. આ સીઝનમાં બંને ટીમ બીજી વખત ટકરાશે. હૈદરાબાદમાં રમાયેલી આ સીઝનની પ્રથમ મેચ પણ SRHએ જીતી લીધી હતી.

અંશુલ કંબોજે 19 વિકેટ ઝડપી

ચેન્નઈની આ સીઝનની સફર ઉતાર-ચઢાવ વાળી રહી છે. ટીમે IPL 2026ની શરૂઆત સતત ત્રણ હાર સાથે કરી હતી. આ પછી ચેન્નઈએ શાનદાર કમબેક કર્યું અને આગામી 9 મેચમાંથી 6 મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાને જીવંત રાખ્યું છે.

ટીમ 12 મેચમાં 6 જીત અને 6 હાર સાથે 12 પોઇન્ટ્સ ધરાવે છે. લખનઉ સામે એકાના સ્ટેડિયમમાં મળેલી હારના કારણે ચેન્નઈનો નેટ રન-રેટ બગડ્યો છે, જેના લીધે બાકીની બંને મેચ જીતવાનું દબાણ વધી ગયું છે.

સંજુ સેમસન ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 12 મેચમાં 236.55ની સ્ટ્રાઈક રેટથી 450 રન બનાવ્યા છે. અંશુલ કંબોજ 12 મેચમાં 19 વિકેટ લઈને ટીમનો ટૉપ વિકેટ ટેકર છે.

હૈદરાબાદ માત્ર 86 રનમાં સમેટાઈ ગયું હતું

સનરાઇઝર્સ હૈદરાબાદે આ સીઝનમાં 12 માંથી 7 મેચ જીતીને 14 પોઇન્ટ્સ મેળવ્યા છે. ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ગુજરાત સામેની છેલ્લી મેચમાં હૈદરાબાદનું બેટિંગ લાઈનઅપ ફ્લોપ રહી હતી અને ટીમ માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

જો આજે જીત મળશે તો હૈદરાબાદના 16 પોઈન્ટ થઈ જશે અને ટીમ પ્લેઓફની એકદમ નજીક પહોંચી જશે. હેનરિક ક્લાસેન ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 12 મેચમાં 153.93ની સ્ટ્રાઈક રેટથી 508 રન બનાવ્યા છે. ઈશાન મલિંગા 16 વિકેટ સાથે ટીમનો ટૉપ વિકેટ ટેકર છે.

ચેપોકમાં 200+ સ્કોર બની રહ્યા છે

ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ ચૂકી છે. આ વર્ષે ચેપોકની પીચનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે. પરંપરાગત રીતે સ્પિનરોને મદદ કરતી આ પીચ આ સીઝનમાં બેટર્સ માટે સાનુકૂળ રહી છે અને અહીં સતત 200થી વધુ રનનો સ્કોર બન્યો છે.

જોકે, કેટલીક મેચમાં બોલ રોકાઈને આવ્યો છે અને સ્પિનરોને ગ્રીપ તેમજ ટર્ન પણ મળ્યો છે. આ વર્ષે અહીં રમાયેલી 6 મેચમાંથી 4 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે. આવી સ્થિતિમાં આજે પણ ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. ચેપોકમાં અત્યાર સુધીમાં IPLની 97 મેચ રમાઈ છે. જેમાંથી 51 મેચ જીત્યા છે, 44 હાર્યા છે અને 2 મેચ ટાઈ રહી છે.

મેચ દરમિયાન વરસાદ પડી શકે છે

ચેપોક સ્ટેડિયમમાં, ચેન્નઈમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની સંભાવના છે. સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.

ઇમ્પેક્ટ પ્લેયર: કાર્તિક શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, આર. સ્મરણ, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.

ઇમ્પેક્ટ પ્લેયર: પ્રફુલ હિંગે.

Leave A Comment