Recipes : શું તમે ક્યારેય ખાધી છે હેલ્ધી 'બીટરૂટ ફ્રાય ઈડલી'? જાણી લો બનાવવાની સરળ રીત
ઈડલી એક એવો લોકપ્રિય અને હળવો ભારતીય નાસ્તો છે જે લગભગ દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. સાઉથની આ ફેમસ વાનગી હવે સમગ્ર ભારતમાં લોકપ્રિય થઈ છે. ઇડલી એવી વાનગી છે જેને તમે સવાર અને સાંજના બ્રેકફાસ્ટ અને રાત્રિના ડિનરમાં પણ લઈ શકો છો. તે માત્ર ખાવામાં સ્વાદિષ્ટ નથી હોતી, પરંતુ પાચનતંત્ર અને આંતરડાના સ્વાસ્થ્ય (Gut Health) માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સફેદ કે રવા ઈડલી તો ઘણી વાર ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય બીટરૂટમાંથી બનેલી આકર્ષક ‘ગુલાબી ઈડલી’ ટ્રાય કરી છે? સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ બીટરૂટ ઇડલી બનાવવાની જાણો સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ.
બીટરૂટ ઇડલી માટેની સામગ્રી
- ૨ કપ ચોખા
- ૧ કપ અડદની દાળ
- ૧ મધ્યમ કદનું બીટ (સમારેલું)
- ઈડલી પ્લેટને ગ્રીસ કરવા માટે તેલ
- ૧ ડુંગળી (બારીક સમારેલી)
- ૨ લીલા મરચાં (લાંબા સમારેલા)
- ૧ ચમચી જીરું
- ૧/૨ ચમચી સરસવ
- ૧/૨ ચમચી હળદર
- એક ચપટી હિંગ
- લાલ મરચું પાવડર
- ૨-૩ ચમચી તેલ અથવા ઘી
- ૫-૬ કઢી પત્તા
- થોડો ગરમ મસાલો
બીટરૂટ ઇડલી બનાવાની રીત
ચોખા અને અડદની દાળને અલગ-અલગ પાણીમાં ૬-૭ કલાક પલાળી રાખો. પછી તેને ક્રશ કરીને સુંવાળી પેસ્ટ બનાવો અને આખી રાત આથો આવવા દો. બીટરૂટને પીસીને થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. જ્યારે ઈડલીનું ખીરું ચઢી જાય, ત્યારે તેમાં બીટરૂટની પેસ્ટ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. ઈડલી પ્લેટને તેલ કે ઘીથી ગ્રીસ કરો અને તેમાં ખીરું રેડો. પછી, તેને સ્ટીમરમાં ૧૫-૨૦ મિનિટ માટે બાફી લો. રાંધાઈ ગયા પછી, તેને થોડીવાર ઠંડુ થવા દો અને પછી ઈડલી કાઢી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું નાખો. જ્યારે તે તતડવા લાગે, ત્યારે ડુંગળી અને કઢી પત્તા ઉમેરો. આ પછી, હળદર, લાલ મરચું, મીઠું અને લીલા મરચાં ઉમેરો અને સારી રીતે શેકો. જો ઈચ્છો તો, તમે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે ઈડલીના નાના ટુકડા કરી લો અને તેને પેનમાં નાખો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો. તેને આછું સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રાંધો. કોથમીરના પાનથી સજાવો. તમારા સ્વાદિષ્ટ બીટરૂટ ઈડલી ફ્રાઈસ તૈયાર છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
