બેંકો માટે સરકારે જાહેર કર્યો 'લોકડાઉન' જેવો આદેશ!:મિટિંગો ઓનલાઈન થશે ને પેટ્રોલ-ડીઝલને બદલે EV વાહનો ખરીદવામાં આવશે; જાણો નવા નિયમો

Last Updated: May 18, 2026By

દેશમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજી (CNG)ના ભાવમાં થયેલા વધારા બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસરોનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઈંધણનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ હવે નાણા મંત્રાલય દ્વારા દેશની તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને ખર્ચમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. રોયટર્સના અહેવાલ મુજબ, નાણાકીય સેવા વિભાગ દ્વારા સોમવારે આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવો આદેશ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બડોદા (BoB) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) સહિતની તમામ સરકારી નાણાકીય સંસ્થાઓ પર લાગુ થશે. વિદેશ પ્રવાસમાં કાપ અને વર્ચ્યુઅલ મિટિંગ પર ભાર નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, સરકારી નાણાકીય સંસ્થાઓએ ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના પગલાં ભરવા પડશે: વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ: તમામ પ્રકારની બિઝનેસ મિટિંગ્સ, પ્રોજેક્ટ રિવ્યૂ અને ચર્ચાઓ હવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કરવાની રહેશે. જ્યાં સુધી રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય ન હોય ત્યાં સુધી ડિજિટલ મિડીયમનો જ આગ્રહ રાખવો પડશે. ટોચના અધિકારીઓની વિદેશ યાત્રા પર બ્રેક: બેંકો અને સંસ્થાઓના ચેરમેન, એમડી (MD) અથવા સીઈઓ (CEO) સહિતના ઉચ્ચ અધિકારીઓની વિદેશ યાત્રાઓ નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી કરવી પડશે. શક્ય હોય ત્યાં સુધી વિદેશી કાર્યક્રમોમાં પણ વર્ચ્યુઅલ રીતે જ હાજરી આપવાની રહેશે. પેટ્રોલ-ડીઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવાનો આદેશ સરકારે પર્યાવરણ અને આર્થિક બોજ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો છે. આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે, તમામ સરકારી નાણાકીય સંસ્થાઓએ તેના હેડક્વાર્ટર અને સ્થાનિક બ્રાન્ચોમાં ભાડે રાખવામાં આવેલા પેટ્રોલ-ડીઝલના વાહનોને શક્ય એટલી વહેલી તકે ઇલેક્ટ્રિક વાહનો (EV)માં બદલવા માટેનું ટાર્ગેટ સેટ કરવો પડશે. PM મોદીની ખાસ અપીલ, કેમ લેવાયો આ નિર્ણય? આ મોટો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ અપીલ બાદ લેવામાં આવ્યો છે, જેમાં તેમણે દેશના નાગરિકો અને અધિકારીઓને કોરોના મહામારી દરમિયાન અપનાવવામાં આવેલા પગલાં જેવા કે ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘ઓનલાઈન મિટિંગ્સ’ ફરી શરૂ કરવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ આ પગલાને રાષ્ટ્રહિતમાં ગણાવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને વૈશ્વિક અસ્થિરતાના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી રહ્યું છે. દુનિયાની ઓઈલ-ગેસ સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ અને તેની આસપાસ સર્જાયેલી અડચણોને કારણે ભારત જેવા ઓઈલ આયાત પર નિર્ભર દેશોની ચિંતા વધી ગઈ છે. PM મોદીની 5 મોટી વાતો… 1. એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ- સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી મુદ્રા ખર્ચ થાય છે. દેશહિતમાં લોકોને એક વર્ષ સુધી સોનું ખરીદવા અને દાન કરવાથી બચવું જોઈએ. 2. પેટ્રોલ-ડીઝલ બચાવો, કારપૂલિંગ કરો- બિનજરૂરી વાહનનો ઉપયોગ ઓછો કરો, મેટ્રોમાં મુસાફરી કરો અને કારપૂલિંગ કરો. વધુમાં વધુ લોકોને તેમાં બેસાડીને લઈ જાઓ. 3. ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવા પર ભાર- જો દરેક પરિવાર ખાવાના તેલનો ઉપયોગ થોડો ઓછો કરે, તો તેનાથી વિદેશી મુદ્રાની બચત થશે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. 4. રાસાયણિક ખાતરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી અપનાવો- દેશે રાસાયણિક ખાતરોના વપરાશને અડધો કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને ઝડપથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ. 5. વિદેશ યાત્રાઓ ટાળવાની અપીલ- વૈશ્વિક પરિસ્થિતિઓ અને મોંઘા ઇંધણને કારણે ભારત પર આર્થિક દબાણ વધી રહ્યું છે. આવા સમયે લગ્નો, રજાઓ અને અન્ય કારણોસર વિદેશ યાત્રા થોડા સમય માટે ટાળવી દેશહિતમાં હશે.

Leave A Comment