IPL 2026 Playoff Race: Fourth Spot Mahasangram After Hyderabad Win

Last Updated: May 19, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026ના લીગ સ્ટેજમાં પ્લેઓફનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સે પણ ટોપ-4માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

સોમવારે હૈદરાબાદે ચેન્નઈને હરાવીને 2 પોઈન્ટ્સ મેળવ્યા. ટીમે 16 અંક સાથે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું. ગુજરાત ટાઇટન્સને પણ આ પરિણામનો ફાયદો મળ્યો. હવે પ્લેઓફના ચોથા સ્થાન માટે પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રેસ.

પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ…

રેન્ક ટીમ મેચ જીત હાર નો રિઝલ્ટ પોઇન્ટ્સ નેટ રન રેટ (NRR)
1 RCB (Q) 13 9 4 0 18 +1.065
2 GT (Q) 13 8 5 0 16 +0.400
3 SRH (Q) 13 8 5 0 16 +0.350
4 PBKS 13 6 6 1 13 +0.227
5 RR 12 6 6 0 12 +0.027
6 CSK 13 6 7 0 12 -0.016
7 DC 13 6 7 0 12 -0.871
8 KKR 12 5 6 1 11 -0.038
9 MI (E) 12 4 8 0 8 -0.504
10 LSG (E) 12 4 8 0 8 -0.701

બધી ટીમોનું સમીકરણ

બેંગલુરુની ટીમ ટોપ પર યથાવત

રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 પૉઇન્ટ્સ અને +1.065 નેટ રનરેટ સાથે પહેલા સ્થાને છે. ટીમ પહેલાથી જ પ્લેઑફમાં પહોંચી ચૂકી છે અને તેનું ક્વૉલિફાયર-1 રમવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. RCBનો છેલ્લો લીગ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 22 મેના રોજ છે.

ગુજરાતને ટૉપ-2 માટે ચેન્નઈને હરાવવું પડશે

ગુજરાત ટાઇટન્સ 16 પૉઇન્ટ્સ સાથે બીજા સ્થાને યથાવત છે. ટીમનો નેટ રનરેટ +0.400 છે. ગુજરાતનો છેલ્લો મુકાબલો ચેન્નઈ સામે છે. ક્વૉલિફાયર-1 રમવા માટે ગુજરાતને ચેન્નઈ સામે જીતવું જ પડશે.

હૈદરાબાદે ટોપ-3માં સ્થાન નિશ્ચિત કર્યું

હૈદરાબાદે ચેન્નઈને હરાવીને 13 મેચમાં 16 પોઈન્ટ્સ મેળવી લીધા છે. ટીમ હવે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હૈદરાબાદનો છેલ્લો મુકાબલો બેંગલુરુ સામે થશે. જો SRH આ મેચ જીતે છે તો ટીમ ટોપ-2માં પણ પહોંચી શકે છે.

પંજાબ અને રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ

પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ટીમ સતત 6 મેચ હારી ચૂકી છે. પંજાબને પ્લેઓફમાં પહોંચવા માટે લખનઉ સામે કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ્સ સાથે 5મા સ્થાને છે. ટીમને હવે લખનઉ અને મુંબઈ સામે મેચ રમવાની છે. રાજસ્થાનને અંતિમ-4માં પહોંચવા માટે બંને મેચ જીતવી પડશે.

ચેન્નઈની આશાઓ ઓછી થઈ

ચેન્નઈને હૈદરાબાદ સામે હાર્યા બાદ મોટો ઝટકો લાગ્યો. ટીમ 13 મેચમાં 12 પોઈન્ટ્સ પર છે અને તેનો નેટ રનરેટ પણ ખાસ નથી. ચેન્નઈને હવે ગુજરાત સામે છેલ્લી મેચ જીતવી પડશે. સાથે જ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.

કોલકાતા અને દિલ્હી હજુ પણ રેસમાં

કોલકાતા નાઈટ રાઈડર્સ 11 પોઈન્ટ્સ સાથે 8મા સ્થાને છે. ટીમને મુંબઈ અને દિલ્હી સામેની પોતાની બંને મેચ જીતવી પડશે. દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ્સ સાથે 7મા સ્થાને છે. ટીમનો નેટ રનરેટ (-0.871) ઘણો ખરાબ છે. દિલ્હીને કોલકાતા સામે મોટા અંતરથી જીત નોંધાવવી પડશે અને બાકીના પરિણામોની પણ રાહ જોવી પડશે.

મુંબઈ અને લખનઉ પહેલાથી જ બહાર

મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ 8-8 પોઈન્ટ્સ સાથે અનુક્રમે 9મા અને 10મા સ્થાને છે. બંને ટીમો પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ટુર્નામેન્ટના ટોપ પ્લેયર્સ…

ક્લાસેન ઓરેન્જ કેપ હોલ્ડર બન્યો

હૈદરાબાદના હેનરિક ક્લાસેન 13 મેચમાં 555 રન સાથે ઓરેન્જ કેપ હોલ્ડર બન્યો છે. સાઈ સુદર્શન 554 રન સાથે બીજા નંબરે છે. શુભમન ગિલ 552 રન સાથે ત્રીજા સ્થાને છે.

ભુવનેશ્વર પાસે પર્પલ કેપ

બેંગલુરુનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 24 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર બન્યા છે. ગુજરાતનો કાગિસો રબાડા 21 વિકેટ સાથે બીજા સ્થાને છે. ચેન્નઈનો અંશુલ કંબોજ 20 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.

——————————————————-

IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…

IPLમાં આજે RR vs LSG:રાજસ્થાન હોમ ગ્રાઉન્ડ પર આ સીઝનમાં એક પણ મેચ નથી જીત્યું; લખનઉને 5 વાર હરાવ્યું

IPLની 64મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મુકાબલો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વાંચો પૂરા સમાચાર

Leave A Comment