Recipe Make restaurant-like smoky paneer tikka at home without a tandoor or oven your guests will be left licking their fingers | Gujarat News
Recipe : તંદૂર કે ઓવન વગર ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવા સ્મોકી પનીર ટિક્કા, મહેમાનો આંગળા ચાટતા રહી જશે
ઉનાળાની સિઝન ચાલી રહી છે. અત્યારે લોકો વેકેશનનો આનંદ માણવા બહાર ફરવા જાય છે. જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં વાનગીનો ઓર્ડર આપવાનો હોય છે ત્યારે સ્ટાર્ટર્સ (નાસ્તા)માં સૌથી પહેલો વિચાર પનીર ટિક્કાનો જ આવે છે. તેનો એ સ્મોકી, ચટાકેદાર અને મસાલેદાર સ્વાદ દરેક ઉંમરના લોકોને પસંદ પડે છે. હોટલમાં કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટમાં આ વાનગી લોકોની પ્રથમ પસંદ હોય છે. હવે હોટલની ફેવરીટ આ ટેસ્ટી વાનગી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ખાસ કરીને જયારે મહેમાન આવવાના હોય ત્યારે સ્મોકી પનીર ટીક્કા બનાવી તેમનું દિલ જીતી શકો છો.
તંદૂર કે ઓવન વગર બનશે ટેસ્ટી પનીર ટીક્કા
ઘણા લોકોને એવું લાગે છે કે બજાર જેવું પરફેક્ટ પનીર ટિક્કા બનાવવા માટે તંદૂર કે ઓવન હોવું જરૂરી છે. પરંતુ, જો અમે તમને કહીએ કે તમે ઘરના સાધારણ રસોડામાં પણ ઓવન કે તંદૂર વગર અદ્ભુત પનીર ટિક્કા બનાવી શકો છો? જાણીતા શેફ પારુલ ગુપ્તાએ ઓવન વિના હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા બનાવવાની ૩ અનોખી અને સરળ ટ્રિક્સ શેર કરી છે. તો ચાલો જાણીએ આ સુપર ટેસ્ટી રેસિપી અને શેફની ખાસ ટિપ્સ.
પનીર ટિક્કા માટેની જરૂરી સામગ્રી:
- ૨૫૦ ગ્રામ પનીર (કોટેજ ચીઝ) (ચોરસ ટુકડાઓમાં કાપેલું)
- ૧ મોટું કેપ્સિકમ
- ૧ મોટી ડુંગળી
- ૧/૨ કપ ઘટ્ટ દહીં
- ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧ ચમચી ધાણા પાવડર
- ૧/૨ ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી ચાટ મસાલો
- ૧ ચમચી ચણાનો લોટ
- ૧ ચમચી લીંબુનો રસ
- ૨ ચમચી તેલ અથવા માખણ
સ્મોકી પનીર ટીક્કા બનાવવાની રીત
- પનીર ટીક્કા બનાવવા માટે જો તમારી પાસે તંદૂર નથી, તો નોન-સ્ટિક તવો સૌથી બેસ્ટ ઓપ્શન છે. પનીર ટિક્કા બનાવવા માટે મેરીનેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- સૌપ્રથમ, દહીંમાં બધા મસાલા, ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને ઘટ્ટ બેટર તૈયાર કરો. પછી, પનીર, ડુંગળી અને સિમલા મરચાને સારી રીતે મિક્સ કરો. વધુ સારા સ્વાદ માટે, તેને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી મેરીનેટ થવા દો.
- મેરીનેશન જેટલું સારું હશે, પનીર ટિક્કા તેટલો જ સ્વાદિષ્ટ બનશે.
- આ જ કારણ છે કે રેસ્ટોરન્ટ-શૈલીનો સ્વાદ મેળવવા માટે આ પગલું જરૂરી છે. મેરિનેટ કરેલા પનીર અને શાકભાજીને ટૂથપિક અથવા સ્કીવર્સ (લાકડી)માં ભરો. તવા પર સહેજ તેલ અથવા બટર લગાવીને તેને ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રેસ્ટોરન્ટ જેવો અસલી તંદૂરી લુક આપવા માટે, પનીર સ્કીવર્સને તવા પર થોડા શેક્યા પછી સીધા ગેસની આંચ (દિવેટ) પર થોડી સેકન્ડ માટે ફેરવો. તેનાથી પનીરની કિનારીઓ સરસ બળી જશે (Charred Effect) અને દેખાવ બિલકુલ બજાર જેવો આવશે.
- પનીર ટિક્કામાં અસલી સ્મોકી ફ્લેવર લાવવા માટે, પનીર શેકાઈ જાય એટલે તે વાસણની વચ્ચે એક નાની વાટકી મૂકો. તેમાં સળગતો કોલસો (Charcoal) રાખી ઉપર એક ચમચી ઘી નાખો. ધુમાડો નીકળતાની સાથે જ વાસણને ૨ મિનિટ માટે ઢાંકી દો. આનાથી પનીરમાં અદ્ભુત તંદૂરી સુગંધ બેસી જશે.
- હવે બજારમાંથી મોંઘો ઓર્ડર આપવાની કોઈ જરૂર નથી! આ સિમ્પલ ટિપ્સ અપનાવીને ઘરે જ ગરમાગરમ, સોફ્ટ અને ટેસ્ટી પનીર ટિક્કા બનાવો અને ફુદીનાની ચટણી સાથે તેની મજા માણો.
આ પણ વાંચો : Recipes : શું તમે ક્યારેય ખાધી છે હેલ્ધી ‘બીટરૂટ ફ્રાય ઈડલી’? જાણી લો બનાવવાની સરળ રીત
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

